કૃષિ દેશની અર્થ વ્યવસ્થામાં અંદાજે ૧૭% જેટલું જીડીપી માં યોગદાન અને અંદાજે ૬૦% વસ્તી ને રોજગાર પ્રદાન કરે છે. હાલમાં, દેશની કુલજમીનનો આસરે 60% ઉપયોગ પાક ઉત્પાદન માટે થાય છે. કૃષિ, જોડે સૌથી ઓછી યાંત્રિકીકરણ હોવા છતાં કૃષિના વિકાસ અને વ્યવસાયિકરણ માટે વેગ મળ્યો છે.આજે ભારત વિશ્વભરમાં તેજીથી બઢતી અર્થવ્યવસ્થા થઇ રહી છે આ અર્થવ્યવસ્થાની ગતિ ને કૃષિ છેત્રે ટકાવી રાખવામાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ખુબજ જરુરી પરિબળ છે. આજે કૃષિ છેત્રે વિકાસ માટે સારું ઉત્પાદન સમયસર ટકાવી રાખવામાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ખુબજ મત્ત્વપુણ યોગદાન આપી રહ્યો છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવામાં અને ખેતી ખર્ચ ખટાડવામાં મહત્વનું યોગદાન ભજવી રહ્યો છે.
કૃત્રિમબુદ્ધિ અને રોબોટિક્સ એ કૃષિક્ષેત્રે એક ઉભરતી તકનીક છે.આ તકનીકીથી પાકના ઉત્પાદનમાં વૃદ્ધિ, રીઅલ-ટાઇમ મોનિટરિંગ, પાક લણણી, પ્રક્રિયા અને માર્કેટિંગમાં સુધારો થયો છે.કૃષિ આધારિત ક્ષેત્રમાં નવીનતમ તકનીકીઓ જેમ કે સ્વચાલિત કૃષિ રોબોટ્સ અને ડ્રોનનો ઉપયોગ કરીને ખૂબજ મોટો ફાળો આપી રહ્યા છે.વિવિધ હાઇટેક કમ્પ્યુટર આધારિત સિસ્ટમો નીંદણ અને ઉપજ શોધ જેવા વિવિધ મહત્વપૂર્ણ પરિમાણો નક્કી કરવા માટે રચાયેલ છે પરંતુ જાણકારીના અભાવે ખેડૂતમિત્રો જરૂરી યોજનાઓનો પૂર્ણ લાભ મેળવી શકતા નથી.
કૃષિમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સની વિવિધ ઉપયોગીતા
સ્વચાલિત સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ:
નિમિત્ત સિંચાઇ વ્યવસ્થાપના કારણે પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે. તેથી ઉત્પાદકતા સુધારવા માટે સ્માર્ટ સિસ્ટમની જરૂરિયાત છે. જો કે સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ પુરી પાડી શકે છે. આ સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ આધારિત ઉપકરણ, જમીનની ભેજ અને આબોહવાની સ્થિતિની માહિતી (રીઅલ ટાઇમ મશીનનો ઉપયોગ) ને વિશ્લેષણ કરીને સિંચાઈ પ્રક્રિયાને સ્વચાલિત કરી શકે છે. જો કે સિંચાઈએ સૌથી વધુ શ્રમપ્રધાન કાર્ય છે, પરંતુ કૃત્રિમ બુદ્ધિ તકનીક દ્વારા તેને નિર્ધારિત કરી શકાય છે અને સરેરાશ પાકના ઉત્પાદનમાં વધારો કરવામાં તેઓ મુખ્ય પરિબળ તરીકે મદદરૂપ થઈ શકે છે.
પાકની દેખરેખ અને જમીનની તંદુરસ્તી:
સતત મોનિટરિંગમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને ખેતરના ચોક્કસ ભાગમાં જમીન અને પાકમાં જરૂરી તત્વ અને જીવાતોનું ઓળખ અને નિયંત્રણ કરી શકાય છે.
નીંદણ વ્યવસ્થાપન
સતત મોનિટરિંગમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને ખેતરના ચોક્કસ ભાગમાં નીંદણના ઉપદ્રવ વાળાવિસ્તારની વિગત આપીને તે જ વિસ્તારમાં રસાયણનો સ્પ્રેકરવામાં આવે છે. આનાથી રસાયણનો બચાવ અને ઓછાં ખર્ચામાં અસરકારક પરિણામ મેળવી શકાય છે.
ખેતીમાં ડ્રોન:
ડ્રોન એ એક એવું માનવરહિત હવાઈ વાહન છે, જેને ખેતરના ચોક્કસ ભાગની અંદર દૂરથી ઉડાડી અને નિયંત્રણ કરી શકાય છે, પાકની શરૂઆતમાં જ ડ્રોનનો ઉપયોગ કરીને જમીનની ગુણવત્તાના (પાક વિસ્તારના વિગતવાર જીપીએસ નકશો, જમીનની ગુણવત્તા, ખાતર અને નીંદમણ જમીન) ઉપયોગી ડેટા મેળવવા માટે કરી શકાય છે.
ખેડૂતો માટે ચેટબોટ્સ/ કૃત્રિમ બુદ્ધિ મોબાઈલ ટુલ:
ચેટબોટ્સમાં વપરાશકર્તાઓ માટે વાતચીત વર્ચુઅલ સહાયક જેવા સ્વચાલિત ક્રિયા પ્રતિક્રિયાઓ સામેલ છે. કૃષિમાં આનો ઉપયોગ ખેડુતો, સરકારી હિસ્સેદારો અને ઉત્પાદકો વચ્ચેના સંદેશા વ્યવહાર માટે કરી શકે છે. આ મોબાઈલ ટુલના માધ્યમથી ખેડુતોને તેના પાક માટે જરૂરી માર્ગદર્શન અને તેના પ્રશ્નોના જવાબો અંગે સલાહ અને ભલામણો મળે છે.
આ પણ વાંચો:એમએસપી કરતા ઓછા ભાવે વેચાઈ રહી છે બાજરી, આ 7 પાકોની પણ છે એજ પરિસ્થિતિ
Share your comments