Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

Drone Pilot: ખેડૂતોની મદદ માટે યુવાનોમાં વધી રહ્યું છે ડ્રોન પાયલટ બનવાનું ક્રેઝ

આજકાલ ડ્રોનની મદદથી ખેડૂતોના અનેક કાર્યો મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. જેને જોતા ગુજરાત અને દેશના કેટલાક યુવાનો હવે ડ્રોન પાયલટને વધુ સારી કારકિર્દી ગણાવી રહ્યા છે. દેશના યુવાનોઓએ ડ્રોન ઓપરેટિન્ગની તાલીમ મેળવીને ખેતી અને બીજા કામોમાં સારી આવક મેળવી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
હવે મફતમાં મળશે ડ્રોન પાયલટ બનવવાની ટ્રેનિંગ
હવે મફતમાં મળશે ડ્રોન પાયલટ બનવવાની ટ્રેનિંગ

આજકાલ ડ્રોનની મદદથી ખેડૂતોના અનેક કાર્યો મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. જેને જોતા ગુજરાત અને દેશના કેટલાક યુવાનો હવે ડ્રોન પાયલટને વધુ સારી કારકિર્દી ગણાવી રહ્યા છે. દેશના યુવાનોઓએ ડ્રોન ઓપરેટિન્ગની તાલીમ મેળવીને ખેતી અને બીજા કામોમાં સારી આવક મેળવી રહ્યા છે. મોટા પાચે યુવાનોએ ડ્રોન પાયલ બનીને ખેડૂતોના અનેક કામોને સરળતાથી કરીને તેમની મદદ કરી રહ્યા છે.

કેંદ્ર સરકારે આપ્યું રાજ્યોને ઓર્ડર

યુવાનો દ્વારા ડ્રોન પાયલટને વધુ સારી કારકીર્દી તરીકે જોતા કેંદ્ર સરકારે રાજ્ય સરકારોને ઓર્ડર આપ્યો છે કે યુવાનોને ડ્રોન પાયલટની ટ્રેનિંગ આપવામાં આવે. જેથી તેમને એક સારી કારકીર્દી મળી શકે અને ખેડૂતોના અનેક કામો પણ સરખા થઈ શકે. કેંદ્ર સરકારના આ ઓર્ડર પછી કેટલાક રાજ્યોએ યુવાનોને તેની તાલીમ આપવાની શરૂ પણ કરી દીધી છે.

ગુજરાત સરકાર આપ્યું 100 જેટલા યુવાનોને ટ્રેનિંગ

જો આપણે કેંદ્ર સરકારના ઓર્ડર પછી ગુજરાત સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારે યુવાનોને ડ્રોન પાયલેટ બનવાની ટ્રેનિંગ આપી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 100 લોકોને એકલા ગુજરાત અને હરિયાણા સરકાર RTPO તરફથી ટ્રેનિંગ આપેલી છે. .

હવે પાર્સપોર્ટની જરૂર નથી

જણાવી દઈએ સરકારે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે પાસપોર્ટની આવશ્યકતા હટાવી દીધી છે. ખરેખર, સરકાર તરફથી ડ્રોન તાલીમનો લાભ લેવા માટે યુવાનો માટે અગાઉ પાસપોર્ટ ફરજિયાત હતો. પરંતુ ખેડૂતોની સમસ્યાને સમજીને કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

હરિયાણા સરકાર આપી રહી છે મફત તાલીમ

હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લગભગ 500 યુવાનોને ખેતી માટે મફત ડ્રોન પાયલોટ તાલીમ આપી રહી છે. યુવાનોને આ સુવિધા હરિયાણામાં દ્રષ્ટિ દ્વારા સંચાલિત રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન તરફથી મળશે. ત્યાંથી ટ્રેનિંગ હરિયાણાના સાથે-સાથે બીજા રાજ્યોના યુવાનો પણ લઈ શકાય છે.

ડ્રોન ખરીદવા માટે મળશે સબસિડી

ડ્રોન ખરીદવા માટે ડ્રોનની તાલીમ મેળવનારા યુવાનોને સરકાર સબસિડીની સુવિધા પણ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ડ્રોનની ખરીદી પર 80 ટકા સુધીની સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે ભારતીય બજારમાં ડ્રોનની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ડ્રોનના આ ખર્ચ પર સરકાર દ્વારા 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. એટલે કે ડ્રોન ખરીદવા માટે માત્ર 2 લાખ રૂપિયા ખર્ચ કરવું પડશે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More