આજનો ખેડૂત ઘણી ખરી બાબતોમાં ટેકનોલોજીના સહારે થઈ ગયો છે.એવામાં બિહાર સરકાર કૃષિ વિભાગને હાઈટેક કરવામાં લાગી ગઈ છે. જેના માટે ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સહેજ મશીનરી બગડે તો ખેડુત દોડાદોડ કરી મુકે છે ક્યારેક દુકાનોમાં તો ક્યારેક ટેકનીશિયનને ઘરે બોલાવીને મશીનરી ઠીક કરાવે છે. આ તમામ સમસ્યાને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર પડે છે.
બિહાર સરકાર ખેડૂતોની સમસ્યાના નિવેડા માટે શું કરી રહી છે ગડમથલ?
બિહાર સરકારના ચોથા કૃષિ રોડ મેપ 2023થી 28 ખેતીની મશીનરીઓની મરામત ઓન ધ સ્પોટ કરવાનો પ્લાન છે. જેના માટે ખાસ પ્લાનિંગ કરી દેવાયું છે. જેમાં ભોજપુર, મુઝફ્ફરપુર અને પૂર્ણિયાના ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે.આટલું જ નહીં ત્રણ વર્ષમાં તમામ પંચાયતો માટે એક એક ટેકનીશિયન તૈયાર કરવામાં આવશે.
જાણો આ પ્લાનિંગ માટે કેટલું બજેટ ફળવાશે
બિહાર સરકારનો કૃષિ વિભાગ આના માટે 2 .76 કરોડ રૂપિયા ફાળવશે. આ યોજના હેઠળ ખેતીની મશીનરીની મરામત માટે રાજ્યભરમાં 8400 ટ્રેન ટેકનીશિયન હશે. એટલે કે બિહારના તમામ પંચાયતમાં સહાયક ટેકનીશિયન મોકલવામાં આવશે. આ ટેકનીશિયન પંચાયતમાં જઈને ખેડૂતોને ટ્રેનિંહ આપવાની સાથો સાથ તેમના મશીનો પણ સરખા કરી આપશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા એક સ્પેશિયલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઝાટકા મશીન શું છે
jinal saileshbhai chauhan (FTJ)
pratij
Share your comments