પર્યાવરણ માટે અનુકુલ અને રિન્યુએબલ એનર્જી ઊર્જાને લઈને ઉકેલો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સિદ્ધીના ભાગ ભજવનાર સીઆરઆઈ પમ્પ પોતાની જાતને લઈને ગર્વ અનુભવે છે. કેમ કે મેગલ ત્યાલા સૌર કૃષિ પંપ (MTSKP) યોજનાના ભાગરૂપે રૂ. 754 કરોડની કિંમતની 25,000 સોલાર પમ્પિંગ સિસ્ટમ સપ્લાય કરવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) મુંબઈ દ્વારા કંપનીને સત્તાવાર રીતે પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની ખેતીની ભવિષ્યની જરૂરિયાતને જોતા પાવર સપ્લાય અને હરિયાળીને વધુ સુડોળ બનાવવા માટે સીઆરઆઈ પમ્પ્સ પોતાની મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે તેમની ભૂમિકાને લઈને વાત કરતા સીઆરઆઈ ગ્રુપના ચેરમેન જી. સૌંદરરજાએ જણાવ્યું હતું કે આ સોલાર પમ્પિંગ સિસ્ટમ સપ્લાય કરવા માટે MSEDCL દ્વારા અમારી પસંદગી કરવામાં આવતા અમારી સિદ્ધિમાં ઉમેરો થયો છે.
આ નોંધપાત્ર ઓર્ડર વિશ્વસનીય, ઉર્જા-કાર્યક્ષમ, શ્રેષ્ઠ પમ્પિંગ સોલ્યુશન વિકસાવવામાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે સીઆરઆઈ ની અતુટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી મજબૂત એક્ઝિક્યુશન ક્ષમતાઓ, શ્રેષ્ઠ ઔદ્યોગિક કુશળતા અને સમગ્ર દેશમાં વ્યાપક નેટવર્ક સાથે, સીઆરઆઈ પમ્પસ આ સિસ્ટમની સરળ ડિલિવરી અને ઇન્ટોલેશનની ખાતરી આપે છે. તેઓ કહ્યું કે રિન્યુએબલ એનર્જી ને વૈશ્વિક વેગ મળી રહ્યો છે. ત્યારે સીઆરઆઈ સોલર પમ્પિંગ સિસ્ટમ પર્યાવરણીય સમાનતા અને આવનારી પેઢીઓ માટે શ્રેષ્ઠ ભાવિ સુનિશ્ચિત કરવા માટે પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે.
કાર્બન ઉત્સર્જનમાં 4.13 મિલિયન ટનનો ઘટાડો
સૌંદરરાજાએ વધુમાં જણાવતા કહ્યું કે 170,000 સોલાર પમ્પિગ સિસ્ટમ અને આઈઓટી- સક્ષમ સ્માર્ટ પંપના સફળ ઇન્ટોલેશન સાથે સીઆરઆઈ પમ્પસ શ્રેષ્ઠ પર્યાવરણ ને અનુરૂપ નવા ધોરણો સ્થાપિત કરી રહી છે. તેની અદ્યતન પમ્પિંગ ટેકનીક દ્વારા સીઆરઆઈ પમ્પસ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જેમાં આશરે 5,200 મિલિયન યુનિટના kwh ની ઉર્જા બચત અને કાર્બન ઉત્સર્જનમાં 4.13 મિલિયન ટનનો ઘટાડો, ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણીય બચાવમાં તેના યોગદાનને પ્રકાશિત કરે છે.
સીઆરઆઈને લઈને મહત્વપૂર્ણ માહિતી
CRI વ્યાપક વૈશ્વિક હાજરી સાથે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ફ્લુઇડ મેનેજમેન્ટ સોલ્યુશન ના ઉકેલ આપવામાં ટોચનું સ્થાન ધરાવે છે. CRI પમ્પ્સ, મોટર્સ, IoT સંચાલિત પમ્પ્સ અને કંટ્રોલર, સોલર પમ્પિંગ સિસ્ટમ, પાઇપ, વાયર અને કેબલ ઓફર કરે છે. 9,000 પ્રોડકટસના વિશાળ શ્રેણી સાથે, CRI 100% સ્ટેનલેસ સ્ટીલ પંપનું ઉત્પાદન કરતા વિશ્વના જૂની કંપનીઓ પૈકીની એક છે.
મેન્યુફેક્ચરિંગના 70 થી વધારે વર્ષોના અનુભવ સાથે, CRI એ પમ્પિંગ ઉદ્યોગમાં વિશ્વસનીય બ્રાન્ડ તરીકે જાણિતી છે. કંપનીના અત્યાધુનિક વૈશ્વિક R&D વિભાગ ને ફલુઈડન એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર" તરીકે ઓળખવામાં આવે છે, તેને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે.
8 વખતની નેશનલ એનર્જી એવોર્ડી
સીઆરઆઈના મેનુફેક્ચરિંગ કૌશલ્ય ઉપરાંત 20 વખત પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ એક્સપોર્ટસ પ્રમોશન કાઉન્સિલ (EEPC) એવોર્ડ અને 8 વખત ભારત સરકાર તરફથી નેશનલ એનરજી કન્ઝર્વેશન (NEC) એવોર્ડ પણ મળેલો છે. સીઆરઆઈ પમ્પ પાણી અને દૂષિતપાણી, સોલાર, પ્રોસેસ ઈન્ડસ્ટ્રીઝ, સુએજ અને પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ, HVAC, અગ્નિશામક, મેટલ અને ખાણકામ, ખાદ્ય પદાર્થો અને પીણા, કૃષિ અને રહેણાંક જેવી વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને પુરી પાડે છે.
Share your comments