Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પછી હવે ટૂંક સમયમાં લોન્ચ થશે સીએનજી ટ્રેક્ટ્રર, સમય અને પૈસાની કરશે બચત

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ત્યાંની લગભગ 70 ટકા વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે. તેમાં પણ નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા વધુ છે, જેમની પાસે નાની જમીન છે. એવા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ટ્રેક્ટર ખરીદવું તેમજ તેની જાળવણી કરવાનું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સીએનજી
સીએનજી

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ત્યાંની લગભગ 70 ટકા વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે. તેમાં પણ  નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા વધુ છે, જેમની પાસે નાની જમીન છે. એવા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ટ્રેક્ટર ખરીદવું તેમજ તેની જાળવણી કરવાનું છે. કેમ કે તેમના પાસે આટવા પૈસા હોતા નથી. પરંતુ હવે ટૂંક સમયમાં ઓછા ખર્ચે બજારમાં ટ્રેક્ટર ઉતારવાની તૈયારી ચાલી રહી છે. દેશની એક મોટી ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંહ કંપની તેના પર કામ કરી રહી છે. કંપનીનો હેતુ ભારતીય ખેડૂતો માટે વાઇબ્રેશન પ્રતિરોધક ટ્રેક્ટર લોન્ચ કરવાનો છે.

મહિન્દ્રાએ રજુ કર્યો દેશના પહેલા સીએનજી ટ્રેક્ટર

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મહિન્દ્રા કંપનીએ દેશનું પહેલું ટ્રેક્ટર રજૂ કર્યું છે જે CNG અને CBG પર ચાલે છે. મહિન્દ્રા આવા ટ્રેક્ટર બનાવવા પર સતત ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ કંપનીએ તેનું CNG CBG ટ્રેક્ટર વર્ઝન Mahindra YUVO TECH+ 575 ટ્રેક્ટર ભારતીય ટ્રેક્ટર માર્કેટમાં પ્રદર્શિત કર્યું છે. ભારતીય ખેડૂતો માટે આ એક શાનદાર ટ્રેક્ટર સાબિત થઈ શકે છે. તેની ઉત્તમ વિશેષતાઓને કારણે આ ટ્રેક્ટર ભારતીય ખેડૂતોમાં સારી ઓળખ બનાવી શકે છે.

ટૂક સમયમાં લોન્ચ થશે સીએનજી ટ્રેક્ટર

મહિન્દ્રા જે ટ્રેક્ટર રજૂ કરવા જઈ રહી છે તે સીએનજી પર ચાલશે. સામાન્ય રીતે ટ્રેક્ટર ડીઝલ પર ચાલે છે. એવી ઘણી કંપનીઓ છે જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પર પણ કામ કરી રહી છે. પરંતુ મહિન્દ્રાનું ધ્યાન CNG પર છે જેથી ખેતીને વધુ આરામદાયક બનાવી શકાય. જોકે, કંપનીએ CNG-સંચાલિત સંસ્કરણનું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ટ્રેક્ટર ચાલુ કરવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં મહિન્દ્રા આ ટ્રેક્ટરને બજારમાં ઉતારવા જઈ રહી છે અને ખેડૂતો તેને ખરીદી શકશે.

સીએનજી ટ્રેક્ટરની વિશેષતા

Mahindra YUVO TECH+ 575 ટ્રેક્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ અવાજ કરતું નથી. આ સિવાય અન્ય ટ્રેક્ટરની જેમ તેમાં કંપન અનુભવાતું નથી. જેના કારણે વાહનચાલકોને ખેતર અને ઉબડખાબડ રસ્તાઓ પર વાહન ચલાવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. અહેવાલ મુજબ કંપની 45-50 હોર્સ પાવર ટ્રેક્ટરની રેન્જમાં CNG સંચાલિત ટ્રેક્ટર રજૂ કરી શકે છે.

એક વખતમાં કેટલા કલાક કામ કરી શકે છે

આ ટ્રેક્ટરમાં ચાર સિલિન્ડર હશે જેની ક્ષમતા 22 કિલો સુધીની હશે. આ CNG ટ્રેક્ટરમાં ડીઝલની સમકક્ષ પાવર અને ટોર્ક જોઈ શકાય છે. એકવાર ટાંકી ભરાઈ જાય પછી ડીઝલ ટ્રેક્ટર 10 કલાક કામ કરી શકે છે જ્યારે સીએનજી ટાંકીના એક રિફ્યુઅલિંગ પર તે પાંચથી સાડા પાંચ કલાક કામ કરી શકે છે. જો કે, કંપની તેની ક્ષમતા સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More