કૃષિ મશીનરી ઉત્પાદન કરવામાં કુબોટા દેશની અગ્રણી કંપની છે. કુબોટા ટ્રેક્ટર ઉપરાંત રાઈસ ટ્રાન્સપ્લાન્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર અને પાવર ટિલર જેવી કૃષિ મશીનરી પણ બનાવે છે. કુબોટા પોસાય તેવા ભાવે સારા ટ્રેકટર બનાવવા માટે જાણીતી છે. કુબોટા પાસે 21 થી 55 એચપીમાં દસ ટ્રેક્ટર મોડલ્સ છે. તમે કુબોટા ટ્રેક્ટર ફ્રેન્ચાઇઝી લઈને દર મહિને સારી કમાણી કરી શકો છો. તો ચાલો જાણીએ કે કુબોટાની ટ્રેક્ટર ડીલરશીપ કેવી રીતે લઈ શકીએ છે..
ટ્રેક્ટર ફ્રેન્ચાઇઝી માટે કેટલા રોકાણની જરૂર પડશે?
કુબોટા પાસે હાલમાં દેશભરમાં 210 ડીલરો છે અને કંપની તેનું નેટવર્ક વિસ્તૃત કરી રહી છે. આ માટે કંપની નવી એજન્સીઓ શરૂ કરવાની તક આપી રહી છે. જો તમારે ટ્રેક્ટર એજન્સી લઈને બહોળું કમાઈ કરવી હોય તો તમે કુબોટાની ટ્રેક્ટર એજન્સી લઈ શકો છો. કુબોટા ડીલરશીપ લેવા માટે તમારે 40 થી 50 લાખનું રોકાણ કરવું પડશે.જેમાં તમારે કંપનીને 5 થી 10 લાખ સુધીની સિક્યુરિટી પૈસા આપવાની રહેશે. કુબોટાની ટ્રેક્ટર એજન્સી સાથે તમે કંપનીના પાર્ટ્સના વેચાણ કરી શકો છો અને તેને સર્વિસ પણ આપી શકો છો. જેમાં તમને મોટા લાભ મળશે.
ટ્રેક્ટર એજન્સી લેવા માટે કેટલી જગ્યાની આવશ્યકતા હોય છે?
ટ્રેક્ટરની એજન્સી લેવા માટે કેટલી જગ્યા જરૂર હોય છે તે તમારા રોકાણ પર આધારિત છે. સામાન્ય એજન્સી માટે એક શોરૂમ, સ્ટોર રૂમ અને સેલ્સ એરિય હોય છે. શોરૂમ 1500 થી 2000 ચોરસ ફૂટ હોવી જોઈએ. સ્ટોર 500 થી 700 ચોરસ ફૂટ અને વર્કિંગ એરિયા માટે 200 થી 300 ચોરસ ફૂટની જરૂર પડે છે. તમારી પાસે કુલ જગ્યા 3000 થી 4000 ચોરસ ફૂટની હોવી જોઈએ. જો તમે સર્વિસની સુવિધા આપી રહ્યા હોવ તો તમારે વધુ જગ્યાની જરૂર પડશે.
શુ-શુ ડોક્યોમેંટ આપવાનું રહેશે
આધારકાર્ડ, પાનકાર્ડ, એડ્રેસ પ્રૂફ, ઉંમર અને આવકનો પુરાવો, બેંક ખાતાની પાસબુક, ફોટોગ્રાફ, ઈ-મેઇલ એડ્રેસ, ફોન નંબર, શિક્ષણ લાયકાતનું પ્રમાણપત્ર અને સંપત્તિના દસ્તાવેજોમાંથી કાઈ પણ આપી શકો છો.. બીજી બાજુ જો જમીન લીઝ પર લેવામાં આવી રહી છે તો પછી લીઝ કરાર અને NOC પણ આપવી રહેશે
ટ્રેકટરની ફ્રેન્ચાઇજી
જો તમે કુબોટા ટ્રેક્ટર ડીલરશીપ લેવા માંગતા હો, તો સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. અહીં જાઓ અને બીકમ એ કુબોટા ડીલર વિકલ્પ પસંદ કરો. અહીં તમારે તમારી પર્સનલ ડિટેઇલ આપવી પડશે. જે પછી કંપની તમને સંપર્ક કરશે.
કેટલું માર્જિન મળે છે?
કુબોટા ટ્રેકટરોના જુદા જુદા મોડેલોનું ઉત્પાદન કરે છે. જેમાં અલગ અલગ માર્જિન હોય છે. કંપની 10 થી 20 ટકા કમિશન ચૂકવે છે. બીજી બાજુ કંપની સાધન સામગ્રી પર 15 થી 20 ટકાના નફાના માર્જીન આપે છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ મશીનરી ઉત્પાદન કરવામાં કુબોટા દેશની અગ્રણી કંપની છે. કુબોટા ટ્રેક્ટર ઉપરાંત તે ચોખા ટ્રાન્સપ્લાન્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર અને પાવર ટિલર જેવી કૃષિ મશીનરી પણ બનાવે છે. કુબોટા પોસાય તેવા ભાવે સારા ટ્રેકટર બનાવવા માટે જાણીતી છે.કુબોટા પાસે 21 થી 55 એચપીમાં દસ ટ્રેક્ટર મોડલ્સ છે. તમે કુબોટા ટ્રેક્ટરની ફ્રેન્ચાઇઝી લઈને દર મહિને સારી કમાણી કરી શકો છો.
Share your comments