આજે એટલે કે 1 મે 2024 રાષ્ટ્રીય લેબર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના અવસરે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જેમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો, એટીએફની કિંમતમાં વધારો કરવામાં જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. તેના સાથે જ આઈસીઆઈસીઆઈ બચત ખાતાના નિયમોમાં ફેરફારો, યસ બેંક આઈડીએફસી ફર્સ્ટ જીએસટી બેંક ક્રેડિટ કાર્ડ પેમેન્ટ લાગૂ થઈ રહ્યું છે. આ ફેરફારો તમારા જીવન અને ખિસ્સા પર કેટલાક અસર કરશે ચાલો તમને જણાવીએ.
આઈસીઆઈસીઆઈ બેંકના નિયમોમાં ફેરફાર
1 મે 2024 એટલે કે આજેથી આઈસીઆઈસીઆઈ બેંકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જો કે આજેથી લાગૂ થઈ ગયો છે. નવા નિયમ મુજબ હવે આઈસીઆઈસીઆઈ બેંકના ડેબિટકાર્ડ ધારકને વધુ ચાર્જ આપવું પડશે. જ્યાં શહેરમાં રહેતા આઈસીઆઈસીઆઈના ઘારકને ડેબીટકાર્ડ માટે 200 રૂપિયા હાલવું પડશે તો ગામડાના રહેવાસીને 99 રૂપિયા આપવું પડશે.
એટીએફની કિંમતમાં વધારો
1 મે 2024થી એટીએફની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવાઈ યાત્રા હવે મોંઘી થઈ ગઈ છે. જણાવી દઈએ એટીએફની કિમંતમાં 724.25 રૂપિયાનું વધારો કરવામાં આવ્યું છે.
રાંધણ ગેસની કિંમતમાં 20 રૂપિયાનો ધટાડો
આજથી રાંધણ ગેસની કિંમતમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યું છે. પરંતુ આ ઘટાડો એલપીજી સિલેન્ડર પર નહીં પરંતુ કર્મિશિયલ સિલેન્ડર પર કરવામાં આવ્યું છે. જો આપણે મુંબઈથી આ કિંમતોનું કમ્પેરિઝન કરીએ તો જ્યાં મુંબઈમાં પહેલા તેની કિંમત 1717.50 રૂપિયા હતી હવે તેઓ આજે થી 1697.50 રૂપિયામાં મળશે.
આઈડીએફસીના ક્રેડિટ કાર્ડ ધારક પર લાગશે જીએસટી
નવા નિયમ મુજબ આજેથી આઈડીએફસીના ક્રેડિટ કાર્ડ ધારક પર જીએસટી લગાવામાં આવશે. નવા નિયમ મુજબ જો કોઈના કાર્ડનું ચાર્જ 20 હજાર રૂપિયાથી વધુ હશે તો હવે તેના ઉપર 1 ટકા જીએસટી લાગશે. એટલે કે ધારકને 20 હજારના સાથે બેંકને એક ટકા જીએસટીની પણ ચૂકવણી કરવી પડશે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વાટો-ઘાટો નથી
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વાટો-ઘાટો સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. તેની કિમંત પહેલાની જેમ સ્થિર રહેશે. એટલે કે જો પેટ્રોલ મુંબઈમાં 106.31 રૂપિયા અને ડીઝલ 97.27 રૂપિયા છે. તેઓ તેમની તેમ રહેશે.
Share your comments