
એક સમય હતો જ્યારે લોકોએ એક બીજાના હાલ અંતર પૂછવા માટે પત્ર લખતા હતા, પછી આવ્યો એસમેસનો સમય ને હવે આ બન્નેની જગ્યા વૉટ્સએપ લઈ લીઘું છે. આજે વૉટ્સએપ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેના કારણે ખબર નહીં કેટલાક વેપાર ચાલે છે અને કેટલાક સારી એવી માહિતી લોકો સુધી મોકલવામાં આવે છે. લોકોને હવે વૉટસએપની ટેવ પડી ગઈ છે. ભારતમાં કુલ 142 કરોડની વસ્તીમાંથી 1 અબજથી વધુ લોકોએ તેને વાપરી રહ્યા છે.
તેમાં વીડીયો ચેટથી લઈને, કોઈને તરત જ પૈસા મોકલવા હોય તેના ઑપશન છે અને જેના માટે વૉટ્સએપ સૌથી વધુ ઓળખાએ છે તે છે તેનો સ્ટેટ્સ. પરંતુ આ વચ્ચે હવે તે ખબર સામે આવી રહી છે કે વૉટ્સએપ ભારતમાં પોતાની સેવાઓ સમાપ્ત કરવા ઉપર વિચાર કરી રહ્યો છે. વૉટ્સએપ દિલ્લી હાઈકોર્ટમાં એક અરજીને લઈને સ્પષ્ટ કહ્યુ છે કે અમને એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો અમે ભારતમાં તેની સેવાઓ કાચમ માટે બંધ કરી દઈશું. જણાવી દઈએ વૉટ્સએપે ઈન્ફર્મેશન ટેકનોલોજી 2021ના આઈટી નિયમને પડકારતી વખતે આ વાત કહી હતી.
વૉટ્સએપ પર મોકલવામાં આવેલ સંદેશ ગોપનિય રહે છે
વાત જાણો એમ છે કે દિલ્લી હાઈકોર્ટમાં વૉટ્સએપના સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વૉટ્સએપ લોકોની ગોપનિયતાને જાળવી રાખવામાં સક્ષમ નથી. એજ સંદર્ભ દિલ્લી હાઈકોર્ટમાં સુનવણી દરમિયાન વૉટ્સએના તરફથી કોર્ટમાં હાજર વકીલ તેજસ કારિયાએ કહ્યું કે વૉટ્સએપ લોકોની પ્રાઈવેસીને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આ આરોપ તદ્દન ખોટું છે, એપલિકેશનમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડે ફીચર છે, જેના કારણે સંદેશમાં શું લખ્યું છે કે મેળવનાર અને મોકલનારને જ ખબર હોય છે. કોઈ ત્રીજા તેને જોઈ શકતો નથી. એક પ્લેટફોર્મ તરીકે, અમે કહી રહ્યા છીએ કે, જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે, તો અમે ભારતમાં પોતાની સેવાઓ ચાલુ રાખી શકીએ નહીં. મૂળ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટમાં એન્ક્રિપ્શન તોડવાની જોગવાઈ નથી.
કેન્દ્ર સરકારના શું મત છે?
કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે વોટ્સએપ અને ફેસબુક પોતાના હિત માટે યૂઝર્સની માહિતીમાંથી કમાણી કરે છે. કેન્દ્રના વકીલ કીર્તિમાન સિંહે નિયમોના બચાવમાં દલીલ કરતા કહ્યું કે, લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા પર શું થઈ શકે છે. આ નિયમ પાછળનો હેતુ સંદેશ મોકલનારને શોધવાનો છે. સંદેશને શોધી કાઢવા માટે કોઈ મિકેનિઝમ હોવી જોઈએ.
Share your comments