Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

દશેરા ને લઈ ફાફડા જલેબી નો ભાવ આસમાને ! જાણો ક્યાં કેટલી કિંમત

તમને બધાને ખબર જ હશે કે ગુજરાતી લોકો ખાવા બાબતે દેશમાં સૌથી મોખરે હોય છે ગમે તેવો તહેવાર હોય તો પણ ગુજરાતી લોકો ઘરે વાનગી બનાવીને કે બજારમાંથી વાવગી ખરીદીને તહેવારની ઉજવણી કરતા હોય છે. તમે બધા જાણતા જ હશો કે આવતી કાલે દશેરા છે અને ગુજરાતીઓ દશેરાના દિવસે ફાફડા જલેબી વધારે ખાતા હોય છે. તો આજે અમે તમને એ જણાવીશું કે અમદાવાદમાં ફાફડા જલેબીના આ વર્ષે કેવા ભાવ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ફાફડા જલેબી
ફાફડા જલેબી

તમને બધાને ખબર જ હશે કે ગુજરાતી લોકો ખાવા બાબતે દેશમાં સૌથી મોખરે હોય છે ગમે તેવો તહેવાર હોય તો પણ ગુજરાતી લોકો ઘરે વાનગી બનાવીને કે બજારમાંથી વાનગી ખરીદીને તહેવારની ઉજવણી કરતા હોય છે. તમે બધા જાણતા જ હશો કે આવતી કાલે દશેરા છે અને ગુજરાતીઓ દશેરાના દિવસે ફાફડા જલેબી વધારે ખાતા હોય છે. તો આજે અમે  તમને એ જણાવીશું કે અમદાવાદમાં ફાફડા જલેબીના આ વર્ષે કેવા ભાવ છે.

એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો થયો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે.

અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશ કંદોઇએ જણાવ્યું કે, તાજેતરમાં સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ‘દિવ્ય ભાસ્કર’ના સરવે મુજબ શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.

આ પણ વાંચો - ગુજરાતી વાનગી “દાબેલીનો” છે ચટપટો ઇતિહાસ, દેશ-વિદેશમાં થઈ રહી છે લોકપ્રિયા

Share your comments

Subscribe Magazine

More on Business

More