Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

ગ્રામીણ કારોબારનો વિચારઃ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય છે નારિયેળ સાથે જોડાયેલ આ કારોબાર

નારિયેળનું ઉત્પાદન ભારતીય અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. નારિયેળમાં એવું કંઈ જ નથી કે જે વ્યર્થ જાય. કારણ કે તેનો દરેક ભાગ આર્થિક રીતે લાભદાયક હોય છે. ભારત સમગ્ર વિશ્વમાં નારિયેળનો સૌથી મોટું ઉત્પાદક દેશ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
coconut
coconut

નારિયેળનું ઉત્પાદન ભારતીય અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. નારિયેળમાં એવું કંઈ જ નથી કે જે વ્યર્થ જાય. કારણ કે તેનો દરેક ભાગ આર્થિક રીતે લાભદાયક હોય છે. ભારત સમગ્ર વિશ્વમાં નારિયેળનો સૌથી મોટું ઉત્પાદક દેશ છે.

નારિયેળની કુલ ખેતી ક્ષેત્ર 1.94 મિલિયન હેક્ટરથી વધારે છે. આ સંજોગોમાં આજે આપણે આ લેખમાં નારિયેળથી તૈયાર થતી ચીજવસ્તુના વ્યવસાય અંગે વાત કરશું. જેને શરૂ કરીને તમે થોડા સમયમાં સારી એવી કમાણી કરી શકો છો. તો ચાલો જાણીએ.

સૌથીવધારે લોકપ્રિય નારિયેળ વ્યવસાય

નારિયેળનું હેર ઓઈલ

નારિયેળથી તૈયાર થયેલ તેલ વાળને પોષણ આપે છે. તે વાળમાં પ્રોટીનનો પુરવઠો વધારવામાં મદદ કરે છે. તેમાં કુદરતી અને રાસાયણીક મુક્ત ગુણો હોય છે. તેનો વ્યવસાય  તમારા માટે ચોક્કસપણે લાભદાયક સાબિત થઈ શકે છે.

નારિયેળનું દૂધ

નારિયેળનું દૂધ અનેક કુદરતી સ્વાસ્થ્ય લાભો ધરાવે છે,જે તેને વધારે આકર્ષક અને લાભદાયક બનાવે છે. તેનો વ્યવસાય પણ તમને સરળતાથી સારા પૈસા કમાવી શકે છે.

નારિયેળનું જ્યુસ

નારિયેળના આંતરિક પડ ચમત્કારીક માનવામાં આવે છે, જેના તરલ સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. મૌસમની ગરમીને માત આપવા માટે આ એક કુદરતી ઉર્જાવાન કોલ્ડ ડ્રીંકનો એક ઉત્તમ વિકલ્પ છે. તમે તમારી કંપનીના નામથી નારિયેળનો રસ પણ વેચવાનું શરૂ કરી શકો છો.

નારિયેળ કેન્ડી

તમે નારિયેળના દૂધમાંથી કેન્ડી તૈયાર કરી શકો છો. તેનો ઉપયોગ લોકોને સૌથી સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ તૈયાર કરવા ઉપયોગ કરવામાં આવે છે. તેનું નિર્માણ પ્રક્રિયા સરળ છે અને ઉત્પાદનની ઘણી સારી નિકાસ ક્ષમતા રહે છે.

નારિયેળનું ખાદ્ય તેલ

નારિયેળનું ખાદ્ય તેલ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ તેલનો ઉપયોગ કન્ફેક્શનરીમાં તળવામાં આવતા ખાદ્ય પદાર્થો, પોપકોર્ન અને સ્નેક્સ વગેરે માટે થાય છે. તેની સેલ્ફ લાઈફ 6 મહિના સુધી હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More