જો આપ આ તહેવારમાં સોનામાં રોકાણ કરવામાંગો છો તો સમાચાર તમારા માટે ખુબજ ઉપયોગી છે કેમ કે સરકાર ફરી એક વાર સોનામાં રોકાણકારો માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ લઈને આવી છે. ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 અંતર્ગત સોનાના રોકાણકારો 25 થી 29 ઓક્ટોબર સુધી સોનામાં રોકાણ કરી શકશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ માટે સરકાર દ્વારા 4,765 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણકાર જો ઓનલાઈન અરજી કરે છે અને ડિજીટલ પેમેન્ટ કરે છે તો રોકાણકારને પ્રતિ ગ્રામ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. આમ રોકાણકારે 50 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ માત્ર 47,650 રૂપિયા જ ચૂકવવા પડશે
ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 સુધી બોન્ડ જારી કરવામાં આવશે
- સોવરિન ગોલ્ડ બોન્ડ્સની 2021-22 સીરીઝમાં બોન્ડ ઓક્ટોબર 2021 અને માર્ચ 2022 વચ્ચે ચાર પાર્ટમાં રજૂ કરવામાં આવશે.
- ગોલ્ડ બોન્ડ્સ નાણાકીય વર્ષ 2021-22માં કુલ 10 પાર્ટમાં લોન્ચ કરાશે.
- ગોલ્ડ બોન્ડ્સ મે 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી 6 અલગ અલગ પાર્ટમાં લોન્ચ થશે
- આ સાતમી સીરીઝ છે.
RBI સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે
- સોવરિન ગોલ્ડ બોન્ડ RBI બહાર પાડે છે અને આ એક સરકારી બોન્ડ છે
- સોવરિન ગોલ્ડ ડિમેટ સ્વરૂપમાં પણ કનવરિટ કરી શકાય છે અને આની કિંમત સોનાના વજનના આધારે નક્કી કરવામાં આવતી હોય છે
- બોન્ડની કિંમત 10 ગ્રામ સોના જેટલી હોય તો તેના બોન્ડની કિમંત પણ 10 ગ્રામ સોના જેટલી જ ગણવામાં આવે છે
- આ યોજના હેઠળ આપ સોનું ખરીદવા માંગો છો તો જે સેબીની ગાઈડલાઈન હેઠળ બ્રોકર હોય છે તેમને એક ચોક્કસ કિંમત ચૂકવવી પડે છે
- તમે બોન્ડ વેચવા માંગો છો તો બોન્ડ વેચાયા પછી તેના વેચાણ બાદ જે તે રકમ મળે છે તે રોકાણકારના ખાતામાં સીધા જમા કરી દેવામાં આવે છે
ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ
- આ યોજના અંતર્ગત વાર્ષિક 50% વ્યાજદર આપવામાં આવે છે.
- દર 6 મહિને વ્યાજની રકમ ખાતામાં જમા થાય છે.
- મળેલ વ્યાજ માટે સ્લેબ મુજબ તેના પર સરકારને રોકાણકારે ટેક્સ આપવો પડશે.
છેલ્લા 6 વર્ષમાં 79% વળતર ચૂકવાયુ છે
- 2015-16માં સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ થઈ હતી આ સમયે તેની ગ્રામ દીઠ કિંમત 2,684 રૂપિયા હતી અને આના પર પણ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતુ હતું. જેથી રોકાણકારે માત્ર 2,634 રૂપિયા જ ચૂકવવાના રહેતા હતા.
- તાજેતરમાં સોવરિન ગોલ્ડ બોન્ડની સીરીઝની કિંમત 4,765 રૂપિયા છે.
- 50 રૂપિયાના ડિસ્કાઉન્ટ મળતા કિંમત હવે 4,715 રૂપિયા છે.
- આમ છેલ્લા 6 વર્ષમાં આ યોજના હેઠળ 79% વળતર અપાયુ છે.
આ પણ વાંચો - ફક્ત 1 રૂપિયામાં મળશે સોનું, જાણો, કેવી રીતે ખરીદી શકાશે ?
Share your comments