
બુઘવારે વડા પ્રધાન નરેંદ્ર મોદીએ દુબઈના પહેલા હિન્દૂ મંદિરનું લોકાર્પણ કર્યો હતો. ત્યારે આજે વડા પ્રધાને દુબઈમાં સ્ટોરેજ ફેસિલિટી માટે “ભારત માર્ટ” લોન્ચ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીના સાથે યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ પણ સમાહરોહમાં હાજર રહ્યા હતા. ત્યાં પીએમ મોદીએ વિશ્વ ગવર્નમેન્ટ સમિટને પણ સંબોધિત કર્યો હતો.
ભારત માર્ટની શરૂઆતથી શું ફાયદો થશે
દુબઈમાં યૂએઈની સરકાર સાથે મળીને ભારત માર્ટની શરૂઆત કરવાથી જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક તાકાતનો લાભ લઈને ભારત-યૂએઈ દ્વિપક્ષીય વેપારને વધુ આગળ વધારશે. પીએમ મોદી ભારત માર્ટ લોન્ચ કર્યા પછી જણાવ્યું હતુ કે ભારત માર્ટ ગલ્ફ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યૂરેશિયમમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે એક અસરકાર પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તે ભારતના સૂક્ષ્મ, નાના અને મઘ્યમ ક્ષેત્રોની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.
ભવિષ્યની સરકારોને આકાર આપવી .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લીધો હતો. તેઓ મહામહિમ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, યુએઈના સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર સમિટમાં ગયા છે. વડા પ્રધાને કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું - "ભવિષ્યની સરકારોને આકાર આપવી" વિષય પર. વડા પ્રધાનએ વર્ષ 2018માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લીધો હતો. આ વખતે, 10 રાષ્ટ્રપતિઓ અને 10 વડા પ્રધાનો સહિત 20 વૈશ્વિક નેતાઓએ સમિટમાં ભાગ લીધો હતો. તેમ જ 120 થી વધુ દેશોની સરકારોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
માનવ કેન્દ્રીત અભિગમની હાકલ
ભારત માર્ટની લોન્ચિંગ પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શાસનની બદલાતી પ્રકૃતિ તેમના વિચારો શેર કર્યા હતા. તેમણે લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન ના મંત્ર પર આધારિત ભારતના પરિવર્તનકારી સુઘારાઓને પ્રકાશિત કર્યો હતો. તેમણે સુખાકારી સમાવેશીતા અને ટકાઉપણુંને આગળ વધારવા માટે કેલી રીતે દેશી ડિજિલ ટેક્નોલોજીનો લાભ લીધો તેનો અનુભવ પણ શેર કર્યો. તેમણે શાસન માટે માનવ-કેન્દ્રિત અભિગમની હાકલ કરી અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પર ભારતનું ધ્યાન રેખાંકિત કર્યું.
દરેશ દેશની સરકારને એક બીજાને સહકાર આપવું જોઈએ
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વની એકબીજા સાથે જોડાયેલી પ્રકૃતિને જોતાં, સરકારોએ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા એકબીજા પાસેથી સહકાર આપવો જોઈએ અને શીખવું જોઈએ. તેમણે કહ્યું કે સમયની જરૂરિયાત છે કે સર્વસમાવેશક, ટેક-સ્માર્ટ, સ્વચ્છ, પારદર્શક અને હરિયાળા શાસનને અપનાવવું. આ સંદર્ભમાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારોએ જાહેર સેવા પ્રત્યેના તેમના અભિગમમાં જીવનની સરળતા, ન્યાયની સરળતા, ગતિશીલતાની સરળતા, નવીનતાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રાથમિકતા આપવી જોઈએ
Share your comments