Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

"એક જિલ્લો એક ઉત્પાદન" યોજનના કમાલ, કૃષિ ક્ષેત્રના નિકાસમાં થયુ ઉછાળો

કોરાના રોગચાળાના કારણે જ્યાં એક બાજુ ભારતની અર્થવ્યવસ્થાને મોટો નુકસાન થયુ અને દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યુ. તો બીજી બાજુ કૃષિના ક્ષેત્રમાં મોટા પાચે ઉછાળો જોવા મળ્યો. આ બધુ બન્યુ લૉકડાઉનના કારણે. સરકારના કહવા પ્રમાણે કૃષિના ક્ષેત્રમાં જે ઉછાળો જોવા મળ્યુ છે તે આના માટે થઈ રહેલા પ્રોત્સાહન અને અથક પ્રયાસોના કારણ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Import-export
Import-export

કોરાના રોગચાળાના (Corona) કારણે જ્યાં એક બાજુ ભારતની અર્થવ્યવસ્થાને (Economy) મોટો નુકસાન થયુ અને દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યુ. તો બીજી બાજુ કૃષિના ક્ષેત્રમાં મોટા પાચે ઉછાળો જોવા મળ્યો. આ બધુ બન્યુ લૉકડાઉનના કારણે. સરકારના કહવા પ્રમાણે કૃષિના ક્ષેત્રમાં જે  ઉછાળો જોવા મળ્યુ છે તે આના માટે થઈ રહેલા પ્રોત્સાહન અને અથક પ્રયાસોના કારણ છે.

કોરાના રોગચાળાના (Corona) કારણે જ્યાં એક બાજુ ભારતની અર્થવ્યવસ્થાને (Economy) મોટો નુકસાન થયુ અને દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યુ. તો બીજી બાજુ કૃષિના ક્ષેત્રમાં મોટા પાચે ઉછાળો જોવા મળ્યો. આ બધુ બન્યુ લૉકડાઉનના કારણે. સરકારના કહવા પ્રમાણે કૃષિના ક્ષેત્રમાં જે  ઉછાળો જોવા મળ્યુ છે તે આના માટે થઈ રહેલા પ્રોત્સાહન અને અથક પ્રયાસોના કારણ છે.

સરકારના અધિકારિઓ મૂજબ કેંદ્ર સરકાર (Central Governmemt) ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ ક્ષેત્રને પહુંચી વળવા માટે ધણા બધા પ્રયાસો કરી રહી છે. કેંદ્ર સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તેમને મદદ કરી રહી છે જેના માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવા અથક પ્રયાસોના જ કારણે 2019-20 ની સરખામણીએ 2020-21માં કૃષિ અને કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 17.34 ટકાના ઉછાળો જોવા મળ્યુ છે. અને 41.25 અબજ ડોલરનો ફાયદા થયુ છે.

લૉકડાઉનના કારણે ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસમાં પણ 50.94 ટકાનો વધારો થયો છે. જેને આ સાબિત કરી દીધુ છે કે,દેશના ખેડૂત ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને મેહનત પણ કરી રહ્યા છે. સરકારના આકડાઓ પ્રમાણે જે છેલ્લા ત્રણ વર્ષના આકડાઓ જોવામાં આવે તો 2017-18માં દેશની કૃષિ નિકાસ દર 38.43 અબર ડોલર હતી. જે વર્ષ 2018-19માં વધીને 38.74 અબજ ડોલર થઈ ગઈ હતી. આના સરખામણીએ વર્ષ 2019-20માં તેમા ઘટાડો જોવા મળ્યુ હતું.  

એક જિલ્લો એક ઉત્પાદન’ ની મહત્વપૂર્ણ ભૂમિકા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની(Narendra Modi) યોજના ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ એ દેશની કૃષિ નિકાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે ઘણા ક્લસ્ટરોમાંથી પણ નિકાસ થયો છે. ઉદાહરણ તરીકે, વારાણસીમાંથી તાજા શાકભાજી અને ચંદૌલીમાંથી કાળા ચોખા પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને સીધો ફાયદો થયો છે.

કેમ શરૂ કરવામાં આવી આ યોજના

દેશના 700 જિલ્લાઓમાં તેમના શ્રેષ્ઠ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે, કેન્દ્ર સરકારે દ્વારા ‘એક જિલ્લો એક ઉત્પાદન’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં તમામ રાજ્યો ભેગા મળીને કામ કરી રહ્યા છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લાના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્પાદન એકમોને મૂડી રોકાણ માટે સહાય આપવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More