Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

બીજી વખત નાણા પ્રધાન બન્યા નિર્મલા સીતારમણ, શું હવે મધ્યમ વર્ગને આપવું પડે વધુ ટેક્સ?

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મોદી 2.O માં દેશની પહેલી મહિલા નાણાં પ્રધાન તરીકે પોતાના કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ફરીથી મોદી 3.O માં નાણાં પ્રધાન તરીકે પોતાના કાર્યભાર બુધવારે 12 જૂનના રોજ દિલ્લીમાં સંભાળી લીઘું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મોદી 2.O માં દેશની પહેલી મહિલા નાણાં પ્રધાન તરીકે પોતાના કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ફરીથી મોદી 3.O માં નાણાં પ્રધાન તરીકે પોતાના કાર્યભાર બુધવારે 12 જૂનના રોજ દિલ્લીમાં સંભાળી લીઘું છે. નવા રચાયેલી 18મી લોકસભામાં અને નવી સરકારમાં નાણાં મંત્રાલયની ફાળવણી કરવામાં આવ્યા પછી તેઓ હવે આવતા મહીને 2024-25 માટે બજેટ રજૂ કરશે. દિલ્લીના નોર્થ બ્લોક સ્થિત ઓફિસમાં નાણાં મંત્રીનું નાણા સચિવ ટી.વી. સોમનાથન અને અન્ય વરિષ્ઠ અધિકારિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાણાં રાજ્ય મંત્રી પકંજ ચૌધરી પણ હાજર હતા.તમને જણાવી દઈએ કે પંકજ ચૌધરીએ ગઈકાલે એટલે કે મંગળવારે નાણા રાજ્ય મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

નાગરિકોના જીવનની સરળતા સુનિશ્ચિત કરીશું

બીજી વખત નાણાં પ્રધાન તરીકે પોતાના કાર્યભાર સંભાળ્યા પછી નિર્મલા સીતારમણે જણવ્યું કે ભારત સરકાર તેના નાગરિકોના જીવનની સરળતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે વધુ પગલાં લેવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, જો 2014 થી હાથ ધરવામાં આવેલ સુધારો છે તેઓ ચાલું રહેશે અને દેશ મેક્રો ઈકોનોમિક સ્થિરતા અને વૃદ્ધિ હાંસલ કરશે. ચાર્જ સંભાળ્યા પછી, નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વિવિઘ વિભાગોના સચિવો દ્વારા ચાલૂ નીતિ વિષયક મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.  

પીએમ મોદીનું આભાર વ્યક્ત કર્યો

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે ફરીથી કામ કરવાની અને PMના માર્ગદર્શન હેઠળ ભારત અને દેશના લોકોની સેવા કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરતાં સીતારામણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. નાણાં પ્રધાન સીતારમણ વિભાગોને વિનંતી કરી છે કે તેઓ NDA સરકારના વિકાસ એજન્ડાને જોરશોરથી આગળ ધપાવે અને PM મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે જવાબદાર નીતિ નિર્માણ સુનિશ્ચિત કરે.તેમણે કહ્યું કે મજબૂત અને ગતિશીલ અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગના નેતાઓ, નિયમનકારો અને નાગરિકો સહિત તમામ હિતધારકોના સતત સમર્થન અને સહકાર માટે હાકલ કરવામાં આવી છે.

શું મઘ્યમ વર્ગને આપવું પડશે વધું ટેક્સ

તમને જણાવી દઈએ કે જ્યારેથી દેશમાં નરેંદ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે અને એનડીએના નેતા તરીકે સૌગંદ લીધી છે, ત્યારથી નિર્મલા સીતારમણો લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે નિર્મલા સીતારમણ ફરીથી કેબિનેટ મિનિસ્ટર બની ગઈ છે અને હવે તેઓ બીજી વખત ફરીથી નાણાં પ્રધાન તરીકે ચાર્જ સંભાળશે અને તેમના ચાર્જ સંભાળતાના સાથે જ મધ્યમ વર્ગને વધુ ટેક્સ આપવું પડે. એમ તો નિર્મલા સીતારમણ તેને લઈને કોઈ જવાબ નથી આપ્યો પરંતુ તેમણે કહ્યું કે અમે દેશના દરેક નાગરિકના જીવનને સરળ બનાવવા માટે સરકારમાં આવ્યા છે. વધુંમાં તેમણે ઉમેર્યું કે અમે આવતા મહીના 2024-25 ના બજેટ રજૂ કરીશું.

Share your comments

Subscribe Magazine

More on Business

More