ટૂંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની છે. આથી પહેલા મોદી સરકાર પોતાના બીજા કાર્યકાલનું છેલ્લું બજેટ રજુ કરવા જઈ રહી છે. જેના કારણે દેશમાં દરેકની નઝર આ બજેટ ઉપર છે, જણાવી દઈએ કે આ વર્ષે ચાલુ યોજનાઓને નાણાંકીય વિક્ષેપણો સામનો ન કરવો પડે તે માટે આ બજેટ રજુ કરવામાં આવ્યું છે.જો કે આ બજેટમાં કૃષિ, ઉદ્યોગ, બેંક જેવી વિવિધ બાબતોને વધુ પ્રાઘાન્ય આપવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
પરમ દિવસે રજુ થશે બજેટ
મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લા બજેટ પરમ દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજુ કરશે. આ બજેટ મોદી સરકાર માટે ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે બજેટ જાહેર થયા બાદ જ થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. જેના કારણે સામાન્ય લોકો, ખેડૂતો અને મજૂર વર્ગને આ બજેટમાંથી મોટી ભેટ મળવાની સંભાવના જોવા મળી રહી છે.
શું હોય છે વયગાળાનું બજેટ
મોદી સરકારનું આ બજેટ વયગાળાનું બજેટ છે જેને કેંદ્રીય નાણાં પ્રઘાન નિર્મલા સીતારમણે પરમ દિવસે રજુ કરશે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ વયગાળાનું બજટ શું હોય છે? કેમ કે તમે તો દર વર્ષે બજેટ રજું થતા જોવો છો પણ આ વર્ષે વયગાળાનું બજેટ રજુ થતા જોશો. તો તમારા આ પ્રશ્નનું ઉત્તર અમે તમને આપી દઈએ.
વાત જાણો એમ છે કે આ વર્ષે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાશે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જે વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ યોજાય છે તે વર્ષમાં નાણામંત્રી દેશનું વચગાળાનું બજેટ રજૂ કરે છે. વચગાળાનું બજેટ રજૂ થયા પછી, આ બજેટ પહેલાથી જ ચાલી રહેલી યોજનાઓમાં નાણાકીય સમસ્યા ઊભી ન થાય અને તે સાથે જ દેશના અર્થતંત્રને કોઈ નુકસાન ન થાય તે માટે રજૂ કરવામાં આવે છે.
વયગાળાના બજેટમાં નથી થતી નવી યોજનાની જાહેરાત
વચગાળાના બજેટમાં કોઈ નવી યોજનાઓ લાગુ કરવામાં આવતી નથી. ભંડોળ ફક્ત તે યોજનાઓ માટે જ આપવામાં આવે છે જે પહેલાથી જ ચાલી રહી છે. આ બજેટ આખા વર્ષના બદલે વર્ષના અમુક મહિનાઓ માટે જ રજૂ કરવામાં આવે છે. વચગાળાનું બજેટ માત્ર બે મહિના માટે રજૂ કરવામાં આવે છે. જો કે જરૂરી હોય તો તેની સમય મર્યાદા વધારી શકાય છે. જ્યારે સમગ્ર બજેટ અથવા તો સામાન્ય બજેટ આખા વર્ષને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવે છે.
એક વચગાળાનું બજેટ અને બીજું સામાન્ય બજેટ
વચગાળાનું બજેટ અમુક મહિનાઓ માટે જ હોય છે. બીજું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે આખા વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજુ થાય છે. નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ સામાન્ય બજેટ અથવા સંપૂર્ણ બજેટ 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધીના નાણાકીય વર્ષ માટે નાણાકીય વિગતો આપે છે. આ બજેટમાં સરકાર દેશના લોકો માટે નવી યોજનાઓ અને અન્ય યોજનાઓની જાહેરાત કરે છે. આ બજેટમાં હેલ્થકેર, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતો સામેલ છે. બજેટનો એકંદર ઉદ્દેશ્ય દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને તેને મજબૂત કરવાનો હોય છે. તેમજ સમગ્ર દેશના નાગરિકોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજુ કરવામાં આવે છે.
Share your comments