આવતી કાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાલનું પહેલો બજેટ રજુ કરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ આવતી કાલે રજુ કરશે. જેમાં ઘણી મોટી જાહેરાતો થવાની સંભાવના છે. જાણવામાં મળી રહ્યું છે કે આવતી કાલે રજુ થવામાં આવેલ બજેટમાં ખેડૂતોથી લઈને સામાન્ય જનતા સુધી દરેકને રાહત મળી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ આ સંભાવના લોકોની જરૂરિયાતો, દિલ્લીની વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીના મેનિફેસ્ટો અને સરકારના અહેવાલો પર આધારિત હોઈ શકે છે.
આવતી કાલે રજુ કરવામાં આવેલ બજેટમાં 6 મોટા ફેરફારોની અપેક્ષા
પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે
- એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉદ્યોગ સંગઠન CIIએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે.
- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે મોબાઈલ જેવી પ્રોડક્ટ સસ્તી થઈ શકે છે. કારણ કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સની કિંમત ઘટાડી શકાય છે.
- સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધી શકે છે, જેના કારણે તેમની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. જેથી સરકાર સોનાની વધતી આયાતને રોકવા માટે ઈમ્પોર્ટ ડ્યુટી વધારી શકે.
10 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોઈ શકે છે
- નવી ટેક્સ વ્યવસ્થામાં 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે.
- 15 થી 20 લાખ રૂપિયાની આવક માટે નવું 25 ટકા ટેક્સ બ્રેકેટ બનાવામાં આવી શકાય છે.
- બેઝિક ટેક્સ છૂટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
PM કિસાન સન્માન નિધિનો હપ્તો વધી શકે છે
- ખેડૂતોને વાર્ષિક રૂ. 6 હજારને બદલે રૂ. 12 હજાર મળવાની શક્યતા છે.
- આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારી શકાય છે. સમિતિએ આ માટે સંસદમાં ભલામણ પણ કરી છે.
- અટલ પેન્શન યોજનાની મહત્તમ પેન્શન 5 હજાર રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરી શકાય છે. જેથી વધુને વધુ લોકોને સારી આરોગ્ય સુવિધા મળી શકે.
ગ્રામીણ યુવાનો માટે ઇન્ટર્નશિપ કાર્યક્રમ
- સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ અમલમાં આવી શકે છે. આ માટે સીઆઈઆઈએ સરકારને રોજગાર નીતિ લાગુ કરવાની ભલામણ કરી છે.
- ગ્રામીણ સ્નાતક યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સરકારી કચેરીઓમાં શરૂ કરી શકાય છે.
- વિદેશમાં રોજગાર આપવા માટે ઇન્ટરનેશનલ મોબિલિટી ઓથોરિટીની રચના કરી શકાય છે.
મેડિકલ કોલેજોમાં સીટો વધારવાનો લક્ષ્યાંક
- આરોગ્ય ક્ષેત્રનું બજેટ 10 ટકા વધી શકે છે.
- એમઆરઆઈ જેવા મેડિકલ સાધનો પરની આયાત ડ્યૂટી ઘટી શકે છે.
- મેડિકલ કોલેજોમાં 75 હજાર નવી બેઠકો ઉમેરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવી શકે છે.
પરવડે તેવા આવાસની સુવિધા
- મેટ્રો શહેરોમાં એફોર્ડેબલ હાઉસિંગની કિંમત મર્યાદા 45 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આંકડા અનુસાર, ભારતમાં 1.01 કરોડ પરવડે તેવા મકાનોની અછત છે, જે 2030 સુધીમાં વધી શકે છે.
- હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
Share your comments