Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

MFOI 2024: આ પાર્ટનર ન હોત તો કૃષિ જાગરણની પહેલ શક્ય ન હોત

વર્ષ 2023 ની જેમ વર્ષ 2024 માં પણ ખેડૂતોની ફક્ત તેમના રાજ્ય સુધી નથી પરંતુ તેઓને સમગ્ર વિશ્વ ઓળખે તેના માટે કૃષિ જાગરણના અથક પ્રયાસથી MFOI 2024 (મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા ) એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખેડૂતો માટે કામ કરી રહેલી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસરત કેટલીક કંપની એમએફઓઆઈ 2024 માં પોતાનું યોગદાન આપી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

વર્ષ 2023 ની જેમ વર્ષ 2024 માં પણ ખેડૂતોની ફક્ત તેમના રાજ્ય સુધી નથી પરંતુ તેઓને સમગ્ર વિશ્વ ઓળખે તેના માટે કૃષિ જાગરણના અથક પ્રયાસથી MFOI 2024 (મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા ) એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખેડૂતો માટે કામ કરી રહેલી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસરત કેટલીક કંપની એમએફઓઆઈ 2024 માં પોતાનું યોગદાન આપી રહી છે. જેમાં મહિન્દ્ર ટ્રેક્ટર્સ પ્રાયોજક તરીકે તેમજ સ્ટીલ, એડવાંતા સીડ્સ, બાયોમી ટેક્નોલોજી, નોવેલ ટેક, પ્રસાદ સીડ્સ, ગોયલ વેટ ફાર્મા, ઈન્ડો-અમેરિકા હાઈબ્રિડ સીડ્સ, ઝાયેડેક્સ, સોમાણી સીડ્સ, ઈન્ડિયન વેટીએર ફાઉંડેશન, જીવો એગ્રો અને નોલેજ પાર્ટર તરીકે એસબીઆઈ પણ પોતાનું સહયોગ આપી રહ્યું છે. આ બધી કંપની પોત પોતાની જેમ કૃષિ ક્ષેત્રને આગળ ધપાવવા અને ખેડૂતોની આવકને વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે, તેથી કરીને તેઓ બધા કૃષિ જાગરણની પહેલ એમએફઓઆઈને બિરદાવ્યું છે. આથી કરીને આ આર્ટિલમાં અમે તમારા માટે લઈને આવ્યા છે કૃષિ ક્ષેત્ર માટે સતત કામ કરી રહેલી કંપનીઓના પ્રયાસથી ખેડૂતોને કેવી રીતે ફાયદા થઈ રહ્યો છે તેની માહિતી,જેથી ખેડૂતો પોતાની આસ્થા આ કંપનીઓ દેખાવે અને તેમના સાથે ભેગા મળીને પોતાની આવકમાં વધારો કરીને આગળ વધે-

મહિન્દ્રા ટ્રેક્ટર્સ
મહિન્દ્રા ટ્રેક્ટર્સ

મહિંદ્રા ટ્રેક્ટર્સ

મહિંદ્રા ટ્રેક્ટ્રસ ખેડૂતો માટે શું શું કામ કરી રહી છે, તે કોઈથી છુપાયેલું નથી. મહિન્દ્રા ટેક્ટર્સ દ્વારા નિર્મિત રોટાવેટર, કલ્ટીવેશન મશીન, લણણી માટે મશીન તેમજ ટ્રેક્ટરની અલગ અલગ એટલી શ્રેણી બનાવવામાં આવી છે, જેના ઉપયોગ કરીને ખેડૂતોનું કામ સરળ થઈ રહ્યું છે. ખેડૂતો સામે કોઈ પણ સમસ્યા ઉભી નહી થાય તેનાં માટે 40 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ મહિન્દ્રાની આ પહેલ આજે ગ્લોબલી છે. વધુ જમીન ધરાવતા ખેડૂતોથી લઈને નાના તેમજ સીમાંત ખેડૂતો માટે પણ મહિન્દ્રા ટ્રેક્ટર, ટ્રેક્ટર્સની અલગ અલગ શ્રેણી વિકસાવી છે. જેના આજે ખેડૂતો ઉપયોગ કરીને પોતાના સમય અને પૈસા બંનેની બચત કરી રહ્યા છે. એજ મહિન્દ્રા ટ્રેક્ટર કૃષિ જાગરણના નવોત્થાન MFOI સાથે પ્રાયોજક તરીકે જોડાઈને ખેડૂતોનું બહુમાન કરવા માટે આગળ આવ્યો છે, જેથી દેશના ખેડૂતોએ પોતાના ખેડૂત ભાઈયોથી પ્રેરણ મેળવીને અથક પ્રયાસ કરીને દેશના કૃષિ ક્ષેત્રને આગળ ધપાવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે.

સ્ટીલ ઇંડિયા 

સ્ટીલ ઈન્ડિયા ખેતી માટે થતા નાના મોટા કામોના કારણે થતું સમયના બગાડને અટકાવવા માટે નવીનતમ ઉપકરણો વિકસાવે છે. સ્ટીલ દ્વારા વિકસવવામાં આવેલ નવીનતમ ઉપકરણ થકી ખેડૂતોને સિંચાઈ, નીંદણની સમસ્યા વાવણી માટે જમીન તૈયાર કરવી જેવા ઘણા કાર્યોમાં સહાયતા મળે છે. આથી ખેડૂતોના સમયના સાથે પૈસાની પણ બચત થાય છે. ખેતી હોય કે પછી બાગાયત બધી જગ્યા સ્ટીલના ઉપકરણ વાપરવાથી ખેડૂતોને ઘણો લાભ થાય છે.

બાયોમી ટેક્નોલોજી
બાયોમી ટેક્નોલોજી

બાયોમી ટેક્નોલોજી

બાયોમી ટેક્નોલોજીએ સંપૂર્ણ રીતે જૈવિક સ્ત્રોતોમાંથી મેળવેલી સામગ્રીમાંથી બાયોપ્લાસ્ટિકનું નિર્માણ કરે છે, જેમ કે શેરડી, બટાકાની સ્ટાર્ચ અથવા ઝાડ અને સ્ટ્રોમાંથી સેલ્યુલોઝ. બાયોપ્લાસ્ટિક્સ ઘણીવાર એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેઓ ફૂગ, બેક્ટેરિયા અને ઉત્સેચકો દ્વારા સહાયિત, તેમના ઉપયોગી જીવનના અંતે બાયોડિગ્રેડ અથવા ખાતર બનાવે છે. આથી ખેડૂતોને જૈવિક ખેતી કરવામાં મદદ મળે છે અને તેથી પર્યાવરણને પણ કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. જેમ જેમ બાયોપ્લાસ્ટિક્સ વધે છે તેમ તેમ તેઓ જમીનમાં રહેલા કાર્બનને શોષી લે છે. બાયોપ્લાસ્ટિક્સની ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ ઉર્જા કાર્યક્ષમ હોય છે, જો કે કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ લાભકારી છે.

એડવાંતા
એડવાંતા

એડવાંતા સીડ્સ

એડવાન્તા નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કુદરતી ઉકેલો દ્વારા મૂલ્યવર્ધન અને દુખાળ તેમ જ ખારાશ સહિષ્ણુતા સાથે પાકમાં દેખાતા રોગ,જંતુ અને હર્બિસાઇડ પર પ્રતિકાર કરવા પર ધ્યાન કેંદ્રીત કરે છે. એડવાંતા દ્વારા તૈયાર કરવામાં આવેલ બિયારણ પર રોગનું હુંમલો થતો નથી. એડવાંતા દ્વારા વિકસવવામાં આવેલ બિયારણ પાકને સ્માર્ટ બનાવે છે, તેથી સહિષ્ણુ અને દુષ્કાળ પર પ્રતિરોધક અસર થાય છે તથા પાકની ઉપજ અને ખાસ કરીને એડવાંતા ઉષ્ણકટિબંધઘીય પ્રદેશમાં ખેડૂતોને ખુશીને વેધરપ્રુફ કરી રહ્યા છે.

ઈન્ડો-અમેરિકા હાઈબ્રિડ સીડ્સ

ઈન્ડો-અમેરિકા હાઈબ્રિડ સીડ્સ કોર્પોરેશન ભારતની કૃષિ ક્રાંતિમાં મોખરે રહી છે. તેઓ રોગ-પ્રતિરોધક, ઉચ્ચ ઉપજ આપતા બિયારણો રજૂ કરનારા ભારતની સૌથી પહેલી ખાનગી કંપની છે.જેણે ભારતીય ખેડૂતો માટે કાયમી લેન્ડસ્કેપ બદલી નાખ્યું છે. તેઓ દ્વારા વિકસવામાં આવેલ બિયારણ થકી ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય છે તેમજ તેઓની આવકમાં પણ વધારો થાય છે. MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયી રહેલા ઇન્ડો અમેરિકા હાઇબ્રિડ સીડ્સ કોર્પોરેશન છેલ્લા 58 વર્ષથી ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વધુ ઉપજ આપતા બિયારણ વિકસાવી રહ્યા છે.

નોવેલ ટેક
નોવેલ ટેક

નોવેલ ટેક

નોવેલ ટેક, ચોખા, મકાઈ અને અન્ય અનાજ પ્રક્રિયા ઉદ્યોગો માટે યુનિવર્સલ પ્રોડક્ટ ફૂડ મશીનરી અને હેન્ડલિંગ સાધનોની લાઇન રેન્જની ટોચ પર પહોંચાડીને નિકાસ બજાર તેમજ સ્થાનિક બજારમાં મશીનરીને મહત્તમ સપ્લાય કરવામાં સક્ષમ છે. નોવેલ ટેકના ઉત્પાદનો જેમ કે ડાંગર પરબોઈલ પ્લાન્ટ, ડ્રાયર, બોઈલર, રાઇસ મિલિંગ મશીન, મકાઈ મિલિંગ અને અન્ય અનાજ મિલિંગ મશીનો દ્વારા ખેડૂતોને મોટા ભાગે મદદ કરવામાં આવી રહી છે. ખેડૂતોની આવક વધારવા મોટો ભાગ ભજવી રહેલા નોવેલ ટેક MFOI 2024 માં સહોયોગી તરીકે જોડાશે.

ઝાયેડેક્સ

ZYDEX ફાર્મ રિવાઇવલ પ્રોજેક્ટ દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યો છે, જે એક રાસાયણિક મુક્ત ખેતી પહેલ છે. તેમની ઓર્ગેનિક સર્ટિફાઇડ બાયોફર્ટિલાઇઝર ટેક્નોલોજીમાં એક અનન્ય માટી કન્ડીશનીંગ ક્ષમતા ધરાવે છે જે ખેતરના ખાતરના સંવર્ધનને સંબોધિત કરે છે, જમીનને નરમ અને છિદ્રાળુ બનાવે છે, જ્યારે તેને યોગ્ય જીવવિજ્ઞાન જેમ કે માયકોરિઝા, નાઇટ્રોજન-ફિક્સિંગ બેક્ટેરિયા, ફોસ્ફરસ અને પોટેશિયમ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા (એન) સાથે ઇનોક્યુલેટ કરે છે. તેમજ ઝીંક દ્રાવ્ય બેક્ટેરિયા, વગેરે જો કે ખેડૂતોના પાકના મૂળ અને વૃદ્ધિના તબક્કામાં રાસાયણિક ખાતરના ઇનપુટ્સને સંપૂર્ણપણે દૂર કરવા સક્ષમ બનાવે છે.

ગોયલ વેટ
ગોયલ વેટ

ગોયલ વેટ ફાર્મા  

પશુઓના સ્વાસ્થ્ય માટે કામ કરી રહેલા ગોયલ વેટ ફાર્માં MFOI  2024 માં સહયોગી તરીકે જોડાઈ રહ્યું છે. ગોયલ વેટ ફાર્માની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી 10 લાખથી વધુ પશુઓની સારવાર કરીને તેઓને એક નવા જીવન આપ્યું છે. ગોયલ વેટ ફાર્મં પશુઓની સારવાર હોમ્યોપેથિક દવા આપીને કરે છે. તેંમના મુજબ જો આપણે ભેંસ, ગાય, બકરી તેમજ અન્ય પશુઓની સારવાર હોમ્યોપેથિક તરીકેથી કરીએ છીએ તો તેમના દૂધ શુદ્ધ રહે છે અને તેઓ ફરીથી બીમાર થતા નથી.

પ્રસાદ સીડ્સ  

પ્રસાદ સીડ્સએ સીડ પ્રોસેસિંગમાં ભારતનું સૌથી મોટું આઉટસોર્સ્ડ પાર્ટનર છે, જે વૈશ્વિક બિયારણ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ ટર્નકી સોલ્યુશન્સ પહોંચાડે છે. 30 થી વધુ વર્ષોથી, PSPL સ્કેલની અર્થવ્યવસ્થા જાળવી રાખીને ખેડૂતોને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી અત્યાધુનિક બીજ પ્રક્રિયા માળખાકીય સુવિધાઓ પ્રદાન કરે છે. PSPL ની મુખ્ય વ્યવસાય કુશળતામાં કસ્ટમાઇઝ ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકેજિંગ, સ્ટોરિંગ અને વિતરણનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે તેના એજ પ્રયાસને જોતા પ્રસાદ સીડ્સ MFOI 2024 માં સહોયોગી તરીકે જોડાયું છે.

સોમાની સીડ્સ
સોમાની સીડ્સ

સોમાણી સીડ્સ

ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને જમીનની ફળદ્રુપદાને જાળવી રાખવા માટે શરૂ કરવામાં આવેલ સોમાણી સીડ્સની પહેલ આજે ખેડૂતોને બિરદાવી રહી છે. શાકભાજીના હાઈ ક્વાલિટી હાઈબ્રિડ સીડ્સ વિકસાવામાં આવેલ શાકભાજી જેમ કે મૂળા, ગાજર, પાલક, કારેલા, ટામેટા, વટાણા તેમજ અન્ય શાકભાજી પાકોના વધુ ઉપજ આપનાર બિયારણ આજે ખેડૂતોની આવકમાં વધારો કરી રહ્યા છે, તેમજ જમીનની ફળદ્રુપતાને પણ જાળવી રહ્યું છે. ખેડૂતો માટે સોમાણી સીડ્સના એજ કાર્ય બદલ આજે તેઓ MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયેલું છે.

જીવા એગ્રો

શાકભાજી તેમજ બાગયતી પાકોમાં થતા જંતુ તેમજ રોગના હુમલાને અટકાવવા માટે જીવા એગ્રો દ્વારા ખાતર તૈયાર કરવામાં આવે છે, જો કે 100 ટકા શુદ્ધ અને અસરકારક હોય છે. 59 પ્રોડક્ટ તૈયાર કરનાર જીવા છોડના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે એવા રસાયણ તૈયાર કરે છે, જેના છંટકાવ વાવણીના સમય કરવાથી પાક પર રોગ જીવાત દેખાતા નથી. ખેડૂતોના પાકનું બગાડ નહીં થાય તેના માટે કામ કરી રહેલા જીવા એગ્રો ખેડૂતોનું બહુમાન કરવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયું છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More