ફેબ્રુઆરી 2024માં રજુ થનાર નાણાકીયા બજેટ 2024-25 મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લું બજટ હશે. કેમ કે તેના પછી તો ફેબ્રુઆરીના અંતમાં ક તો પછી માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર સમાજના દરેક વર્ગને કઈંકને કઈંક આપવા માંગે છે. મહિલાઓ હોય કે યુવાઓ કે પછી ખેડૂતો દરેક વર્ગના લોકોને આ બજેટમાં કઈંક મળશે તેવી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ખેડૂતોને શું મળી શકે છે
આ બજેટમાં ખેડૂતોને શું મળશે તેના વિશે પર સરકારના સૂત્રોએ એક માહિતી આપી છે. ખેડૂતોને ખુશ કરીને મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવા માંગે છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. તેમજ સરકાર ખેડૂતોને 3 લાખ સુધીનું લોન પણ આપી શકે છે અને તે પણ 7 ટકાના રાહતના દરે. જણાવી દઈએ તેથી પહેલા ખેડૂતોને 2 ટકાની રાહત મળતી હતી.
ખેડૂતોને લોન આપવા માટે બનાવવામાં આવશે વિભાગ
સરકારના સૂત્રોએ કૃષિ જાગરણ ગુજરાતીને જણાવ્યું કે 25 લાખ કરોડના લોનનું લક્ષ્યાંક મેળવા માટે કેંદ્ર સરકાર દ્વારા એક વિભાગ બનાવવામાં આવશે. તેના હેઠળ સરકાર લોન આપશે અને લોન લેનાર દરેક ખેડૂતની ઓળખ પોતાના પાસે રજિસ્ટ્રડ કરશે. સરકારના સૂત્રોએ જણાવ્યુ કે, આથી દરેક ખેડૂતને લોન મળશે.
હજું સુધી કેટલાક લોકોને આપવામાં આવી લોન
જણાવી દઈએ કે કેંદ્ર સરકાર છેલ્લા 10 વર્ષમાં લક્ષ્યાંક કરતા વધુ લોન આપ્યું છે.સરકારના અધિકારિયો પાસેથી મળેલી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમા 20 લાખ કરોડથી વધુ લોન આપવામાં આવ્યું છે. જો કે તેનું લક્ષ્યાંકના 18.50 લાખ કરોડ હતું. હવે 2024-25ના નાણાકીય વર્ષમાં લોનના નવા લક્ષ્યાંક વઘારીને 25 લાખ કરોડ કરવામાં આવશે તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.
Share your comments