આ પણ વાંચો : માવઠાની લાકડી ખેડૂતોને પડી ભારે, કેરી બાદ કાજુના પાકમાં પણ વ્યાપક નુકશાન
વંથલી યાર્ડમાં હાલમાં ચીકુની સારી આવક નોંધાઇ રહી છે. 20 કિલોનાં 300થી 500 સુધીનાં ભાવ મળી રહયાં છે.સમગ્ર ભારતમાં સારી ગુણવત્તાવાળા રસદાર ચીકુ વંથલી શહેર અને પંથકમાંથી સપ્લાય થાય છે. છેલ્લા 10 વર્ષથી તાલુકામાં ચીકુનાં અઢળક પાક ઉતરી રહયો છે.
યાર્ડમાં 20 કિલોનાં 300થી 500 સુધીનાં મળતા ભાવ
20 કિલોની ચીકુની ભારીનાં હરરાજીમાં 300 થી 500 સુધીનાં ભાવ મળી રહયાં છે. યાર્ડમાં દરરોજ 800 થી પણ વધારે ચીકુની ભારીઓ ઉતરે છે. અમદાવાદ, વડોદરા, સુરતનાં મોટા દલાલોનાં માણસો બે મહિના સુધી જૂનાગઢમાં રહી વંથલીમાંથી ચીકુની ખરીદી કરી અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ, દિલ્હી સહિતનાં શહેરોમાં મોકલે છે જેથી બાગાયતની ખેતી કરનાર ખેડૂતોને પણ સારો ભાવ મળી રહ્યો છે.
પંથકમાં કેરી કરતા ચીકુનું ઉત્પાદન વધ્યું
છેલ્લા 10 વર્ષમાં વંથલી પંથકમાં કેરી કરતા પણ વધારે ચીકુનું ઉત્પાદન થવા લાગ્યું છે. 7 થી 8 મહિના ચીકુનો પાક આવતો હોવાથી ખેડુતોને પણ મહેનત પ્રમાણે વળતર મળે છે.
માવઠાને લીધે નુકશાની
હાલ થોડા દિવસો સુધી ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી માવઠાની જોરદાર અસર ને લીધે અને માવઠાને લીધે ખેડૂતોને મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.
પહેલા 500 થી 900 ભાવ મળતા તેના હવે 300
વંથલીના સારા, મીઠાશથી ભરપુર ચીકુની કિંમત વેપારીઓને ખૂબ સારી મળી રહી હતી પરંતુ હાલમાં માવઠાની અસર ને પગલે બાગાયતમાં ખેડૂતોને ખુબ વધારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેથી હાલ ખેડૂતોને પોતાના મળતા ભાવ માં ફટકો પડ્યો છે.
Share your comments