Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

ભારત વર્તમાન સીઝનમાં કરી શકે છે 70 લાખ ટન ખાંડનો નિકાસ

કોરાના રોગચાળાના કારણે લાગેલા લોકડાઉનના (Lockdown) લીધે સપ્લાય ચેઈનન પર રોક લાગી હતી. જેને હવે દૂર કરવામાં આવ્યુ છે. રોકને દૂર કર્યા પછી ભારતમાં ખાંડની (Sugar) સીઝનમાં 70 લાખ ટન ખાંડનો નિકાસ (Sugar Export) થાય તેની અપેક્ષા કરવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Sugar
Sugar

કોરાના રોગચાળાના કારણે લાગેલા લોકડાઉનના (Lockdown) લીધે સપ્લાય ચેઈનન પર રોક લાગી હતી. જેને હવે દૂર કરવામાં આવ્યુ છે. રોકને દૂર કર્યા પછી ભારતમાં ખાંડની (Sugar) સીઝનમાં 70 લાખ ટન ખાંડનો નિકાસ (Sugar Export) થાય તેની અપેક્ષા કરવામાં આવી છે.

કોરાના રોગચાળાના કારણે લાગેલા લોકડાઉનના (Lockdown) લીધે સપ્લાય ચેઈનન પર રોક લાગી હતી. જેને હવે દૂર કરવામાં આવ્યુ છે. રોકને દૂર કર્યા પછી ભારતમાં ખાંડની (Sugar) સીઝનમાં 70 લાખ ટન ખાંડનો નિકાસ (Sugar Export) થાય તેની અપેક્ષા કરવામાં આવી છે.આગાઉની સીઝનમાં 59.50 લાખ ટન ખાંડનો ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. જેમા હવે 17.64 ટકાનો વધારો થયો છે. ભારતીય ખાંડની નિકાસ સતત બીજા વર્ષે નવી ઉંચાઈયો સુધી પહોંચી વળવી છે.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) ના ડિરેક્ટર જનરલ અબીનાશ વર્માના જણાવ્યા અનુસાર, “ખાંડ વર્ષ 2020-21 માટે શિપમેન્ટ 70 લાખ ટન વધી શકે છે. આ સિઝનના પ્રથમ અગિયાર મહિનામાં (ઓક્ટોબર-ઓગસ્ટ), લગભગ 66.70  ખાંડને બાહેર મોકલવામાં આવ્યુ છેં.

ઈસ્મ મુજબ 6 સપ્ટેમ્બર સુધીમાં, અન્ય 2.29 લાખ ટન ખાંડ બંદરો પર હતી, કાં તો જહાજો પર લોડ કરવામાં આવી હતી અથવા વધુ જહાજોના આગમનની રાહ જોતા ગોડાઉનમાં સંગ્રહિત હતી. વર્તમાન સિઝનમાં હજુ 20 દિવસ બાકી છે તે ધ્યાનમાં લેતાં, વર્તમાન સિઝનમાં કુલ નિકાસ 70 લિટરથી વધી શકે છે

વિપુલ પ્રમાણમાં ઉત્પાદન અને મજબૂત માંગ સિવાય, ભારતીય નિકાસકારો અને ખાંડ મિલોની કોવિડ સમયગાળા દરમિયાન કાર્ગો ખસેડવામાં કાર્યક્ષમતા, ટ્રકની અછત, મજૂરોની અછત અને બંદરની ભીડ જેવા વિઘ્નોને પાર કરીને રેકોર્ડ શિપમેન્ટને સક્ષમ બનાવ્યું છે.

વધુમાં, વર્માએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા વૈશ્વિક વેપાર વર્તુળોમાં ચર્ચા હતી કે ભારતની ખાંડની નિકાસ લોજિસ્ટિક મુદ્દાઓને કારણે 50 લાખ ટન સુધી પહોંચી શકી નથી. “અમે બાકીના વિશ્વને સાબિત કર્યું છે કે તેઓ ખોટા છે. ખાંડ મિલો અને નિકાસકારો બંનેએ ઘણો પ્રયત્ન કર્યો છે. ભારતમાં ખાંડનું ઉત્પાદન 2021-22માં 310 લાખ ટન સુધી પહોંચવાની ધારણ છે.

Sugar Export
Sugar Export

ભારતમાં ખાંડના મુખ્ય બજારો

ભારતીય ખાંડ મોટે ભાગે ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, સોમાલિયા, સંયુક્ત આરબ અમીરાત, ચીન, સાઉદી અરેબિયા અને સુદાન સહિત અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. ઇન્ડોનેશિયા સૌથી લોકપ્રિય સ્થળ હતું, જે કુલ નિકાસમાં 29 ટકા  હિસ્સો ધરાવે છે, ત્યારબાદ અફઘાનિસ્તાન છે, જે કુલ નિકાસમાં 13 ટકા  હિસ્સો ધરાવે છે. આવનારી સિઝન માટે આગાહી અંગે વર્મા માને છે કે ભારત અંદાજે 60 લાખ ટનની નિકાસ કરી શકશે.

અંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ખાંડના ભાવ આશરે 20 સેન્ટપ્રતિ પાઉન્ડની ચાર વર્ષની સપાટી પર છે. દુષ્કાળ અને હિમથી શુષ્ક હવામાનની સ્થિતિના પરિણામે વર્તમાન ખાંડની મોસમ (એપ્રિલ 2021 - માર્ચ 2022) દરમિયાન બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાના સંકેતો હોવા છતાં, વિશ્વના ભાવ સકારાત્મક રહેવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, બ્રાઝિલની આગામી ખાંડની સિઝનમાં 90 વર્ષના સૌથી ખરાબ દુષ્કાળની અસર પડી શકે છે.

પરિણામે, આંતરરાષ્ટ્રીય ખાંડ સંગઠન સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ 1 ઓક્ટોબર, 2021 થી શરૂ થનારી ખાંડની આગામી સિઝન (2021-2022) માં 4-5 મિલિયન ટન ખાંડના ઉત્પાદનની આગાહી કરી છે. .વધુમાં, થાઇલેન્ડમાં ખાંડનું ઉત્પાદન આગલા વર્ષોની સરખામણીમાં આગામી સિઝનમાં વધવાની ધારણા છે, પરંતુ હજુ પણ તેના સામાન્ય ઉત્પાદન 14-14.5 મિલિયન ટન કરતાં લગભગ 3-3.5 મિલિયન ટન ઓછું રહેશે.

થાઈલેન્ડની ખાંડ (Thailand Sugar) જાન્યુઆરી 2022 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ થયો કે ભારતીય ખાંડ મિલોને આગામી મહિનાઓમાં વધારાની ખાંડની નિકાસ કરવાની મજબૂત તક મળશે, જાન્યુઆરી 2022 સુધી અને પછી એપ્રિલ 2022 સુધી, જ્યારે બ્રાઝિલિયન ખાંડ બજારમાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Business

More