Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

મહિને 10 લાખ કમાવવા હોય તો શરૂ કરો આ ધંધો, રોકાણ માત્ર 1 લાખ રૂપિયા

ઓછા રોકાણમાં વધારે નફો કમાવવા માંગો છો અને કોઈ ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે અમે આજે તમને એવા ધંધા વિશે જણાવીશુ કે જેને શરૂ કરવો ખુબજ સરળ છે આ ધંધો શરૂ કરવા માટે તમારે ફક્ત એક નાનકડા ઓરડાની જરૂર પડશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Mushroom Farming
Mushroom Farming

ઓછા રોકાણમાં વધારે નફો કમાવવા માંગો છો અને કોઈ ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે અમે આજે તમને એવા ધંધા વિશે જણાવીશુ કે જેને શરૂ કરવો ખુબજ સરળ છે આ ધંધો શરૂ કરવા માટે તમારે ફક્ત એક નાનકડા ઓરડાની જરૂર પડશે.

બિઝનેસ શરૂ કરવાનો પ્લાન છે. એવો બિઝનેસ જેમાં ઓછુ રોકાણ હોય અને કમાણી ભરપૂર. ઘણા બિઝનેસ કરવા મોટુ રોકાણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક બિઝનેસ લો-કોસ્ટ હોય છે. પરંતુ તેમાં નફો આપવાની ક્ષમતા વધુ હોય છે. આવો એક બિઝનેસ છે, જ્યાં રોકાણની રકમ 1 લાખ રૂપિયા છે. પરંતુ કમાણી 10 લાખ રૂપિયા મહિને છે. આવો એક બિઝનેસ એગ્રીકલ્ચર સાથે જોડાયેલો છે.

એગ્રીકલ્ચર સાથે એક એવો બિઝનેશ સંકળાયેલો છે જેમાં માત્ર એક લાખનુ રોકાણ કરીને મહિને 10 લાખ રૂપિયાનો નફો મેળવી શકાય છે. મશરૂમની ખેતી (How to do mushroom farming) નો બિઝનેસ ખુબ નફો આપવાનો છે. તેમાં ખર્ચના 10 ગણા સુધી ફાયદો (Profit in mushroom Farming) થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગમાં વધારો થયો છે. તેવામાં મશરૂમની ખેતીનો બિઝનેસ ખુબ ફાયદાકારક હોઈ શકે છે. તો ચાલો જાણીએ મશરૂમની ખેતી માટે શું કરવુ પડશે અને કેટલો નફો થશે.

Mushroom
Mushroom

બટન મશરૂમ

  • બજારમાં સૌથી વધુ ડિમાન્ડ બટન મશરૂમની હોય છે.
  • ઓક્ટોબરથી માર્ચની વચ્ચે તેની ખેતી થાય છે.
  • મશરૂમ બનાવવા માટે ઘઉં કે ચોથાના ભૂસાન કેટલાક કેમિકલ્સ સાથે મિક્સ કરી કમ્પોસ્ટ ખાધ તૈયાર કરવામાં આવે છે.
  • કંપોસ્ટ ખાધ તૈયાર થવામાં મહિનાનો સમય લાગે છે. ત્યારબાદ કોઈ કડક જગ્યાએ 6-8 ઇંચ માટી પાછરી મશરૂમના બીજ લગાવવામાં આવે છે, જેને સ્પોનિંગ પણ કરે છે.
  • બીજને કંપોસ્ટથી ઢાંકી દેવામાં આવે છે.
  • આશરે 40-50 દિવસમાં તમારા મશરૂમ કાપીને વેચવા લાયક થઈ જાય છે.
  • દરરોજ મોટી માત્રામાં મશરૂમ મળતા રહેશે.
  • મશરૂમની ખેતી ખુલામાં થતી નથી, તે માટે શેડવાળી જગ્યાની જરૂર પડે છે.

મશરૂમની ખેતીમાં ખર્ચ અને નફાનું પ્રમાણ

  • એક કિલો મશરૂમ પર આશરે 25-30 રૂપિયાનો ખર્ચ આવે છે.
  • બજારમાં મશરૂમની કિંમત 250થી 300 રૂપિયા કિલો હોય છે.
  • મોટા શહેરમાં, મોટી હોટલ કે રેસ્ટોરન્ટને મશરૂમની સપ્લાય કરવા પર કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી શકે છે.
  • બજારમાં સીધુ વેચાણ કરવા પર પણ માર્જિન સારૂ હોય છે.

મશરૂમની ખેતી કરતી વખતે ધ્યાનામાં રાખવાની બાબતો

  • મશરૂમની ખેતીનું સારી રીતે ધ્યાન રાખવું પડે છે. તેથી તેમાં વધુ સ્પર્ધા નથી.
  • મશરૂમની ખેતી માટે સૌથી જરૂરી તાપમાન હોય છે. તેને 15-22 ડિગ્રી સેન્ટીગ્રેટ વચ્ચે ઉગાડવામાં આવે છે.
  • વધુ તાપમાન હોવા પર પાક ખરાબ થઈ શકે છે.
  • વાવેતર માટે ભેજ 80-90 ટકા હોવો જોઈએ.
  • સારા મશરૂમ માટે કંપોસ્ટનું પણ સારૂ હોવુ જરૂરી છે.
  • ખેતી માટે વધુ જૂના બીજ ન લો, તેની અસર ઉત્પાદન પર થાય છે.
  • તાજા મશરૂમની કિંમત વધુ હોય છે, તેથી તૈયાર થતાં જ તેનું વેચાણ કરો.

Share your comments

Subscribe Magazine

More on Business

More