વધતી મોંધવારીના કારણે રસોડાનો બજટ વગડી ગયો છે. ગૃહણીઓ તેલ, શાક, રાંધણ ગેસના વધવા ભાવોના કારણે પરેશાન છે.પરંતુ હવે ગૃણીઓ માટે એક ખુશખબર છે. કેંદ્ર સરકાર સોમવારે ચાલુ નાણકીય વર્ષમાં મ્યાનમારથી 2.5 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર દાળની આયાતને મંજૂરી આપતા નવી પદ્ધતિ નક્કી કરી દીધી છે.
વધતી મોંધવારીના કારણે રસોડાનો બજટ વગડી ગયો છે. ગૃહણીઓ તેલ, શાક, રાંધણ ગેસના વધવા ભાવોના કારણે પરેશાન છે.પરંતુ હવે ગૃણીઓ માટે એક ખુશખબર છે. કેંદ્ર સરકાર સોમવારે ચાલુ નાણકીય વર્ષમાં મ્યાનમારથી 2.5 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર દાળની આયાતને મંજૂરી આપતા નવી પદ્ધતિ નક્કી કરી દીધી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા બાહેર પાડવામાં આવેલ એક નિવેદનમાં માહિતી આપવામાં આવી છે, કે માત્ર મુંબઈ, તુતીકોરિન, ચેન્નઈ, કોલકાતા અને હજીરાના પાંચ બંદરો દ્વારા કઠોળના આયાત કરવામાં આવશે.
ભારત- મ્યાંમાર વચ્ચે એમઓયુ
કઠોળના આયાતને લઈને ભારત અને મ્યાનમાર એક એમઓયુ (MOU) પર સાઈ કર્યુ છે. તેમાં જણાવમાં આવ્યું છે, ભારત અને મ્યાનમાર વચ્ચે થયેલ વેપારમાં 2.5 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે, જેની પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે.
દાળના મોંધા ભાવથી આજાદી
કઠોળના ભાવને જોઈએ તો પાટનગર દિલ્હીના છૂટક બજાર ભાવ નવી ઉંચાઈએ છે. જેમાં રાજમાના ભાવમાં મોટા પાચે વધારે થયુ છે. આના લીધે વેપારીઓના કહેવું છે કે રાજમાના ભાવમાં એક મહિનામાં સૌથી વધુ વધારો થયો છે. તેની કિંમતમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે અન્ય કઠોળના ભાવમાં 5 રૂપિયાથી 10 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી કિંમતોમાં ઘટાડો થવાની શકયતા છે.
સરકાર ખેડૂતો પાસેથી દાળ ખરીદશે
કર્ણાટકમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ખરીફ સિઝનની શરૂઆતમાં મગ અને અડદ જેવી દાળની જાહેર ખરીદી ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્ર સરકારે MSP પર વાજબી સરેરાશ ગુણવત્તાના 30,000 ટન મગ અને 10,000 ટન અડદની ખરીદીને મંજૂરી આપી છે.કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આંકડા મુજબ ડાંગર હેઠળનો વિસ્તાર 400 લાખ હેક્ટરનો આંકડો પાર કરી ગયો છે.
ડાંગરના વાવેતરમાં રાજ્ય મૂજબ વધારો
મધ્ય પ્રદેશમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં 10.69 લાખ હેક્ટર, તેલંગાણામાં 8.19 લાખ હેક્ટર અને ઝારખંડમાં 1.73 લાખ હેક્ટરમાં વધારો થયો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને હરિયાણામાં પણ ડાંગરનો વાવેતર વિસ્તાર વધ્યો છે. કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં દાળનું વધારે વાવેતર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં તેમાં ઘટાડો નોંધાયો છે.
Share your comments