Paytm યુઝર માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે Paytm દ્વારા હવે રોકાણ કરીને પણ હવે વધારાની કમાણી કરી શકાશે તો આવો જાણીએ કે કેવી રીતે શક્ય થશે.
ભારતની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm ને પોતાના IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઈ છે. આ દાવો બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
Paytm ના આવનારા આ IPO ની કિંમત
- Paytm ના આવનારા આ IPO ની કિંમતની વાત કરવામાં આવે તો 16600 કરોડ રૂપિયા છે.
- Paytm ના આ IPO ને અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે.
- જો પેટીએમ તેના રૂ. 16,600 કરોડ ($ 2.2 અબજ) ના આઇપીઓ લક્ષ્યને હાંસલ કરે છે, તો તે 2013 માં કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એકત્ર કરાયેલા રૂ. 15,000 કરોડથી વધી જશે તેવું લાગી રહ્યુ છે.
Paytm નો ડ્રાફ્ટ પેપર
- જુલાઈ મહિનામાં, પેટીએમે ડ્રાફ્ટ પેપર સેબીને સુપરત કર્યો હતો.
- આ ડ્રાફ્ટ પેપરમાં કંપનીએ કહ્યું હતું કે તે નવા શેર દ્વારા રૂ .8,300 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા રૂ .8,300 કરોડ એકત્ર કરશે.
- એટલે કે, કંપની પાસે કુલ 16,600 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.
રિપોર્ટ અનુસાર, Paytm નવેમ્બરમાં શેર માર્કેટમાં લિસ્ટ થશે. પરંતુ રિપોર્ટ અંગે પેટીએમના પ્રતિનિધિએ આ અંગે કોઈ પણ કહ્યુ નથી. અને Paytm દ્વારા સેબીને જે મેઈલ કરવામાં આવ્યો છે તે અંગે હજુ કોઈ પણ પ્રકારનો રીપ્લાય આવ્યો નથી તેવું પેટીએમના પ્રતિનિધિ દ્વારા જણાવાવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો - રોકાણકારો માટે સારા સમાચાર જલદી આવશે LIC નો IPO
Share your comments