Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

અમદાવાદીઓ માટે સારા સમાચા: ઈલેક્ટ્રીક વાહનો ચાર્જ કરવા 300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે.

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં હવે ઈલેક્ટ્રીક કાર કે અન્ય ઈલેક્ટ્રીક વાહનો ચલાવવાનું સરળ બનશે કારણ કે અમદાવાદ મ્યુનિસ્પિપાલ્ટી દ્વારા અમહાવાદ શહેરમાં હવે 300 જગ્યાએ ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનવા જઈ રહ્યા છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Charging stations
Charging stations

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં હવે  ઈલેક્ટ્રીક કાર કે અન્ય ઈલેક્ટ્રીક વાહનો ચલાવવાનું સરળ બનશે કારણ કે અમદાવાદ મ્યુનિસ્પિપાલ્ટી (AMC) દ્વારા અમદાવાદ શહેરમાં હવે 300 જગ્યાએ ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનવા જઈ રહ્યા છે હવે અમદાવાદીને ઈલેક્ટ્રીક હાવનમાં ચાર્જિગ પતી જવાનો ખતરો રહેશે નહી અને જો ચાર્જિગ ખતમ થઈ જશે તો આ 300 નવા બનનારા ચાર્જિંગ સ્ટેશનમાં જઈને પોતાનું વાહન ચાર્જ કરાવી શકશે.

  • કેન્દ્ર અને રાજય સરકારે ઈલેકટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા જાહેર કરેલી નિતી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ પોલીસી-2021 તૈયાર કરવામાં આવી છે.
  • આ પોલીસી હેઠળ આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ 300 સ્થળોએ ઈલેકટ્રિક વાહનોના ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેના લોકેશન નકકી કરવામાં આવશે.
  • ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મ્યુનિ.તરફથી એક રુપિયાના ટોકન ભાડાથી ચોરસ મીટરના ભાડુ નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે. આ સ્થળ ઉપર નિયત કરેલા ચાર્જર લગાવવાના રહેશે.
  • આ તમામ લોકેશનોનો મેપ તૈયાર કરી તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે.અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક વાહનનો વપરાશ વધે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ પોલીસી તૈયાર કરી છે.
  • આ પોલીસી હેઠળ શહેરમાં 300 જેટલા સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે.
  • ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક રૂપિયાના ટોકન ભાડાથી જગ્યા પણ ફાળવશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - હવે પેટ્રોલ-ડીઝલની કારને પણ કનવર્ટ કરો ઈલેક્ટ્રીક કારમાં, કરો બસ આટલુ કાર

આ પણ વાંચો - Hero Splendor ચલાવનારાઓ માટે ખુશખબરી! હવે પેટ્રોલના પૈસા નહીં ચુકવવા પડે, જાણો કેમ ?

Share your comments

Subscribe Magazine

More on Business

More