હુથી બળવાખોરના કારણે દક્ષિણ આફ્રિકાના શિપમેન્ટમાં દેરી થવાના કારણે યૂપોપિયન બજારોમાં ભારતીય દ્રાક્ષની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિમાં 2023-24 ની સિઝનમાં તાજી દ્રાક્ષની નિકાસમાં 10 ટકાનો વઘારો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે દ્રાક્ષ માટે સમગ્ર માર્ચ દરમિયાન દ્રાક્ષના નિકાસની મોસમ ટોચ પર હોવાથી આ વધારો ગયા વર્ષની સરખામણીમાં બમણો હોવાનું કહેવાય છે.
શિપમેન્ટ વોલ્યુમમાં 20 ટકાનો વઘારો
દેશના સૌથી મોટા દ્રાક્ષ નિકાસકાર સ્યાહદારી ફાર્મ્સના સૂત્રો મુજબ દ્રાક્ષના શિપમેન્ટ વોલ્યુમમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે વહેલી લણણીને કારણે આ વખતે નિકાસની સિઝન ગત વર્ષ કરતાં 3 અઠવાડિયા વહેલા શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે શિપમેન્ટ ટ્રાફિક અવરોધને કારણે નૂર ખર્ચ વધી રહ્યો છે, પરંતુ યુરોપ અમારી દ્રાક્ષનું સૌથી મોટું બજાર છે અને ત્યાંથી માંગ વધુ હોવાથી ભાવ પણ સારા છે.
વિતેલા સીઝનમાં ભારચીય દ્રાક્ષનું નિકાસ
ભારતીય દ્રાક્ષની નિકાસની મોસમ મુખ્યત્વે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે હોય છે. નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ હોવા છતાં, આ સિઝનમાં દ્રાક્ષનું ઉત્પાદન સારું રહ્યું છે અને ગુણવત્તા પણ સારી રહી છે. લાલ સમુદ્રના માર્ગમાં આવતા અવરોધોને કારણે દ્રાક્ષની નિકાસમાં બમણો વધારો થવાની ધારણા છે. ભારતે 2022-23ની સિઝનમાં 2.67 લાખ ટન દ્રાક્ષની નિકાસ કરી હતી. માર્ચમાં નિકાસ તેની ટોચ પર રહે છે અને આ વખતે નિકાસ ગયા વર્ષની સરખામણીમાં બમણી જથ્થા સુધી પહોંચી શકે છે.
ભારતીય દ્રાક્ષનું સૌથી મોટો ખરીદનાર નેધરલેન્ડ
યુરોપિયન માર્કેટમાં નેધરલેન્ડ ભારતીય દ્રાક્ષનું સૌથી મોટું ખરીદનાર છે. આ દેશ કુલ ભારતીય દ્રાક્ષના શિપમેન્ટમાંથી 40 ટકા ખરીદે છે. આ સિવાય UAE, UK, રશિયા અને બાંગ્લાદેશ પણ ભારતીય દ્રાક્ષના સૌથી મોટા ખરીદદાર છે. દક્ષિણ આફ્રિકાથી પણ આ દેશોમાં દ્રાક્ષની સપ્લાય કરવામાં આવે છે, પરંતુ વર્તમાન વેપાર માર્ગના અવરોધોને કારણે આ બજારોમાં ભારતીય દ્રાક્ષની માંગ ઝડપથી વધી રહી છે.
Share your comments