ગુજરાતમાં માછલીની ખેતી ઝડપથી વિકાસ પામી રહી છે. ગુજરાતના દરિયા કાંઠે રહેતા દરિયાઈ ખેડૂતોના સાથે પોતાના ખેતરમાં ટેંક ઉભા કરીને ખેડૂતોએ માછલીની ખેતી કરી રહ્યા છે અને તેના થકી લાખોની કમાણી કરી રહ્યા છે. તેઓ ફક્ત માછલીની ઉછેર કરીને તેના વેંચાણ નથી કરી રહ્યા, પરંતુ માછલીના અથાણાથી લઈને ચિપ્સ સુધી ઘણી વસ્તુઓ તૈયાર કરીને તેનો પણ વેચાંણ કરી રહ્યા છે. તેથી કરીને જો માછલીની ખેતીને મુનાફાના સોદા કહેવામાં આવે તો તેઓ ખોટું નહીં ગણાએ.
ગીર સોમનાથના ખેડૂત થયા કરોડપતિ
ગીર સોમનાથના ખેડૂત શલેશ વિજય હરિ સુયાણી 15 વર્ષ પહેલા માછલી ઉછેરની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતાની સાગર મંથન માછીમાર ઉત્થાન પ્રોડ્યુસર કંપની લિમિટેડ હેઠળ માછલીના અથાણું, ચિપ્સ તેમજ બીજી કેટલી ખાવા પીવાની વસ્તુઓ તૈયાર કરીને તેનો વેચાણ કરે છે. આજે તેમના સાથે 7 હજાર દરિયાઈ ખેડૂતો જોડાયેલા છે અને માછલી પાલન થકી લાખોની કમાણી કરી રહ્યા છે. જો ખેડૂત ભાઈયો તમે પણ માછલી ઉછેર થકી પોતાની આવકમાં વધારો કરવા માંગો છો, તો આજના આર્ટિકલ અમે તમને માછલી પાલન કરવામાં તમારે કેટલો ખર્યો આવશે અને તમે કેવી રીતે મુનાફા મેળવી શકો છો તેના વિશેમાં અમે તમને જણાવીશું.
માછલીની ખેતીના પ્રકાર
- માછલીની ખેતીના ઘણા પ્રકારો છે, જે તેમની રચના અને તકનીકમાં ભિન્ન છે:
- તળાવ પદ્ધતિ: પરંપરાગત પદ્ધતિ, જેમાં મીઠા પાણીના તળાવોમાં માછલીઓ ઉછેરવામાં આવે છે.
- કેજ સિસ્ટમ: આમાં માછલીઓને જાળમાં રાખવામાં આવે છે, જે દરિયા અથવા તળાવના પાણીમાં હોય છે.
- રિસર્ક્યુલેટિંગ સિસ્ટમઃ આ એક આધુનિક ટેક્નોલોજી છે, જેમાં પાણીને ફિલ્ટર કરીને રિસાયકલ કરવામાં આવે છે.
- ઈન્ટીગ્રેટેડ મલ્ટિટ્રોફિક એક્વાકલ્ચર (IMTA): આમાં, પાણીના વિવિધ સ્તરોમાં રહેતા સજીવોને એકસાથે ઉછેરવામાં આવે છે.
માછલીની ખેતી કેવી રીતે શરૂ કરવી?
હવે જો તમે વિચારી રહ્યા હોવ કે તમે માછલી ઉછેરનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકો છો, તો તમે આ માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો:
- સૌથી પહેલા આ ઉદ્યોગ વિશે સંશોધન કરો અને યોજના બનાવો. બજારની માંગ, પસંદગીની માછલીની પ્રજાતિઓ અને કાનૂની જરૂરિયાતો વિશે તમારા જ્ઞાનમાં સુધારો કરો.
- બીજું, એવી જગ્યા પસંદ કરો જ્યાં માછલીની જરૂરિયાત મુજબ સ્વચ્છ પાણી અને પર્યાવરણ ઉપલબ્ધ હોય.
- સમજદારીપૂર્વક માછલી પસંદ કરો. તિલાપિયા, કેટફિશ અને સૅલ્મોન જેવી પ્રજાતિઓ ઝડપથી વધે છે અને બજારમાં તેની ખૂબ માંગ છે.
- લાઇસન્સ અને પરમિટ સંબંધિત માહિતી એકત્રિત કરો. FSSAI લાઇસન્સ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો.
- આ વ્યવસાય શરૂ કરતા પહેલા, તમારે તેના માટે બજેટ અને ભંડોળની જરૂર પડશે. આ સમગ્ર વ્યવસાય શરૂ કરવા અને ચલાવવાની કિંમતનો અંદાજ કાઢો અને જો જરૂરી હોય તો, બેંક અથવા NBFC પાસેથી લોન લો.
- ઉપજ માટે સારી જગ્યાએથી માછલીના બીજ ખરીદો. પાણીની ગુણવત્તા પણ નિયમિત તપાસો.
- યોગ્ય ખોરાક અને રોગ વ્યવસ્થાપન પર ધ્યાન આપો. અને પછી તમારા વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો સુધી પહોંચવા માટે સારું માર્કેટિંગ અપનાવો.
માછલી ઉછેરમાં રોકાણની કિંમત
કામ |
ખર્ચ |
જમીન વિકાસ અથવા બાંધકામ |
₹5,000 થી ₹2,00,000 |
માછલીના બીજ |
₹10,000 થી ₹50,000 |
માછલી ખોરાક અને પોષણ |
₹20,000 થી ₹1,00,000 |
માસિક ખર્ચ |
દર મહિને ₹10,000 થી ₹50,000 |
સાધનોની કિંમત |
₹15,000 થી ₹1,00,000 |
માસિક જાળવણી |
₹5,000 થી ₹20,000 |
Share your comments