Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

Budget 2024-25: નાણાપ્રધાને રજુ કર્યો 45 લાખ કરોડથી વધુનું બજેટ, 4 જ્ઞાતિઓ ઉપર ફોકસ

કેંદ્રીય નાણાં પ્રધાન નિર્મસા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લા બજેટ એટલે કે વયગાળાના બજેટને રજુ કરી દીધું છે. જેમાં સમાજના દરેક વર્ગને ભેટ આપવામાં આવી છે. નિર્મલા સીતારણ મહિલાઓ અને ખેડૂતો માટે અલગથી ઘોષણા કરી છે. સીતરામણ દ્વારા રજુ કરાયેલ બજેટની કુળ રાશિ 45 લાખ કરોડ રૂપિયાથી વધુની છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
નાણા પ્રધાને રજુ કર્યો એક લાખ કરોડનું બજેટ
નાણા પ્રધાને રજુ કર્યો એક લાખ કરોડનું બજેટ

કેંદ્રીય નાણાં પ્રધાન નિર્મસા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લા બજેટ એટલે કે વયગાળાના બજેટને રજુ કરી દીધું છે. જેમાં સમાજના દરેક વર્ગને ભેટ આપવામાં આવી છે. નિર્મલા સીતારણ મહિલાઓ અને ખેડૂતો માટે અલગથી ઘોષણા કરી છે. સીતરામણ દ્વારા રજુ કરાયેલ બજેટની કુળ રાશિ 45 લાખ કરોડ રૂપિયાથી વધુની છે.

બજેટ રજુ કરતા નાણાં પ્રધાને જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન યોજના હેઠળ, દર વર્ષે 11.8 કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાયનો લાભ મળી રહ્યો છે. જેમાં નાના ધારકો અને નાના ખેડૂતોનો સમાવેશ થાય છે.તેમજ પીએમ ફસલ બીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આનાથી ખેડૂતોને ખાદ્ય ઉત્પાદનમાં મદદ મળશે

78 લાખ વિક્રેતાઓને ક્રેડિટ સહાય પૂરી પાડી

સીતારમણે વધુમાં કહ્યું કે પીએમ સમૃદ્ધિ યોજનાએ 78 લાખ શેરી વિક્રેતાઓને ક્રેડિટ સહાય પૂરી પાડી છે. તેમાંથી કુલ 2.3 લાખને ત્રીજી વખત ક્રેડિટ મળી છે. ઉપરાંત, પીએમ જનમન યોજના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચી રહી છે. આ કારણે પીએમ વિશ્વકર્મા યોજના સરકાર દ્વારા કારીગરો અને કારીગરોને છેલ્લી મદદ સુધી પહોંચી રહી છે. વિકલાંગ અને ટ્રાન્સજેન્ડર લોકોના સશક્તિકરણની યોજનામાં કોઈને પાછળ ન છોડવાનો અમારો સંકલ્પ છે.

ખેડૂતોની આવક વધારવા માટે ઝડપથી થઈ રહ્યું છે કામ

2024-25 ના બજેટ રજુ કરતા કેંદ્રીય નાણાં પ્રધાને કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેંદ્ર સરકાર ઝડપતી કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશના દરેક માર્કેટ યાર્ડને ઈ-નામથી જોડવામાં આવી રહ્યું છે. તેમજ આપણી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બાહર લાવવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું, કેંદ્ર સરકારે લખપતિ દીદી યોજનાનું લક્ષ્ય વધારીને 2 કરોડથી 3 કરોડ કરી દીધું છે. નાણાં પ્રધાને જણવ્યું કે હજુ સુધી લખપતિ દીદીનો ફાયદા 9 કરોડો મહિલાઓને મળ્યું છે. 

5 વર્ષમાં 2 કરોડ ઘર બનવવાનું લક્ષ્ય

કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આપણી સરકાર આવતા 5 વર્ષમાં 2 કરોડ લોકોને ઘર બનાવીને આપશે. તેમજ આપણું ફોકસ ચાર જ્ઞાતિયો ઉપર છે. મહિલા, ગરીબ, યુવાન અને ખેડૂત. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સ્કીલ ઈન્ડિયા મિશનમાં 1.4 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. 54 લાખ યુવાનોને પ્રશિક્ષિત અને પુનઃ કૌશલ્ય આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 3000 નવી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ, 7 IITs, 16 IIITs, 7 IIMs, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે

Share your comments

Subscribe Magazine

More on Business

More