Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

Budget 2024-25: આવતા મહિના પસાર થશે બજેટ, ખેડૂતોને લઈને થઈ શકે છે મોટી જાહેરાત

કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની પૂર્ણ બહુમતની સરકાર શાસનમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ત્રીજી વખત શાસનમાં આવતાના સાથે જ સરકારના પહેલા 100 દિવસના લક્ષ્ય નક્કી કર્યો છે. જેમાં સરકારના દરેક કેબિનેટ અને રાજ્ય મંત્રી દેશના વિકાસને વેગ આપવા માટે કામ કરશે, જેને લઈને સરકારમાં સામેલ દરેક વ્યક્તિ કામ કરી પણ રહ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની પૂર્ણ બહુમતની સરકાર શાસનમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ત્રીજી વખત શાસનમાં આવતાના સાથે જ સરકારના પહેલા 100 દિવસના લક્ષ્ય નક્કી કર્યો છે. જેમાં સરકારના દરેક કેબિનેટ અને રાજ્ય મંત્રી દેશના વિકાસને વેગ આપવા માટે કામ કરશે, જેને લઈને સરકારમાં સામેલ દરેક વ્યક્તિ કામ કરી પણ રહ્યું છે. એજ વચ્ચે પાર્ટિલિયમેન્ટનું મોનસૂન સત્ર શરૂ થઈ ગયો છે, જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024-25 રજૂ કરશે.

બજેટમાં શું રહેશે ખાસ

મોદી 3.O માં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટમાં આવનારા એક વર્ષ માટે દેશના વિકાસને લઈને ઘણા મોટા નિર્ણય થઈ શકે છે. જેમાં કૃષિ ક્ષેત્ર પર મોટા ભાગે ધ્યાન આપવામા આવવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એમ તો તેની જાહેરાત કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પણ કરી દેવામાં આવી હતી, પરંતુ તેને લઈને કોઈ સ્પષ્ટ ઉત્તર તેમને આપ્યું નહોતા. તેથી કરીને આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આવનાર બજેટમાં શું-શું ખાસ રહેશે જો કે આવતા મહીનામાં પસાર કરવામાં આવશે.

કરને લઈને મળશે મોટી રાહત

સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ આવતા મહિને એટલે કે જુલાઈમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024-25 સંસદમાં રજૂ કરશે અને તેના થકી આવનારા એક વર્ષ સુધી દેશ ચાલશે. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રીએ ટેક્સને લઈને મોટી રાહત આપી શકે છે. જેમાં પાંચ લાખથી વધુ કમાણી કરનાર વ્યક્તિને મોટા ભાગે લાભ મળશે. પરંતુ તેને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે. હવે તે તો 1 જુલાઈના દિવસે જ ખબર પડશે કે નિર્મલા સીતારમણ પોતાના સાથે શું નિર્ણય લઈને આવે છે.

પીએમ કિસાન સન્માન નિધીની રાશિને લઈને વિચાર

કેન્દ્રીય કેબનેટ કક્ષથી બહાર આવેલ માહિતી મુજબ 2024-25 ના બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધી યોજનાની રાશિને વધારવાને લઈને વિચાર કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તેને વધારીને કેન્દ્ર સરકાર 6 હજારથી 10 હજાર સુધી કરી શકે છે. તેમ જ ન્યૂનતમ ગેરેન્ટી યોજના હેઠળ વળતરમાં વધારો તેમ જ મહિલાઓ માટે અલગથી નાણકીય સહાયતા પૂરી પાડવાને લઈને વિચાર કરી રહી છે. હવે સરકાર ખેડૂતોને તેનો લાભ આપે છે કે નહીં તેની ખબર 1 જુલાઈના દિવસે જ પડશે.

મધ્યમ વર્ગને મળશે રાહત

મોટાભાગના સરકારી વિભાગો કરદાતાઓ, ખાસ કરીને મધ્યમ વર્ગને છૂટ આપવાની તરફેણમાં છે. મધ્યમ વર્ગ હંમેશા મોદી સરકારનો સમર્થક રહ્યો છે, પરંતુ હવે તે તેના ટેક્સના બદલામાં આપવામાં આવતી આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પર સવાલો ઉઠાવી રહ્યો છે. 2023 ના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ બનાવવામાં આવી હતી. પરંતુ જો તમે જૂના ટેક્સ શાસનમાં જવા માંગતા હોવ તો તમારે તેને પસંદ કરવું પડશે.

Share your comments

Subscribe Magazine

More on Business

More