કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ 2024 -25 રજૂ કર્યું. આ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મફત વીજળીને લઈને મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દર મહિને લોકોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
એક કરોડ પરિવારોને મળશે મફત વીજળીનો લાભ
નાણામંત્રીએ કહ્યું કે એક કરોડ પરિવારોને મફત વીજળીનો લાભ મળશે. આ એવા પરિવારો હશે જેઓ તેમના ઘરની છત પર સૌર ઉર્જા ગોઠવે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે.નિર્મલાએ કહ્યું કે કોવિડના પડકાર છતાં કેન્દ્ર સરકારે ગરીબોને ઘર આપ્યા. અમે 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ. આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.
પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના દરોમાં કોઈ ફેરફાર નહીં
આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે આયાત ડ્યુટી સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે જ સમયે, 2014 થી, ટેક્સ ફાઇલ કરનારાઓની સંખ્યામાં 2.4 ગણો વધારો થયો છે અને પ્રત્યક્ષ કર સંગ્રહ ત્રણ ગણો થયો છે.સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ અંગે, બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર 2025-26માં રાજકોષીય ખાધને 4.5 ટકા સુધી ઘટાડવા માટે રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર આગળ વધી રહી છે.
જીએસટીનું ટેક્સ બેઝ થયો બમણો
આ ઉપરાંત, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નો ટેક્સ બેઝ નાણાકીય વર્ષ 2014ની સરખામણીય બમણોથી વધુ થઈ ગયો છે.જો આપણે ટેક્સ સ્લેબની વાત કરીએ તો ગત બજેટમાં સરકારે નવી ટેક્સ વ્યવસ્થા લાગુ કરી હતી. આ નિયમમાં કરદાતાએ 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં.આ સિવાય ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ પગારદાર લોકોને 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ છૂટ મળી શકે છે અને અન્ય લોકોને 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ છૂટ મળી શકે છે.
Share your comments