ભારતના લોકોને જીયો સિમથી ઇંટરેનની સૌથી વધારે સ્પીડ આપવા વાળા અને ભારત તથા અશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ગ્રીન એનર્જી માટે પ્રયાસો શરૂ કરી દીધુ છે. ગ્રીન એનર્જી માટે રિલાયાન્સના ચેરમેન નોર્વોજીયન સોલર મોડ્યુલ નિર્માતા આરઈસી ગ્રુપને ચાઈના નેશનલ કેમિકલ કોર્પેથી 1.2 બિલિયનમા ખરીદવાની ઈચ્છા જાહિર કરી છે.
ભારતના લોકોને જીયો સિમથી ઇંટરેનની સૌથી વધારે સ્પીડ આપવા વાળા અને ભારત તથા અશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ગ્રીન એનર્જી માટે પ્રયાસો શરૂ કરી દીધુ છે. ગ્રીન એનર્જી માટે રિલાયાન્સના ચેરમેન નોર્વોજીયન સોલર મોડ્યુલ નિર્માતા આરઈસી ગ્રુપને ચાઈના નેશનલ કેમિકલ કોર્પેથી 1.2 બિલિયનમા ખરીદવાની ઈચ્છા જાહિર કરી છે.
નોંધણીએ છે કે ગ્રીન એનર્જી માટે 75 હજાર કરોડ રૂપિયાના રોકાણ કરવાનો એલાન થયુ છે. જેના કારણે આ પ્રોજેક્ટ માટે રોકાણ કરવામાં આવી રહ્યુ છે.તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ મુકેશ અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના લીધે તેમને 9 લોકો ઉપર વિશ્વાસ મોકયો છે.
ગ્લોબલ બેંકો સાથે વાતચીત
મુકેશ અંબાણીએ ગ્લોબલ બેંકો સાથે કંપનીને ખરીદવા માટે 500થી 600 મિલિયન ડોલરના ફાયનાન્સની વાતચીત કરી રહ્યા છે. બાકીની રકમને ઈક્વિટીના માધ્યમથી ફાયનાન્સ કરવામાં આવશે. આ ઉપરાંત ડીલ રિલાયન્સના ઉર્જા ક્ષેત્રમાં વિસ્તાર કરવાની પોતાની યોજનાને આગળ વધારવા માટે હાઈ એજ ટેક્નોલોજી અને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કેપિબિલિટીઝ સુધી પહોંચવાના દરવાજા ખોલશે.
આરઈસી ગ્રુપની સ્થાપના
જે કંપનીને રિલાયાન્સના ચેરમેન ખરીદવા માંગે છે તે REC ગ્રુપની સ્થાપના વર્ષ 1996માં થઈ હતી. જે રાજ્ય દ્વારા સંચાલિત રસાયણ પ્રમુખ કેમચાઈનાના એક આંતરરાષ્ટ્રીય સદસ્ય છે અને પિરેલી ટાયર્સ અને સિનજેન્ટામાં સૌથી મોટા શેર ધરાવે છે. REC ગ્રુપ સોલર ફોટોવોલ્ટિક પેનલ માટે અગ્રણી યુરોપીય બ્રાન્ડની વાર્ષિક અને પેનલ ઉત્પાદન ક્ષમતા 1.8 ગીગાવોટ છે અને તેને વિશ્વ સ્તર પર લગભગ 10 ગીગાવોટ ક્ષમતા સ્થાપિત કરી છે.
ભારતના 2022નો પ્લાન
ભારત 2022 સુધી 100 ગીગાવોટ સોલરની સાથે 175 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી તૈયાર કરી શકે છે. હાલના સમયમાં સોલર ઈક્વિપમેન્ટ માર્કેટમાં બિજિંગ સ્થિત કંપનીઓ જેવી કે ટ્રિના સોલર લિમિટેડ, ઈટી સોલર અને જિંકોનું વર્ચસ્વ છે. ભારતમાં સોલર સેલ માટે ફક્ત ગીગાવોટ અને સોલર મોડ્યુલ માટે 15 ગીગાવોટની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને એજીએમમાં સોલર એનર્જી અથવા ગ્રીન એનર્જી પર 75 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ માટે કંપની વતી તેમાં કામ કરતી કંપનીઓને હસ્તગત કરવાની પણ યોજના છે. આ પ્રોજેક્ટના આગમન સાથે હવે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે સીધી સ્પર્ધા થશે. જેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તેવી અપેક્ષા છે.
Share your comments