આજે વિશ્વ દૂધ દિવસ છે. તેથી કરીને આજે આ આર્ટિકલ અમે તમને ભારતમાં દૂધના ઉત્પાદના ઇતિહાસ વિશે જણાવીશું. ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં ભારતમાં દૂધનું ઉત્પાદન પાંચ ગણાથી વધી ગયું છે. ભારતમાં 1970 માં શરૂ થયેલ ઓપરેશન ફ્લડથી પહેલા 1968 માં દૂધનું ઉત્પાદન 21.2 મિલિયન ટન હતું, જે હવે 230.6 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને એક ચતુર્થાશ દૂધનું ઉત્પાદન કરે છે. અહી દૂધાળા પશુઓની સંખ્યા પણ સૌથી વધુ છે. છેલ્લા ત્રણ દાયકામાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા અઢી ગણ વધી છે. શહેરીકરણ અને લોકોની આવકમાં વધારો થવાને કારણે દૂધની બનાવટોનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 15 થી 16 ટકા છે અને તેમાં પશુ ક્ષેત્રનું યોગદાન 6 ટકા છે. ભારતનું ડેરી માર્કેટ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે લગભગ 15 ટકાના દરે વઘી રહ્યું છે. વર્ષ 2027 સુધીમાં તે 31 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને કરી હતી દૂધ દિવસની શરૂઆત
દર વર્ષે 1 જૂનના દિવસે દૂધ દિવસની ઉજવણી થાય છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનએ વર્ષ 2001 માં વિશ્વ દૂધ દિવસની શરૂઆત કરી હતી. ત્યારથી જ છેલ્લા 23 વર્ષોથી 1 જૂનના નિમિત્તે દૂધ દિવસની ઉજવણી થાય છે. આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ 'વિશ્વને પોષણ પ્રદાન કરવામાં ડેરીનું મહત્વ' છે.
ભારત ઉપરોક્ત સિદ્ધિઓ છતાં દૂદ ઉત્પાદકતામાં છે પાછળ
ભારત ઉપરોક્ત સિદ્ધિઓ છતાં પણ દૂધ ઉત્પાદકતામાં ઘણા પાછળ છે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું હતું કે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ હોવા છતાં, ભારત પશુઓની ઓછી ઉત્પાદકતા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ભારતમાં પ્રાણી દીઠ ઉત્પાદકતા વાર્ષિક 1600 કિગ્રા છે. યુરોપિયન દેશોમાં તે ચારથી પાંચ ગણું છે અને અમેરિકામાં તે છ ગણાથી વધુ છે. આ જ કારણ છે કે દૂધ ઉત્પાદનોના વિશ્વ બજારમાં ભારતનો હિસ્સો એક ટકા પણ નથી. FAO અનુસાર, 73 ટકા દૂધ ઉત્પાદનો યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ પર્યાવરણીય નિયમોને કારણે ત્યાં ગાયોની સંખ્યા ઘટાડવા માટે પશુઓમાંથી ઉત્સર્જન ઘટાડવાનો પ્રસ્તાવ છે. તેથી, 2035 સુધીમાં ત્યાં દૂધ ઉત્પાદનમાં 20 ટકા ઘટાડો થવાની શક્યતા છે. બીજી બાજુ, એવો અંદાજ છે કે વસ્તી વૃદ્ધિને કારણે ડેરી પ્રોટીનની વિશ્વની માંગ ત્રણ દાયકામાં 70 ટકા વધશે.
ભારત લાભ ઉઠાવવાની સ્થિતિમાં નથી
સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ હોવા છતાં, ભારત હાલમાં આ તકનો લાભ ઉઠાવવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી. અમે ઉત્પાદન કરતા લગભગ તમામ દૂધનો વપરાશ કરીએ છીએ. નિષ્ણાતો કહે છે કે પશુદીઠ દૂધનું ઉત્પાદન વધારવું અને નિકાસ માટે ગુણવત્તામાં સુધારો કરવો જરૂરી છે. ગુણવત્તા માટે, નિષ્ણાતો ચારાથી પ્રોસેસિંગ સુધીના દરેક તબક્કે સુધારાને ધ્યાનમાં લે છે. જો કે, ભારતના ડેરી ક્ષેત્રની સૌથી મોટી તાકાત તેની વિશાળ જૈવવિવિધતા અને દૂધાળા પ્રાણીઓની સૌથી મોટી વસ્તી છે. ડેરી ક્ષેત્ર લોકોને આર્થિક તેમજ પોષણ સુરક્ષા પ્રદાન કરે છે. ભારતમાં ખાસ કરીને મહિલાઓ આ ક્ષેત્રમાં વધુ કામ કરે છે. તેથી તે તેમના સશક્તિકરણ માટેનું એક માધ્યમ પણ છે. એક અંદાજ મુજબ ડેરી સેક્ટરમાં મહિલાઓ દરરોજ 294 મિનિટ કામ કરે છે. દેશના 8 કરોડથી વધુ ખેડૂતો આ ક્ષેત્રમાં જોડાયેલા છે.
ગુજરાતની ભારતની ડેકી ક્ષેત્રના વિકાસમાં છે મહત્વની ભૂમિકા
ભારતમાં ડેરી ક્ષેત્રનો વિકાસ પણ ડેરી સહકારી ચળવળ સાથે જોડાયેલો જોવા મળે છે. આ આઝાદી પહેલાની વાત છે. તત્કાલીન બ્રિટિશ સરકારે મુંબઈ શહેરમાં દૂધની ગુણવત્તા સુધારવાનો નિર્ણય કર્યો. આ માટે નવેમ્બર 1945માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલ્ક સપ્લાય સ્કીમની રચના કરવામાં આવી હતી. આ યોજનામાં મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર કૈરા (ગુજરાત)થી દૂધ વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટ પોલસન નામની કંપનીને આપવામાં આવ્યો હતો જે ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછા ભાવે દૂધ ખરીદતી હતી અને કોર્પોરેશનને ઊંચા ભાવે વેચતી હતી. કંપનીએ દૂધ ખરીદવા માટે કોન્ટ્રાક્ટરોની પણ નિમણૂક કરી હતી. તે કોન્ટ્રાક્ટરોને આ ધંધામાં સૌથી વધુ નફો થતો હતો. ખેડૂતો તેમના પર નિર્ભર હતા. તેમને તેમના નિયત ભાવે જ દૂધ વેચવું પડતું હતું. ખેડૂતોમાં અસંતોષ વધવા લાગ્યો, સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ પર, કૈરાના ખેડૂતોએ ડેરી સહકારી બનાવવાનું અભિયાન શરૂ કર્યું. આ રીતે 1946માં ભારતમાં સહકારી ડેરીની શરૂઆત થઈ. કૈરા જિલ્લાના આણંદમાં પ્રથમ ખેડૂતોની ડેરી સહકારીની રચના કરવામાં આવી હતી, જે અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ)ના નામથી પ્રખ્યાત છે.
કેવી રીતે શરૂ થયુ ઓપરેશન ફ્લડ
1965માં રચાયેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવવામાં મોટો ફાળો છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા ડો. વર્ગીસ કુરિયન તેના પ્રથમ પ્રમુખ હતા. તેમના નેતૃત્વમાં જ 1970માં ઓપરેશન ફ્લડ શરૂ થયું હતું.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સંશોધન મુજબ, દેશમાં દૂધ ઉત્પાદનનો ફક્ત 20 ટકા સંગઠિત ક્ષેત્રમાં અને 34 ટકા અસંગઠિત ક્ષેત્રમાં જાય છે. બાકીના 46 ટકાનો વપરાશ સ્થાનિક રીતે થાય છે. સહકારી સંસ્થાઓની સાથે સંગઠિત ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ પણ છે. આમાં સહકારીનો હિસ્સો 80 ટકા છે. જો કે સહકારી માળખું માત્ર પશ્ચિમ અને ઉત્તરના રાજ્યોમાં જ મજબૂત બન્યું છે, પરંતુ દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં તે પ્રમાણમાં નબળું છે.
હાલમાં, દેશમાં 27 રાજ્ય સ્તરીય માર્કેટિંગ ફેડરેશન, 228 ડેરી સહકારી દૂધ સંઘો અને 2.28 લાખથી વધુ ગ્રામ્ય સ્તરની ડેરી સહકારી મંડળીઓ આ સંઘો હેઠળ છે. 1.8 કરોડ ખેડૂતો આ ડેરી સહકારી સાથે સંકળાયેલા છે. સહકારી દ્વારા દરરોજ 5.8 કરોડ કિલો દૂધ ખરીદવામાં આવે છે. તેમાંથી લગભગ 65% દૂધ તરીકે અને બાકીનું મૂલ્ય વર્ધિત ઉત્પાદનો તરીકે વેચાય છે.જો આપણે ભારતમાં દૂધ ઉત્પાદન કરતા ટોચ પાંચ રાજ્યોની વાત કરીએ તો ગમે ગુજરાતથી દૂધ ભારતને ક્ષેષ્ઠ બનવવાની પહેલ શરૂ થઈ હોય પરંતુ આજે ગુજરાત દૂધ ઉત્પાદનમાં ભારતમાં ચૌધા ક્રમે આવેલ છે. ગુજરાથી પહેલા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ આવે છે, જ્યારે ગુજરાત પછી પાંચમાં ક્રમે આંધ્ર પ્રદેશ છે.
જાતિ સુધારણા, સંતુલિત આહાર અને પશુ આરોગ્ય
ભારતમાં મોટાભાગના ડેરી ખેડૂતો નાના છે અને તેમના પશુઓની ઉત્પાદકતા પણ ઘણી ઓછી છે. NDDB ના વર્તમાન ચેરમેન ડૉ. મીનેશ શાહ, જાગરણ પ્રાઇમને કહે છે, “અમે ઉત્પાદકતા વધારવા માટે મુખ્યત્વે ત્રણ બાબતો કરી રહ્યા છીએ. સંવર્ધન દ્વારા જાતિમાં સુધારો કરવો, સંતુલિત આહાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવામાં ખેડૂતને મદદ કરવી અને પશુઓની તંદુરસ્તી જાળવીને ઉત્પાદકતામાં વધારો કરવો.તેમણે કહેવું છે કે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનવા છતાં, ભારત ડેરીની ઓછી ઉત્પાદકતા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. "આ માટે, આપણે આપણા ડેરી પ્રાણીઓના પોષણમાં સુધારો કરવાની જરૂર છે અને સ્વદેશી પ્રાણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે તેઓ હવામાન પરિવર્તન માટે વધુ સહનશીલ છે." તેમણે કહ્યું કે NDRI 100 વર્ષથી વધુ સમયથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે કામ કરી રહ્યું છે. તે ડેરી ખેડૂતો અને ડેરી ઉદ્યોગને નવી સાબિત ટેકનોલોજી સાથે તાલીમ પણ આપી રહ્યું છે.
દરેક સ્તરે વૈજ્ઞાનિક પ્રક્રિયા અપનાવવી જરૂરી છે
ઉત્પાદકતા કેવી રીતે સુધારી શકાય આ પ્રશ્ન પર, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાતના વાઇસ ચાન્સેલર ડો.એન.એચ. કેલાવાલા કહે છે, “ફીડિંગ, બ્રીડિંગ અને મેનેજમેન્ટના દરેક સ્તરે સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા અપનાવવી પડશે. હાલમાં, એક ગાય 5 લિટર અને બીજી ગાય 10 લિટર દૂધ આપે છે, તેથી અમે બંનેને સમાન ચારો આપીએ છીએ, જ્યારે બંનેને અલગ-અલગ ખોરાકની જરૂર છે. કેલાવાલાના કહેવા પ્રમાણે, વિકસિત દેશોમાં દૂધ આપવાનું બંધ કરી દેતી ગાયોને રાખવામાં આવતી નથી, પરંતુ ભારતમાં માન્યતાઓ અને પરંપરાઓને કારણે આ શક્ય નથી. અહીં ઓછી સરેરાશ ઉત્પાદકતાનું આ પણ એક કારણ છે. તેથી વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવીને પશુદીઠ દૂધ ઉત્પાદન વધારવું એ શ્રેષ્ઠ ઉપાય છે. તેમનો દાવો છે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને ભારતમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગણું વધારી શકાય છે.
બ્રાઝિલ ગાયોની સૌથી શ્રેષ્ઠ જાત ગીરને પોતાના સાથે લઈ ગયા હતા
કેલાવાલાએ જણાવ્યું કે 1960ના દાયકામાં ગુજરાતથી ગીર ગાય બ્રાઝિલ લઈ જવામાં આવી હતી. જો કે દરરોજ 40 લિટર દૂધ આપે છે. તેનો અર્થ એ કે તેની પાસે તે ક્ષમતા છે. આ માટે તેણે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે. ભારતે હમણાં જ આ દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે. તેઓ બીજી એક વાત કહે છે. વિકસિત દેશોમાં મોટા ખેતરો છે, જ્યાં સેંકડો ગાયો છે. તેઓ તેમના માટે ડૉક્ટર પણ રાખી શકે છે. પરંતુ ભારતમાં મોટાભાગના દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો નાના છે, તેમના માટે આ શક્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં એક મોટી સમસ્યા ડેટા રેકોર્ડિંગની પણ છે. વિકસિત દેશોમાં ગાય સવાર-સાંજ દૂધ આપતી હોવાનો રેકોર્ડ છે. રોજ 30 લીટર દૂધ આપતી ગાય 25 લીટર દૂધ આપે તો તરત જ ખબર પડે છે. તેને કોઈ બીમારી છે કે કેમ તે જોવાનું છે. પરંતુ તેના માટે ડાટાના અછત છે, જેથી કરીને આ બધુ મુશ્કેલ બની રહ્યું છે.
સ્વચ્છ દૂધ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી પડશે
ડૉ. કેલાવાલા કહે છે કે, નિકાસ માટે સ્વચ્છ દૂધ ઉત્પાદનની પદ્ધતિ અપનાવવી જરૂરી છે, કારણ કે યુરોપિયન દેશોમાં ગુણવત્તાના ધોરણો ખૂબ કડક છે. આપણે પ્રાણીઓને જે ચારો આપીએ છીએ તેમાં જંતુનાશકો હોય છે. અમારે તે સ્તરથી જ કામ શરૂ કરવાની જરૂર છે જેથી દૂધમાં જંતુનાશકોના નિશાન ન રહે. અન્ય દેશોમાં, ગાયોની ઉચ્ચ ઉત્પાદકતાના કારણે, ડેરી ખેડૂતો મિલ્કિંગ મશીનનો ઉપયોગ કરે છે. ભારતમાં ઉત્પાદકતા ઓછી છે તેથી મશીન મિલ્કિંગ શક્ય નથી.
ડેરી ક્ષેત્રની સમસ્યા
નિષ્ણાતો મુજબ ભારતમાં ઘણા ડેરી પ્રાણીઓ ઓછી ઉપજ આપતી સ્વદેશી જાતિઓ છે. સારી ગુણવત્તાના ઘાસચારાની અપૂરતી ઉપલબ્ધતાને કારણે પોષણની સમસ્યા પણ છે. તેના કારણે દૂધ ઉત્પાદનની ઊંચા કિંમત આવે છે. પશુઓની નિયમિત દેખભાળ કરવાથી ખેડૂતોનો ખર્ચ પણ વધે છે કારણ કે તેમને દવાઓ વગેરે પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. દૂધ દોહવા અને પશુઓની દેખભાળ માટે મજૂરો રાખવાનો ખર્ચ પણ છે. આ ઉપરાંત ખેડૂતોને તકની કિંમતની પણ જાણ હોતી નથી, જેના કારણે જો તેઓએ અન્ય કોઈ વિકલ્પ અપનાવ્યો હોત તો તેમને કેટલો નફો મળત તે જાણી શકાતું નથી.
દૂધ ઉત્પાદન વધારવા માટે સરકાર શું કરી રહી છે?
ડેરી સેક્ટરના વિકાસ માટે સરકારે ઘણાં પગલાં લીધાં છે. ઓટોમેટિક રૂટ દ્વારા પશુપાલનમાં 100 ટકા વિદેશી રોકાણની મંજૂરી છે. ફૂડ સેક્ટરમાં 40 ટકા FDI માત્ર ડેરી સેક્ટરમાં આવ્યું છે. દૂધ પ્રોસેસિંગ અને ચિલિંગ પ્લાન્ટને અપગ્રેડ કરવા માટે ડેરી પ્રોસેસિંગ અને ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, લોન પર 2.5 ટકા વ્યાજ સબસિડી ઉપલબ્ધ છે. આત્મનિર્ભર ભારત પેકેજમાં રૂ. 15000 કરોડનું પશુપાલન ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દૂધ અને માંસની પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારવાનો અને નિકાસમાં વધારો કરવાનો છે. આ અંતર્ગત લોન પરના વ્યાજમાં 3 ટકા રિબેટ મળે છે.
રાષ્ટ્રીય ગોકુલ મિશનને લંબાવવામાં આવ્યું
રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ 2021-22 થી 2025-26 માટે છે. તેનું બજેટ 1790 કરોડ રૂપિયા છે. તેનો ઉદ્દેશ્ય દૂધ અને તેના ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા, સંગઠિત ક્ષેત્રમાં પ્રાપ્તિ, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ વધારવાનો છે. દૂધ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અને ખેડૂતો માટે ડેરી ક્ષેત્રને વધુ નફાકારક બનાવવા માટે, રાષ્ટ્રીય ગોકુલ મિશનને 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ 6.21 કરોડ પશુઓને આવરી લેવામાં આવ્યા હતા. આ મિશનથી ચાર કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ, ગ્રામ્ય સ્તરે 84.4 લાખ લિટરની ઠંડુ કરવાની ક્ષમતાવાળા 3864 બલ્ક મિલ્ક કુલર સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સરકારના રોકાણ પર નિષ્ણાતોનું શું મત છે?
પ્રાપ્ત માહિતી મુજબ ભારતનો ડેરી ઉદ્યોગ $182 બિલિયનનો છે જો કે 2028 સુધીમાં $380 બિલિયન થવાની શક્યતા છે. શહેરીકરણાં વધારોના કારણે દેશમાં દૂધની માંગણી પણ વધી છે. જો કે વર્ષ 2027 સુધીમાં 37 ટકા પહોંચવાની શક્યતા છે. બીજી સૌથી મોટી સમસ્યા દેશમાં વસ્તીનું વધારો છે, જેના કારણે પણ દૂધની માંગણી વધશે. દૂધની માંગણી વધશે તો સરકારે દૂધ ઉત્પાદન માટે વધુ બજેટ ફાળવું પડશે, એક માહિતી મુજબ વર્ષ 1991 માં, દેશની વસ્તીમાં 15-65 વય જૂથનું પ્રમાણ 55.4% હતું, જે 2022 માં વધીને 67.45 ટકા સુધી પહોંચી ગઈ હતી. નિષ્ણાતો મુજબ ડેરી સેક્ટરમાં 12-13 કરોડ ટન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે આથી કરીને સરકારે દૂધના ઉત્પાદનના ક્ષેત્રમાં વધુમાં વધુ રોકાણ કરવું જોઈએ.
Share your comments