ભારત સરકાર દૂધના ઉત્પાદન વધારવા માટે ઘણા પ્રયોગો કરી રહી છે. હવે તેઓ દેશમાં દેશી ગાયોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ કર્યા છે.જેને લઈને સરકાર દ્વારા ઘણા કારણો જણાવવામાં આવ્યા છે.કેટલાક કારણો એવા છે જેમની તમને ખબર હશે પરંતુ કેટલાક એવા પણ છે જેણે જાણીને તમને આશ્ચર્ય થશે. વાત જાણો એમ છે કે જે વિસ્તારમાં આબોહવા પ્રાણીઓ માટે અનુકુળ છે, તે વિસ્તારમાં તે પ્રાણીઓને સરળતાથી પાળી શકાય છે. આથી દેશી ગાય આપણા પર્યાવરણ માટે યોગ્ય છે. આ ગાયો પર્યાવરણ અનુસાર પોતાને સમાયોજિત કરે છે. તેનાથી વિપરીત, વિદેશી જાતિના પ્રાણીઓ વધુ ગરમી સહન કરી શકતા નથી. આબોહવા આ પ્રાણીઓને સીધી અને પરોક્ષ રીતે અસર કરે છે. તેમં જ પ્રતિકૂળ વાતાવરણને કારણે તેમને અનેક બીમારીઓનો સામનો પણ કરવો પડે છે.
દેશી ગાયો કરતા વધુ બીમાર થાય છે વિદેશી ગાય
જો આપણે તેના સૌથી મહત્વપૂર્ણ કારણ જોવા જઈએ તો વિદેશી ગાયો, દેશી ગાયો કરતાં વધુ બીમાર પડી રહી છે. દેશી ગાય પાછળ ખર્ચ ઓછો કરવો પડે છે અને જો દેશમાં કુદરતી ખેતી વધારવાનું છે તો તેના માટે દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવું જોઈએ. તે જ સમય દેશી ગાયોના છાણ અને મૂત્રથી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. કૃષિમાં ઇન્પૂટની કિંમત ઘણી હદ સુઘી ઘટાડી શકાય છે. આજે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શા માટે દેશી ગાયના છાણ વિદેશી ગાયની છાણ કરતાં વધુ સારૂં કેમ છે અને તેનો ઉપયોગ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં કેમ કરવામાં આવે છે.
દેશી ગાયના છાણની વિશેષતા
પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. તેથી, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારોએ તેમને ઉછેરનારાઓને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ તેના એક મેગેઝીનમાં જણાવ્યું છે કે સ્થાનિક ગાયના એક ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ સુક્ષ્મજીવો હોય છે, જ્યારે વિદેશી ગાયના એક ગ્રામ છાણમાં માત્ર 78 લાખ સુક્ષ્મજીવો જોવા મળે છે.
ખેતીમાં સુક્ષ્મસજીવોના ફાયદા
- સૂક્ષ્મજીવો છોડના વિકાસમાં મદદ કરે છે.
- સૂક્ષ્મજીવો પાકની ઉપજમાં વધારો કરે છે.
- આ છોડને પોષક તત્વો પ્રદાન કરે છે.
- જમીનનો pH જાળવી રાખે છે.
- પોષક તત્વો અને ખનિજોને સંતુલિત રાખે છે
- સુક્ષ્મસજીવો રોગકારક અને ફૂગનો નાશ કરવામાં મદદ કરે છે.
- જીવાતો અને છોડના રોગોને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
દેશી ગાયોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો
પશુ ચિકિત્સા વૈજ્ઞાનિકો જણાવ્યા અનુસાર, ગાયોની સ્વદેશી જાતિઓ સદીઓથી વિવિધ સંસ્કૃતિઓ અને સમાજોનો અભિન્ન ભાગ રહી છે. ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓ અને તેમના સંબંધિત વિસ્તારોની ઉપલબ્ધ ઘાસચારાના સંસાધનોને અનુરૂપ પશુઓની વિવિધ જાતિઓ સમયાંતરે વિકસિત થઈ છે. હાલમાં, વેચુર, પુંગનુર, કૃષ્ણા વેલી, બરગુર, પોંવર, બિંજારપુરી, રેડ સિંધી, સાહિવાલ, થરપારકર અને અમૃતમહલ જેવી સ્વદેશી જાતિઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેવટે જો આપણે પોષ્ટિક દૂધના ઉત્પાદનમાં વધારો કરવું છે કે પછી કુદરતી ખેતી કરીને શુદ્ધ પાક મેળવ્યું છે તો તેના માટે અમારે દેશી ગાયની ઉછેક ચોક્કસ પણ કરવી પડશે.
Share your comments