લોકસભા ચૂંટણીમાં જીત માટે દરેક દળ પોતપોતાના રીતે પ્રચાર કરી રહ્યા છે. એજ સંદર્ભમાં આપણા પીએમ નરેંદ્રભાઈ મોદી પણ પોતાના માટે મતની માંગણી કરી રહ્યા છે. પરંતુ ત્યાં પીએમ ખેડૂતોને એક સંદેશ પણ આપી રહ્યા છે અને પોતાની દરેક સભામાં આ વિશે ઉપર ભાર મુકી રહ્યા છે. જણાવી દઈએ પીએમ મોદી તેના ઉપર ભાર મતો માટે નથી મુકી રહ્યા, પરંતુ ખેડૂતો અને તેમાં પણ પશુપાલકોને કોઈ પણ પ્રકારના નુકસાન વેઠવું નહીં પડે તેના માટે મુકી રહ્યા છે.
પીએમ મોદી મુકી રહ્યા છે ફૂટ-એન્ડ-માઉથ (FMD) પર ભાર
વડા પ્રધાને પોતાની દરેક ચૂંટણી સભામાં ફૂટ-એન્ડ-માઉથ પર સતત ભાર મુકી રહ્યા છે. હાલમાં જ પીએમ મોદીએ બિહારના જમુઈમાં રેલી કરી હતી અને ત્યાં પણ પોતાના સંબોઘનમાં પીએમએ તેના વિશેમાં લોકોને જણાવ્યું હતું. પીએમ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આગામી 6 વર્ષમાં રોગ પર નિયંત્રણ મેળવવામાં આવશે. તમને જણાવી દઈએ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાત દરમિયાન પણ પીએમ આ ખતરનાક બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન પણ ગુજરાત સરકારને આ બીમારીને કંટ્રોલ કરવા માટે મોટી રાશિ ફાળવામાં આવી હતી.
શા માટે પીએમ કરી રહ્યા છે સતત ઉલ્લેખ?
પીએમ મોદી પ્રાણીઓની આ બીમારીનો સતત ઉલ્લેખ કેમ કરી રહ્યા છે? રોગને દૂર કરવા માટે છ વર્ષની સમય મર્યાદા શા માટે રાખવામાં આવી છે? આનાથી પશુપાલકો અને ડેરી વેપારીઓને કેટલો ફાયદો થશે? આ વિશે વધુ માહિતી મેળવવા માટે,કૃષિ જાગરણ ગુજરાતીએ કેટલાક ડેરી નિષ્ણાતો સાથે વાત કરી અને તેની પાછળનું મુખ્ય કારણ શોધી કાઢ્યું. આ વિશેને લઈને વિટાના પ્લાન્ટના જનરલ મેનેજર ચરણજીત સિંઘે જણાવ્યું હતું કે એફએમડી ફ્રી હોવાથી પ્રાણીઓનો સૌથી મોટો ફાયદો માંસ અને ડેરી સેક્ટરને મળશે.
હાલમાં આપણા દેશમાંથી લગભગ 25 હજાર કરોડ રૂપિયાના ભેંસના માંસની નિકાસ થાય છે. પરંતુ એફએમડીના કારણે યુરોપિયન યુનિયન અને વિકસિત દેશો અત્યારે અમારા ગ્રાહકો નથી. પરંતુ જેમ જ અમને FMD ફ્રી ઝોનનું પ્રમાણપત્ર મળવાનું શરૂ થશે, આ દેશો પણ અમારી પાસેથી માંસ ખરીદવાનું શરૂ કરશે. યુરોપિયન યુનિયન અને વિકસિત દેશો પણ માંસ માટેનું મોટું બજાર છે. આ ઉપરાંત, અમારી પાસેથી ડેરી ઉત્પાદનોની નિકાસ પણ 300 મિલિયન રૂપિયાની છે, આને પણ મોટું પ્રોત્સાહન મળશે.
95 ટકાથી વધુ એફએમડી રસિકરણ કરવામાં આવ્યું
ડેરી નિષ્ણાત મુજબ ઘણા રાજ્યોમાં FMD રસીકરણ 90 અને 95 ટકાથી ઉપર પહોંચી ગયું છે. ત્રીજો તબક્કો પૂરો થતાંની સાથે જ ઘણા રાજ્યોમાં રસીકરણનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. જો કે સમગ્ર દેશને FMD મુક્ત થવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ આ સમય દરમિયાન કેટલાક રાજ્યોને FMD મુક્ત ઝોન જાહેર કરવામાં આવશે. આવા રાજ્યોના રિપોર્ટ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ એનિમલ હેલ્થને સુપરત કરવામાં આવશે. જે પછી ત્યાંથી FMD ફ્રી ઝોનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. મંત્રાલયના અહેવાલ મુજબ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ગુજરાત, પંજાબ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને મધ્ય પ્રદેશમાં 90 અને 95 ટકાથી વધુ FMD રસીકરણ કરવામાં આવ્યું છે.
Share your comments