દેશમાં પશુપાલન લાખો લોકોને સારી રોજગારી આપી રહ્યો છે. બજારમાં પણ દૂધ અને તેના ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ સંજોગોમાં એવા પશુઓની માંગ પણ વધારે છે કે જે દૂધ ઉત્પાદનોમાં સૌથી આગળ હોય. મોટાભાગના પશુપાલક ગાયને દૂધાળુ પશુ તરીકે પાલન કરવાનું પસંદ કરે છે. ગાયની નવી નસ્લ છે, જેથી દરરોજ 50 લીટરથી વધારે દૂધ પ્રાપ્ત કરી શકાય છે. ગાયનું દૂધ ખૂબ જ પોષ્ટીક પણ માનવામાં આવે છે. માટે હંમેશા બજારમાં તેની માંગ જળવાઈ રહે છે. પણ ખૂબ જ ઓછા પશુપાલક જાણે છે કે દેશમાં અનેક એવી ગાયો છે કે જે દરરોજ 80 લીટર સુધી દૂધ આપી શકે છે. તો ચાલો તમને ભારતમાં સૌથી વધારે દૂધ આપનારી ગાયોના વિશે જાણકારી આપીએ..
ગુજરાતની ગાય
દેશમાં આ ગાય સૌથી વધારે દૂધ આપતી ગાયના નામથી ઓળખવામાં આવે છે. ગીર ગાયના આંચળ મોટા હોય છે. માટે તેનું દૂધ ઓછામાં ઓછા 4 લોકો દોહે છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. માટે તેનું નામ ગીર ગાય રાખવામાં આવ્યું. આ ગાયની વિદેશોમાં ઘણી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝીલ અને ઈઝરાઈલમાં મુખ્યત્વે તેનો ઉછેર કરવામાં આવે છે. આ ગાયની વિશેષતા એ છે કે દરરોજ તે 50થી 80 લીટર દૂધ આપે છે.
સાહિવાલ ગાય
આ ગાયને યુપી, હરિયાણા, મધ્ય પ્રદેશમાં વિશેષ ઉછેર કરવામાં આવે છે. જો આ ગાયના દૂધની આપવાની ક્ષમતા અંગે વાત કરવામાં આવે તો તે વર્ષે 2000થી 3000 લીટર દૂધ આપે છે. એટલે જ તો પશુપાલક આ ગાયનો ઉછેર કરવાનું વિશેષ પસંદ કરે છે. આ ગાયની વિશેષતા એ છે કે તે એક વાછડાને જન્મ આપી આશરે 10 મહિના સુધી દૂધ આપી શકે છે.
રાઠી ગાય
આ ગાય રાજસ્થાનના ગંગાનગર, બીકાનેર અને જૈસલમેર વિસ્તારમાં જોવા મળે છે, પણ આજકાલ ગુજરાતમાં પણ રાઠી ગાયોનો ઉછેર કરવામાં આવે છે. ગાયની આ જાત વધારે દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. તેનાથી દરરોજ 6થી 8 લીટર સુધી દૂધ પ્રાપ્ત કરી શકાય છે. અનેક પશુપાલક આ ગાયથી દરરોજ 15 લીટર સુધી દૂધ મેળવી શકે છે. તેનો વજન લગભગ 280થી 300 કિલોગ્રામ સુધી હોય છે.
લાલ સિંધી ગાય
આ ગાય સિંધ વિસ્તારમાં જોવા મળે છે, માટે તેને લાલ સિંધી ગાય કહેવામાં આવે છે. હવે આ ગાય પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સામાં પણ જોવા મળે છે. દેશમાં વધારે દૂધ ઉત્પાદન માટે આ ગાય જાણીતી છે. આ ગાય પણ 2000થી 3000 લીટર સુધી પ્રતિ વર્ષ દૂધ આપે છે.
Share your comments