Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ભારતમાં સૌથી વધારે દૂધ આપતી ભેંસની આ 4 નસ્લ

આપણા દેશની વસ્તીનો એક મોટો ભાગ ભેંસ ઉછેર સાથે સંકળાયેલ છે. અહીં ભેંસની અનેક નસ્લો છે. કેન્દ્રીય ભેંસ સંશોધન સંસ્થાના મત પ્રમાણે ભેંસોની નાગપુરી, પંઢરપુરી, બન્ની, મુર્રા, નીલીરાવી, જાફરાબાદી, ચિલ્કા, ભદાવરી, સુરતી, મહેસાણી, તોડા સહિત 26 પ્રકારની જાતોનું ઉછેર કરવામાં આવે છે.

KJ Staff
KJ Staff

આપણા દેશની વસ્તીનો એક મોટો ભાગ ભેંસ ઉછેર સાથે સંકળાયેલ છે. અહીં ભેંસની અનેક નસ્લો છે. કેન્દ્રીય ભેંસ સંશોધન સંસ્થાના મત પ્રમાણે ભેંસોની નાગપુરી, પંઢરપુરી, બન્ની, મુર્રા, નીલીરાવી, જાફરાબાદી, ચિલ્કા, ભદાવરી, સુરતી, મહેસાણી, તોડા સહિત 26 પ્રકારની જાતોનું ઉછેર કરવામાં આવે છે.

આ પૈકી 12 જાતો રજીસ્ટર્ડ છે, જે સૌથી વધારે પ્રમાણમાં દૂધ આપવા માટે ઓળખ ધરાવે છે. આ પૈકી મહેસાણા, સુરતી તથા તોડા જેવી ભેંસનો પણ સમાવેશ થાય છે. આ સંજોગોમાં અમે તમને ભેંસની આ જાતો અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

સુરતી ભેંસ

આ જાત ગુજરાતના ખેડા અને વડોદરા જેવા વિસ્તારોમાં જોવા મળે છે. તેનો રંગ ભૂરો, સિલ્વર સલેટી અથવા કાળો હોય છે. તે કદમાં મધ્યમ હોય છે, સાથે જ ધડ નુકીલુ અને માથું લાંબુ હોય છે. તેના શિંગડા દાંતા આકારના હોય છે. તે સરેરાશ ઉત્પાદન 1200થી 1500 કિલો પ્રતિ બ્યાંત હોય છે.

તોડા ભેંસ

આદિવાસીઓના નામ પર ભેંસની આ જાતનું નામ તોડા રાખવામાં આવ્યુ છે. તે તમિલનાડુના નીલગીરી પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. આ જાતના શરીર પર મોટા પ્રમાણમાં વાળ હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ક્ષમતા પ્રતિ બ્યાંત 500થી 600 કિલોગ્રામ હોય છે. ખાસ વાત એ છે કે દૂધમાં 8 ટકા ચરબીનું પ્રમાણ હોય છે.

ચિલ્કા ભેંસ

ભેંસની આ જાતને ઉડીસા કટક, ગંજમ, પુરી અને ખુર્દા જિલ્લામાં જોવા મળે છે. આ ભેંસનું નામ ઓડીસાના ચિલ્કા સરોવરના નામ પરથી પાડવામાં આવ્યુ છે. તેને દેશી નામ સાથે પણ જોડવામાં આવ્યું છે. ભેંસ ખારા ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે. તેનો રંગ ભૂરો-કાળો હોઈ શકે છે. તેનો આકાર મધ્યમ હોય છે, સાથે સરેરાશ દૂધ ઉત્પાદન 500થી 600 કિગ્રા પ્રતિ બ્યાંત હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More