Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુઓના આહારમાં ખનીજ તત્વોની પરિસ્થિતિ અને તેનું મહત્ત્વ ! જાણીએ વિગતે !

સફળ પશુપાલન વ્યવસાયમાં પશુઓને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, તૈલી પદાર્થો, પ્રજીવકો ઉપરાંત ખનીજ તત્વો ખુબ જ અગત્યના છે. આ ખનીજ તત્વોના મુખ્ય બે પ્રકાર છે. પહેલા મુખ્ય ખનીજ તત્વો જેવા કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ અને સલ્ફર છે, જ્યારે ગૌણ ખનીજ તત્વોમાં, લોહ, તાંબુ, જસત, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડીન, સેલીનિયમ, ફ્લોરીન, ક્રોમિયમ, નિકલ વગેરેનો સમાવેશ થાય છે.

Pintu Patel
Pintu Patel

સફળ પશુપાલન વ્યવસાયમાં પશુઓને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, તૈલી પદાર્થો, પ્રજીવકો ઉપરાંત ખનીજ તત્વો ખુબ જ અગત્યના છે. આ ખનીજ તત્વોના મુખ્ય બે પ્રકાર છે. પહેલા મુખ્ય ખનીજ તત્વો જેવા કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ અને સલ્ફર છે, જ્યારે ગૌણ ખનીજ તત્વોમાં, લોહ, તાંબુ, જસત, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડીન, સેલીનિયમ, ફ્લોરીન, ક્રોમિયમ, નિકલ વગેરેનો સમાવેશ થાય છે. જેના વિશે ટૂંક માં તમે જનતા જ હસો !

આ ઉપરોક્ત તત્વો પશુઓને આપવામાં આવતા રોજિંદા આહારમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે કેમ? તે નક્કી કરવું જોઈએ અને જો તે પૂરતા પ્રમાણમાં ન હોય તો, ક્ષાર મીક્ષર (મિનરલ મીક્ષર) દ્વારા તે પૂરા પાડવા જોઈએ, કારણ કે ખનીજ તત્વો બહુ જ અલ્પ પ્રમાણમાં જ  જરૂરી છે, પરંતુ તે પૂરતા પ્રમાણમાં ન હોય, તો તેની ઉણપથી પશુઓમાં અનેક પ્રકારના રોગ થવાની સંભાવના અને અન્ય આડકતરી રીતે પશુ પર અસર થાય છે. પશુની વૃદ્ધિ, ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા પર માઠી અસર થાય છે. ક્યારેક પશુ સમયસર વેતરે ન આવે તો ક્યારેક ઉથલો મારવાની સમસ્યા આવતી હોય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • સૂક્ષ્મ ખનીજ તત્વોનું પાણીમાં ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે, માટે પાણી દ્વારા તેની ઉપલબ્ધતા ના બરાબર છે, પરંતુ જયારે પાણીમાં કલોરિનનું પ્રમાણ વધારે માત્રામાં હોય તો તકલીફ ઉભી થાય છે.
  • ધાન્ય પાકોની આડપેદાશો એવા પરાળ કરતા ગોતરમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ખૂબ સારું હોય છે. તેથી આવા પરાળ અને ગોતરનું મિશ્રણ કરીને પશુને ખવડાવવું ફાયદાકારક છે.
  • જુદી જુદી જાતના ખોળ, થુલું, કઠોળ અને પાંદડાઓ, અપ્રચલિત પશુઆહાર જેવા કે દેશી બાવળની શીંગો, ગાંડા બાવળની શીંગો, કેરીની ગોટલી વગેરેનો ખોરાકમાં ઉપયોગ સૂક્ષ્મતત્વોની ઉપલબ્ધતા અને ઉણપ દૂર કરવાની સૂચક અને અર્થકારક રીત છે.            

આમ છતાં જો પશુના રોજિંદા આહારમાં પૂરતા પ્રમાણમાં મુખ્ય કે સૂક્ષ્મ ખનીજ તત્વો ના મળી રહેતા હોય તો તે સમયે પશુને રોજ પશુ માટેનું ક્ષાર મિશ્રણ એટલે કે મિનરલ મિક્સર જે બજારમાં મળતું હોય છે, તે રોજ એક પશુ દીઠ 40-60 ગ્રામ અથવા દિવાસળીના એક ખોખા જેટલું આપવું જ જોઈએ. આ માટે તમે પશુ ડોક્ટર નું માર્ગદર્શન પણ મેળવી શકો છો

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More