
હંમેશાથી જ ભારતીય વાનગીઓ અને વસ્તુઓની માંગણી વિદેશોમાં રહી છે. વિદેશમાં ભારતીય દૂધ દહીં,ઘી, માખણ અને મીઠાઈઓ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેના કારણે જ અડધાથી વધુ દેશોએ ભારતીય ઘીના મોટા ચાહકો છે. તેમાં પણ યુએઈ ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘીની ખરીદી કરે છે, જો કે હવે તેમાં બ્રિટેનનો પણ સમાવેશ થઈ ગયો છે અને તેઓ ભારતીય ઘીની સૌથી વધુ ખરીદી કરનાર યુએઈથી પણ આગળ નીકળી ગયો છે, એટલે કે જેટલા પ્રમાણમાં યુએઈ ભારતમાંથી ઘી ખરીદે છે હવે તેથી વધુ પ્રમાણમાં બ્રિટેન ભારતમાંથી ઘી ખરીદશે. આથી ફક્ત ભારતના રિવેન્યુ નહી વધે, પરંતુ પશુપાલન કરી રહેલા ખેડૂતોની પણ આવકમાં વધારો થશે, કેમ કે હવે મોટા મોટા બ્રાન્ડના ઘી ઉત્પાદક કંપનીઓએ પશુપાલકો પાસેથી ઘી બનાવા માટે વધુમાં વધુ ભાવ આપીને દૂધની ખરીદી કરશે અને તેથી ઘી તૈયાર કરીને વિદેશમાં મોકલશે.
જાણો ડેરી નિષ્ણાતોનો શું છે કહેવું
ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ અને અમૂલના ભૂતપૂર્વ એમડી આર.એસ. સોઢીના જણાવ્યા મુજબ ઘી એક આયુર્વેદિક ઉત્પાદન છે. આનાથી આપણી ત્વચા સારી રહે છે, આપણું મગજ પણ સારું રહે છે. પરંતુ આપણે આ વાત બીજા દેશોને જણાવવી પડશે. દરેક દેશની અન્ય દેશોમાં પણ એક યા બીજા ડેરી ઉત્પાદનની પોતાની ઓળખ હોય છે. જ્યારે આવું થઈ શકે છે, ત્યારે ભારત ઘીમાં વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ સ્થાપિત કરી શકે છે. આજે પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે.
ભારત વિદેશમાં મોકલે છે 1400 કરોડના ઘી
જો આપણે નિકાસના આંકડાઓ પર નજર કરીએ તો, ભારત વિશ્વભરના દેશોમાં રૂ. 1400 કરોડના ઘીનો વેપાર કરે છે. ઘણા મોટા દેશો ભારતીય ઘીના શોખીન છે. સંયુક્ત આરબ અમીરાતે 2022-23 માં ભારત પાસેથી 28 મિલિયન ડોલરનું ઘી ખરીદ્યું હતું. બીજા ઘણા દેશો છે જે વાર્ષિક છ મિલિયન ડોલરથી વધુનું ઘી ખરીદે છે. તે જ સમયે, ડૉ. સોઢીએ એમ પણ કહ્યું કે બ્રિટેન અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. બ્રિટેન તેના સેનિટરી અને ફાયટોસેનિટરી (SPS) નિયમો હેઠળ ભારતીય ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય અધિકારીઓ આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે વાતચીત કરી રહ્યા છે. આ પછી બ્રિટનમાં ભારતીય ઘીનું બજાર ખુલશે.
આ પણ વાંચો:Dairy farm: ઉનાળામાં ઘટશે દૂધ ઉત્પાદન તો મેળવી શકાય સરકાર પાસેથી વળતર
Share your comments