Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ઊંટડીના દૂધની અગત્યતાઓ

ખોરાકમાં દૂધનું ખુબજ મહત્વ રહેલું છે. દૂધને પોષ્ટિક અને સમતોલ આહાર માનવામાં આવે છે. રોજિંદા જીવનમાં મુખ્યત્વે ગાય તથા ભેંસનું દૂધ લોકો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

KJ Staff
KJ Staff

ખોરાકમાં દૂધનું ખુબજ મહત્વ રહેલું છે. દૂધને પોષ્ટિક અને સમતોલ આહાર માનવામાં આવે છે. રોજિંદા જીવનમાં મુખ્યત્વે ગાય તથા ભેંસનું દૂધ લોકો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

અત્યાર સુધી થયેલા સંશોધનો પરથી એમ જાણવા મળ્યું છે કે ઊંટડીનું દૂધ પણ ખુબજ અગત્યના પોષક તત્વો તથા ઔષધીય ગુણો ધરાવે છે અને તેનો ખોરાક તરીકેનો ઉપયોગ સ્વાસ્થવર્ધક છે. ભારતભરમાં ઊંટની સંખ્યા આશરે ૩.૮૦ લાખ (એફ. એ. ઓ. સ્ટેટ, ૨૦૧૪) છે. જેમાંથી ગુજરાતમાં ઊંટની સંખ્યા આશરે ૩૮,૪૫૪ (ગુજરાત પશુપાલન અને ડેરી વિષયક આંકડાકીય અહેવાલ-૨૦૧૨-૧૩ મુજબ) જેટલી છે અને તેમાં સૌથી વધુ ઊંટની સંખ્યા કચ્છ જીલ્લામાં છે.   

ઊંટડીના દૂધના ફાયદાઓ નીચે પ્રમાણે છે:

ઊંટડીના દૂધમાં ફેટ નું પ્રમાણ ભેસના દુધની સરખામણી માં ઓછુ હોય છે જે લોહીમાં રહેલા કોલેસ્ટેરોલને કાબુમાં રાખે છે. ઊંટડીના દૂધમાં "ઓમેગા ૩- ફેટી એસીડનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ માટે લાભકારક છે.

ઊંટડીના દૂધમાં વીટામીન-સીનું પ્રમાણ ગાયના દૂધની સરખામણીમાં ત્રણ ગણું વધારે હોય છે. જેની આંતરડાના કેન્સર, સ્કર્વી, હાયપર ટેન્સન જેવા રોગો સામે લડત આપવા માટે જવાબદાર છે. તદઉપરાંત ઊંટડીના દૂધમાં સોડીયમ, કેલ્સીયમ, ફોસ્ફરસ, ઝીંક અને મેગ્નેસીયમ જેવા તત્વો વધુ હોય છે. જેને લીધે ચયાપચયની ક્રિયા સરળ બને છે.

ગાયના દૂધની તુલના કરતા, ઊંટના દૂધમાં એલરજન જેવા કે બીટા-લેક્ટોગ્લોબ્યુલીન ,ન્યુ બીટા કેઝીન હોતા નથી તેથી જે બાળકોને ગાયના દૂધની એલર્જી હોય છે તે બાળકો ઊંટનુ દૂધ પી શકે છે.

ઊંટડીના દૂધની ક્રીમનો ઉપયોગ કોસ્મેટીક તરીકે થાય છે તથા આ ક્રીમ શરીર ઉપર કરચલીઓ દુર કરવા માટે ખુબ અસરકારક છે.

ઊંટડીના દૂધમાં ઇન્સુલીન અંતસ્ત્રાવ જેવી અસરો રહેલી છે જે ડાયાબીટીસની બીમારીમાં ફાયદાકારક છે. આ તત્વ ડાયાબીટીસ ટાઈપ-૧ ને નિયંત્રિત કરે છે. ઊંટના દૂધનો નિયમિત ઉપયોગ ડાયાબીટીસને દુર રાખે છે.

ઊંટડીના દૂધમાં લેકટોફેરીન નામનું કુદરતી જીવાણુંનાશક દ્રવ્ય રહેલું છે. જેથી ઊંટનું દૂધ ગાયના દૂધ કરતા વધારે સમય સુધી સામાન્ય તાપમાને સાચવી શકાય છે.

ઊંટડીના દૂધમાં લોહતત્વની માત્રા ગાયના દૂધ કરતાં ૧૦ ઘણી વધુ હોય છે. આ ઉપરાંત ઊંટડીનું દૂધ અનસેચ્યુરેટેડ ફેટ્ટી એસીડથી સમૃધ્ધ હોય છે જેથી મેદસ્વીતા આવતી નથી અને લોહીનું દબાણ પણ જળવાઈ રહે છે.

ગાય, ભેંસ અને ઊંટડીના દૂધની સરખામણી:

તત્વો

ગાય

ભેંસ

ઊંટ

ફેટ (સરેરાશ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ )

૩.૮

૭.૫૨

૪.૨

પ્રોટીન (સરેરાશ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ)

૩.૪૧  

૪.૦૨

૩.૫૨ 

શર્કરા (સરેરાશ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ)

૪.૭૦

૫.૦૨

૪.૩૧

કેલ્સિયમ (સરેરાશ મીલીગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ )

૧૨૦

૧૬૩

૧૪૩

ફોસફરસ (સરેરાશ મીલીગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ)

૯૩

૧૧૧

૧૧૬

તાજેતરમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફ. એસ. એસ. એ. આઇ.) દ્વારા ઊંટડીના દૂધના ધોરણો નક્કી કરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ધારાધોરણો પ્રમાણે ઊંટડીના દુધમાં ફેટ ૩ ટકા અને એસ.એન.એફ. ૬.૫  ટકા ફિક્સ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર (અમૂલ ફેડરેશન) અને સરહદ ડેરી તથા સહજીવન સંસ્થા અને ઊંટ ઉછેરક સંગઠન સંસ્થાના સહયોગ દ્વારા ઊંટડીના દૂધમાં રહેલા ઔષધીય ગુણોને કારણે ખાદ્ય પદાર્થમાં ઉમેરવા માટે જણાવાયું હતું. જેથી એફ. એસ. એસ. એ. આઇ.  દ્વારા ડ્રાફટમાં સુધારો કરી અને ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

ગલ્ફના દેશો જેવા કે દૂબઈ, કતાર, મસ્કત વગેરેમાં ઊંટના દૂધ અને તેમાંથી બનતાં દહીં, છાશ, આઈસ્ક્રીમનો ભરપૂર ઉપયોગ થાય છે. ગલ્ફમાં હેલ્થ ફૂડ તરીકે ઊંટનું દૂધ  ખૂબ લોકપ્રિય બન્યું છે. યુરોપીયન યુનિયને પણ ગલ્ફથી યુરોપમાં થતી ઊંટના દૂધની આયાતને મંજુરી આપી છે. જયારે દુનિયાભરમાં ઊંટના દુધને આટલી લોકપ્રિયતા મળી છે ત્યારે ઊંટના દૂધનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાસ કરી ને માલધારીઓ તથા ઊંટનાં ઉછેરક છે તેમને પણ સારું વળતર અપાવશે.

Related Topics

camel's milk

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More