Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ખેડૂતોની આવક વધારવા સરકારે શરૂ કરી નવી યોજના, જાણો કઈ છે તે યોજાના

સરકાર દ્વારા આ એમ્બુલન્સ સેવા શરૂ કરવામાં આવશે તો દુરના ગામડાના અંતરિયાળ વિસ્તારમાં પણ આ એમ્બુલન્સ દ્વારા પશુઓને સારવાર માટે પશુઓની હોસ્પિટલમાં લઈ જઈ શકાશે અને પશુને સારવાર આપીને બચાવી શકાશે આમ પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે આ એક મોટું પગલું ગણાવી શકાય તેમ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

કેન્દ્ર સરાકાર અને રાજ્ય સરકારના સહયોગથી પશુપાલનનો વ્યવસાય કરતા લોકો માટે એક નવી યોજના શરૂ કરવાની પહેલ હાથ ધરી છે. સરકાર દ્વારા હવે પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. જ્યારે પશુ બીમાર પડે છે તો મોટા ભાગે તે પશુનું બીમારીના કારણે મૃત્યુ થઈ જતું હોય છે પરંતુ હવે એવુ નહી બને કારણ કે સરકાર દ્વારા આ એમ્બુલન્સ સેવા શરૂ કરવામાં આવશે તો દુરના ગામડાના અંતરિયાળ વિસ્તારમાં પણ આ એમ્બુલન્સ દ્વારા પશુઓને સારવાર માટે પશુઓની હોસ્પિટલમાં લઈ જઈ શકાશે અને પશુને સારવાર આપીને બચાવી શકાશે આમ પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે આ એક મોટું પગલું ગણાવી શકાય તેમ છે.

પશુપાલન અને ડેરી વિભાગે માગ્યા અભિપ્રાય

પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ‘વન હેલ્થ કન્સેપ્ટ ટુ પ્રેક્ટિકલિટી’ વિષય પર દરેકનો અભિપ્રાય માંગ્યો છે. આ દ્વારા દેશમાં વન હેલ્થ ઇકોસિસ્ટમના મુખ્ય હોદ્દેદારોને સાથે લાવવામાં આવ્યા. આ એક એવું પ્લેટફોમ હતું જેમાં હિસ્સેદારોએ પડકારો, તકો, ખામીઓ, પરંપરાગત અશક્તિઓ, આગામી પગલાઓ અને દેશમાં વન આરોગ્ય પહેલના કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણ માટે આગળના માર્ગ પર ચર્ચા કરી હતી.

સામાન્ય માણસના પણ પૈસા બચશે

પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે પ્રાણીઓનું સ્વાસ્થ્ય એવું છે કે જેનો માનવ આરોગ્ય અને પર્યાવરણ સાથે અતુટ સંબંધ છે. આ પ્રકારે, પશુ આરોગ્યના અસરકારક સંચાલને માણસોમાં રોગના ફેલાવાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમ આવુ કરવાથી પશુપાલકો અને દુધ વાપરતા બન્ને લોકોને ફાયદો થશે અને થોડા ઘણા પૈસા પણ બચાવી શકશે.આમ બચેલ પૈસાનો ઉપયોગ મનુષ્ય અન્ય બીમારી થતી અટકાવવા અને તેની સામે રક્ષણ મેળવવા કરી  શકશે.

વન હેલ્થ સપોર્ટ યૂનિટ શુ છે ?

- વન હેલ્થ સપોર્ટ યૂનિટ (One health support unit, OHSU) ની સ્થાપના દ્વારા એક આરોગ્ય માળખાને અસરકારક રીતે અમલમાં લાવવા માટે પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે.  આ મુહિમથી પશુઓના આરોગ્યને વધુ સારી રીતે બનાવી શકાશે. આમ કરવાથી પશુઓને થતા રોગ રાષ્ટ્રિય સ્તરે ઘટશે અને પશુઓના કોઈ રોગના કારણે મૃત્યુ થવાનું ઓછુ થઈ જશે અને પશુઓની સંખ્યા પણ રાષ્ટ્રિય સ્તરે વધશે જેના કારણ દેશમાં દૂધ ઉત્પાદનામાં નધારો થશે અને ડેરી ઉદ્યોગ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોની આવકમાં પણ વધારો થશે.

- વન હેલ્થને અસરકારક રીતે લાગુ કરવા માટે પશુધન આરોગ્ય, માનવ આરોગ્ય, વન્યજીવન આરોગ્ય, પર્યાવરણીય આરોગ્ય અને તકનીકી સહિત – જાહેર અને ખાનગી બંને ક્ષેત્રના સહયોગ અને શક્તિની જરૂર છે.

- આ ઉપરાંત, સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આ આરોગ્ય પડકારોને પહોંચી વળવા માટે ભંડોળની જરૂર છે જેથી યોગ્ય ઉકેલો વિકસાવી શકાય.

એમ્બ્યુલન્સ સેવા

-હવે મનુષ્ય જેમ જ પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.

- દુર્ગમ ગામો અને દુર્ગમ વિસ્તારોમાં હવે પશુપાલકોને તેમના પશુઓની સારવાર માટે ભટકવું નહીં પડે. તેમના માટે પણ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.

-પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે આ એક મોટું પગલું છે.

રૂપિયા 54,618 કરોડનું રોકાણ થશે

સરકારે પશુપાલન વિકાસ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત અંદાજીત રૂપિયા 54,618 કરોડનું રોકાણ થશે. તેમણે કહ્યું કે આ નિર્ણય ગ્રામીણ ભારતના વિકાસ સાથે સંબંધિત છે. આનાથી ખેડુતો અને પશુધન ખેડુતોનું જીવન બદલાશે. કેન્દ્ર સરકાર આ પર 9800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

દેશની કૃષિ અર્થવ્યવસ્થામાં  ડેરી ક્ષેત્રનું યોગદાન 28 ટકા છે

દેશની કૃષિ અર્થવ્યવસ્થામાં  ડેરી ક્ષેત્રનું યોગદાન 28 ટકા છે. વાર્ષિક આશરે 8 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વર્ષ 2018 માં, 176.3 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20 ટકા છે.

દરરોજ આશરે 50 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે

ભારતમાં દરરોજ આશરે 50 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. આમાંથી, આશરે 20 ટકા લોકો સંગઠિત અને 40 ટકા અસંગઠિત ક્ષેત્રમાંથી ખરીદે છે. આશરે 40 ટકા દૂધનો ખેડૂત પોતે જ ઉપયોગ કરે છે. 20 મી પશુધન ગણતરી મુજબ, દેશમાં માદા પશુઓ (ગાયની કુલ સંખ્યા) 145.12 મિલિયન હોવાનો અંદાજ છે. જે ગત વસ્તી ગણતરી (2012) કરતા 18.0 ટકા વધારે છે. જ્યારે પશુધનની કુલ વસ્તી 535.78 મિલિયન છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More