Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

શિયાળાની ઠંડીની મોસમમાં ગાય અને ભેંસની વિશેષ કાળજી રાખો

ભારતમાં નવેમ્બરના આગમન બાદ ઠંડીની સિઝનની શરૂઆત થાય છે. ખાસ કરીને આ સિઝનમાં દુધાળુ પશુઓને સ્વસ્થ્ય રાખવા માટે આજુબાજુના તાપમાનમાં થતા ફેરફાર સાથે સુમેળ સાધવો મુશ્કેલ બનતો હોય છે. ઠંડીનો સામનો કરવા માટે પશુઓ ઠંડા વાતાવરણનો સામનો કરવા માટે ચામડીની નીટે ફેટ એકત્રિત કરે છે અને શરીરમાં ગરમીનું નિર્માણ કરે છે. તેમના હૃદયની ગતિ અને શ્વાસને વધારીને તેને પૂરી કરે છે. આ પ્રકારે તેમના શારીરિક રચના મારફતે ઠંડીથી બચવાના પ્રયત્ન કરે છે. આ ઉપરાંત આ સમયમાં બ્લડ પ્રેસરમાં વધારો થાય છે. આ શારીરિક પ્રક્રિય ગાયો અને ભેંસોને સાપેક્ષ આરામ આપવામાં ખૂબ જ ઓછા તાપમાનનો સામનો કરવા સક્ષમ બનાવે છે. તેમને શરીર અને ઉત્પાદનને વધારવા માટે 20 ટકા સુધી વધારે ઘાસચારાની જરૂર પડે છે.

KJ Staff
KJ Staff
Take special care of cows and buffaloes during the cold winter season

 વધારે ઠંડી પશુની ઉત્પાદક ક્ષમતાને અસર કરે છે. કારણ કે શારીરિક ઉર્જાનો મોટો ભાગ શરીરને ઠંડીથી બચાવવામાં ઉપયોગી હોય છે. શેડમાં રાખવામાં આવતા પશુઓને પર્યાવરણના તાપમાનમાં વધ-ઘટની ઓછી અસર થાય છે, જે પશુ ખુલ્લામાં રહે છે તેમને ઠંડીને લીધે સર્જાતા તણાવથી બચાવવા માટે ધ્યાન રાખવાની જરૂર છે. આ પશુઓને આરામદાયક સુક્ષ્મ વાતાવરણ પ્રદાન કરી સંરક્ષિત કરી શકાય છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અને વર્ષના અલગ-અલગ ભાગમાં તાપમાન 0થી 40 ડિગ્રી સે વચ્ચે હોય છે અને પશુ માટે આરામદાયક તાપમાન 18થી  27 સે વચ્ચે રહે છે. માટે બન્ને બન્ને બાજુએથી સુરક્ષાની જરૂર પડે છે.

ઠંડીની સિઝન સમયે આ પશુ મોટાભાગે ઘાસચારો ખાતા નથી તે મુખ્યત્વે તાવ અને

ન્યુમોનિયાનું કારણ હોય છે. તેનાથી પશુના દૂધ ઉત્પાદન, સ્વાસ્થ્ય અને પ્રજનન પર અસર થાય છે. સામાન્ય રીતે ગાય અને ભેંસના શરીરનું તાપમાન 101-102 ફેરનહિટ હોય છે અને ઉપયુક્ત પરિવેશનું તાપમાન 65-75 ફેરનહિટ હોય છે.

વધારે પડતી ઠંડી વાતાવરણ માટે ઉર્જા હાનિમાં વધારો કરે છે, જેની ભરપાઈ વધારાની કેલરીયુક્ત આહાર અને ખાસ દેખરેખ દ્વારા કરી શકાય છે. પોષણ ખાસ કરીને સંતુલિત રાશન, મજબૂત અને પ્રોટીન સામગ્રી તથા કપાસિયા અથવા કેક સાથે પૂરક, મહત્વપૂર્ણ આહાર છે. સાંદ્રિત મિશ્રણમાં અનાજ (40 ટકા), ખળી (32 ટકા) ચોકર (25 ટકા), ખનિજ મિશ્રણ (2 ટકા) અને સામાન્ય મિઠુ (1 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સામાન્ય દૂધ ઉત્પાદન અને અન્ય ગતિવિધિઓને જાળવી રાખવા માટે ઠંડીના તણાવની તુલના કરવા માટે સરીરના વજનમાં આશરે 0.8 ટકા વધારાની ઉર્જાયુક્ત અનાજ ખવડાવવું જોઈએ.

 પાચન ક્રિયા અને શારીરિક અનુકૂળતા પર ઠંડી મૌસમ દ્વારા પેદા થતા તણાવની અસરઃ

  • રમીનું પ્રમાણ વધારવા શુષ્ક પદાર્થનું સેવન વધારો
  • જઠરાગ્ની સંબંધિત માર્ગની ગતિશીલતામાં વૃદ્ધિ
  • વધારે વાગોળવું
  • જાળવણી ઉર્જા આવશ્યકતામાં વૃદ્ધિ
  • વજનને ઓછુ થવું
  • શરીરમાં ઓક્સિજનનો ઉપયોગ વધારવો
  • કાર્ડિયક આઉટપુટમાં વધારો
  • શુષ્ક પદાર્થોનું પાચન ઓછું થવું
  • ત્વચા, કાન, પગના તાપમાનમાં ઘટાડો

 શીત તણાવની અસરને અટકાવવા માટે સુરક્ષા ઉપાયઃ

  • ખલિહાનનું તાપમાન વધારવું
  • વધારે સારું વેન્ટીલેશન સુનિશ્ચિત કરવા માટે આર્દ્રતા ઓછી કરો, શેડમાં વધારે ભેજ, છત ટપકવા અને જમીન જામવાની ઘટનાને અટકાવો.
  • વેન્ટીલેશન બપોરના સમયે કરવું જોઈએ.
  • ઠંડીમાં ખલિહાનમાં જમીનને સાફ કે ધોવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને ડ્રાઈ ક્લિનિંગનું પાલન કરવું જોઈએ.
  • બપોરના સમયે તડકામાં પશુઓને ખલિહાનથી બહાર રાખવું
  • ઠંડા ફ્લોરની સ્થિતિ બચાવવા માટે સારી બેડિંગ ઉપલબ્ધ કરાવવી જોઈએ જેમ કે મોટા, સૂકા ભૂસા અથવા ચૂરા
  • પીવા માટે નવસેકુ પાણી આપવું 

Related Topics

buffaloes during cows

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More