સ્વચ્છ દુધ ઉત્પાદન માટે મુખ્ય જવાબદારી પશુપાલકે જ નીભાવવાની છે. દુધ દોહન દરમ્યાન વિશેષ અને વિવિધ રીતે કાળજી લેવાથી સ્વચ્છ દુધ મળે છે. ઉપરાંત દુધને સ્વચ્છ રાખવા દુધની હેરફેર કરતાં વાહન ચાલક તેમજ શીત કેન્દ્ર અને ડેરીના કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.
ગુજરાતમા દૂધ ઉત્પાદન બહુ મોટા પાચે થાય છે. ગુજરાતની મહિલાઓ આ કામમાં પરૂષ કરતા આગળ છે. એટલે આપણા દેશના રાજનેતાઓ પણ ગુજરાત મહિલાઓ વિષય કહે છે કે ગુજરાત કી મહિલાઓ કી મેહનત કે કારણ હી દેશ કે લોગો કો પૈકેટ પૈક દૂધ મિલ પાતા હૈ, પરંતું આ દૂધ સ્વસ્છ હોય તેનું ધ્યાન પણ પશુપાલન કરતા લોકોને રાખવું પડે. સ્વચ્છ દૂધની વાત કરીએ તો એવું દૂધ જે દુધાળુ પશુઓ દ્વારા ઉત્પાન્ન થયુ હશે અને જેમા ઓછી માત્રમાં હાનિકારક જીવાણુ અને રસાયણ હોય અને સાથે જ જે સુગંધ ધરાવતા અને સ્વાદમાં સારો હોય.
સ્વચ્છ દુધના ફાયદા
- સ્વચ્છ દુધ જલ્દી બગડતુ નથી.
- દુધ અને દુધની બનાવટ ઓછા ખર્ચે તૈયાર કરી વધુ વળતર મળે છે.
- આરોગ્યને હાનિકારક ન હોવાથી નિકાસ કરવાનુ સરળ બને છે.
- વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
દૂધના ઉત્પાદન આવી કાળજી લેવી
સ્વચ્છ દુધ ઉત્પાદન માટે મુખ્ય જવાબદારી પશુપાલકે જ નીભાવવાની છે. દુધ દોહન દરમ્યાન વિશેષ અને વિવિધ રીતે કાળજી લેવાથી સ્વચ્છ દુધ મળે છે. ઉપરાંત દુધને સ્વચ્છ રાખવા દુધની હેરફેર કરતાં વાહન ચાલક તેમજ શીત કેન્દ્ર અને ડેરીના કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.
પશુધનની પસંદગી
- પશુઓના ડૉક્ટર દ્વારા તપાસ કરેલા પશુ ખરીદવું.
- જીવલેણ રોગોથી પશુ મુકત રહે એ માટે સમયસર રસી મુકાવવી.
- રોગીષ્ટ પશુઓને તંદુરસ્ત પશુથી દુર રાખી સારવાર કરાવવી અથવા આવા પશુઓનું દુધ તંદુરસ્ત પશુના દુધ સાથે ન ભેળવવું.
- પશુના શરીર અને પુછડાના વાળ સમયસર કાપતા રહેવું.
- પશુના શરીરને ધોઈને સાફ રાખવું તેમજ પશુને સંતુલીત આહાર અને ચોખ્યું પાણી આપવું .
- પશુનું રહેઠાણ પાક તેમજ યોગ્ય હવા ઉજાસ વાળુ હોવુ જઈએ.
દુધ દોહતી વખતે લેવાની કાળજી
- પશુને સવાર-સાંજ ચોકકસ સમયે દોહવું જોઈએ.
- દોહન કરતા પહેલા પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો, તેમજ બાવલા અને આંચળને હુફાળા પાણીથી ધોઈને ચોખા કપડાથી સાફ કરી તેને કલોરીન અથવા પોટેશીયમ પરમેગેનેટના દ્રવ્યથી ધોવા જોઈએ.
- મુઠી પધ્ધતીથી અંગુઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ થવાની શકયતા રહે છે. તેથી અંગુઠો બહાર રાખીને મુઠીથી દોહન કરવું. નાના આંચળવાળા પશુઓને ચપટી પધ્ધતીથી દોહવાનું રાખો.
- દુધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં રાખો, એક વખત દોહવાનુ ચાલુ કર્યા બાદ ઝડપથી (4-5 મીનીટમાં) દોહન પુર્ણ કરો.
દુધ દોહયા પછીની કાળજી
- દુધ દોહયા પછી તરત જ ત્યાંથી લઈલો કારણ કે, આજુબાજુની વાસ તેમાં શોષાઈને દુધનો સ્વાદ અને સુગંધ બગાડે છે.
- દુધને તાત્કાલીક દુધ મંડળી પર પહોંચાડો.
- દુધ ભરેલ વાસણ ઢાંકેલુ રાખો.
- વાસી દુધ કે પાણી તાજા દુધમાં કદી ન ભેળવવા.
દુધના વાસણો અને તેની સ્વચ્છતા
દુધ દોહનમાં વપરાતું વાસણ સ્વચ્છ, ચોખ્ખ, સુકુ અને સાકડા મોંઢા વાળું હોવું જોઈએ.કાટ રોધક અને સહેલાઈથી સાફ થઈ શકે તેવા સ્ટેઈનલેસ સ્ટીલના વાસણો વાપરો. વાંસણોમાં ડાઘ, તીરાડ કે ખાંચા ન હોવા જોઈએ.દુધ દોહન પહેલા અને પછી વાસણોની ગરમ પાણીથી વ્યવસ્થિત સફાઈ કરવી, વોશીંગ પાવડરનો ઉપયોગ લાભદાયક છે.
Share your comments