Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

શિયાળામાં આવું હોવું જોઈએ પ્રાણીઓનું શેડ, નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રાખવી પડશે વધુ કાળજી

ટૂંક સમયમાં હવામાન બદલાઈ જશે અને અમે ઉનાળાથી શિયાળામાં પ્રવેશી જઈશુ. આવા સમયમાં પશુ નિષ્ણાતોના મતે ગાય, ભેંસ હોય કે પછી ઘેટા, બકરા કે ગધેડા બધાને હવામાનમાં બદલાવના કારણે સમસ્યા થઈ શકે છે, તેમાં પણ જ્યારે હવામાન ઉનાળાથી શિયાળામાં પ્રવેશી રહ્યો હોય.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ટૂંક સમયમાં હવામાન બદલાઈ જશે અને અમે ઉનાળાથી શિયાળામાં પ્રવેશી જઈશુ. આવા સમયમાં પશુ નિષ્ણાતોના મતે ગાય, ભેંસ હોય કે પછી ઘેટા, બકરા કે ગધેડા બધાને હવામાનમાં બદલાવના કારણે સમસ્યા થઈ શકે છે, તેમાં પણ જ્યારે હવામાન ઉનાળાથી શિયાળામાં પ્રવેશી રહ્યો હોય. નાના મોટા તમામ પ્રકારના પ્રાણીઓ પર પણ શિયાળાના હવામાનની વિપરીત અસર પડે છે,જેનું નુકશાન પશુપાલકોને ઓછા ઉત્પાદનના સ્વરૂપે વેઠવું પડે છે. તેથી કરીને નિષ્ણાતોએ શિયાળાની ઋતુથી પ્રાણીઓનું રક્ષણ કરવાની સલાહ પશુપાલકોને આપી છે અને ઠંડી તેમજ ઘુમ્મસવાળા વાતાવરણમાં પ્રાણીઓની વધુ કાળજી લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

જોકે, નિષ્ણાતો એમ પણ કહે છે કે પ્રાણીઓને બને તેટલી ખુલ્લી જગ્યામાં રાખવા જોઈએ, જેથી તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આરામથી ફરી શકે. આમ કરવાથી પશુઓના ઉત્પાદન પર સારી અસર પડે છે અને આથી ખર્ચ પણ ઓછો આવે છે. તેના સાથે જ દરેક ઋતુ પ્રમાણે પશુઓ માટે શેડમાં પણ વ્યવસ્થા કરવી જરૂરી છે તેમજ એનિમલ શેડ ઓછામાં ઓછો સ્વચ્છ, સુવિધાજનક, આરામદાયક હોવો જોઈએ અને શેડમાં દૂધ કાઢવા માટે અલગ જગ્યા પણ આપવી જોઈએ.

શિયાળામાં એનિમન શેડ આવા હોવું જોઈએ

જો તમારા ગામ અથવા શહેરમાં તાપમાન 0 થી 10 ડિગ્રી સુધી જાય છે, તો તમારે તે મુજબ શેડ તૈયાર કરવો પડશે. પ્રાણીઓ માટેનો ખોરાક પણ સિઝન પ્રમાણે તૈયાર કરવાનું રહેશે. તેના સાથે પશુપાલકે બદલાતા તાપમાન પ્રમાણે પશુની પથારી પણ તૈયાર કરવાની રહેશે.

  • સરસવનું તેલ પ્રાણીને તેના આહારના બે ટકા તરીકે આપવું જોઈએ.
  • પશુને લીલો ચારો અને સૂકો ચારો પુષ્કળ પ્રમાણમાં આપવો જોઈએ.
  • પાંચથી દસ ટકા ગોળનું શરબત આપી શકાય.
  • મોડી સાંજે પણ પશુઓને લીલો ચારો આપવો જોઈએ.
  • શેડમાં ગરમ ​​હવા માટે બ્લોઅર અને રેડિએટરનો ઉપયોગ કરવો જોઈએ.
  • પ્રાણીઓની પાછળનો ભાગ ખાલી કોથળા અથવા ધાબળાથી ઢંકાયેલો હોવો જોઈએ.
  • પ્રાણીની પથારી સૂકી હોવી જોઈએ.
  • શેડ જાડા પડદાથી ઢંકાયેલો હોવો જોઈએ.
  • પીવાનું પાણી ગરમ હોવું જોઈએ.
  • જો તાપમાન 10 થી 20 ડિગ્રી હોય તો આવા પશુ શેડ બનાવો.

પ્રાણીઓ માટે જીવલેણ થઈ શકે છે આટલો તાપમાન 

10 થી 20 ડિગ્રી તાપમાન પણ ખૂબ ઠંડુ છે. આવી સ્થિતિમાં, માણસો જે સાવચેતી રાખે છે તે જ સાવચેતી પ્રાણીઓ માટે પણ લેવી જોઈએ. કારણ કે આ એવી ઋતુ છે જ્યાં સહેજ પણ બેદરકારી પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

  • પ્રાણીઓને ઠંડા તાણથી બચાવવા માટે, 10 ટકા વધારાના પૂરક આપી શકાય છે.
  • પોષક તત્વોની જરૂરિયાત મુજબ લીલો અને સૂકો ચારો આપવો જોઈએ.
  • પશુઓની આસપાસ ચોવીસ કલાક તાજું અને ચોખ્ખું પીવાનું પાણી હોવું જોઈએ.
  • પ્રાણીઓને દિવસમાં ત્રણથી ચાર વખત ડોઝ આપવો જોઈએ.

આ પણ વાંચો:પશુધનની સંખ્યા વધારવા માટે એનડીડીબીની મોટી પહેલ,ખેડૂતોને મળશે ઓછા ભાવે સેક્સ સોર્ટેડ

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More