ખેડૂત મિત્રો તમે ભેંસ, ગાય, બકરી, ઘેંટા, ગધેડી, સાંઢણીની ઉછેર કરીને તેનો દૂધના વેચાણ તો કર્યો હશે, તેના સાથે જ તમે ચિકન અને મટન માટે પ્રાણીઓનું ઉછેર કરતાં ખેડૂતો પણ જોયું હશે. પરંતુ શું તમે ક્યારે સાપની ખેતી વિશે સાંભળ્યું છે. નથી ને, તો આજે અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવીશું જ્યાં સાપનું ઉછેર કરવામાં આવે છે, જેથી તેને વેચીને આવક મેળવી શકાય. સાપની ખેતી જ્યાં થાય છે તેનું નામ સાંભળીને કદાચ તમને નવાઈ નહીં થાય કેમ કે ત્યાં લોકોનું મનગમતું ભોજન જ સાપ છે. જી હા.. ખેડૂત મિત્રો અમે વાત કરી રહ્યા છે ભારતના પાડોશી દેશ ચીનની, જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે. જેથી તેને વેચીને આવક મેળવી શકાય.
ભોજનની દૃષ્ટિએ વિચિત્ર દેશ
ખેડૂત મિત્રો ચીન એક એવા દેશ છે જ્યાંના લોકોએ ભોજનની દૃષ્ટિએ વિચિત્ર છીએ. ત્યાંના લોકોએ એવા-એવા જંતુઓને રાંધીને ખાય છે, જેના વિશે સાંભળીને અમને નવાઈ શું ઉલ્ટી આવી જશે. એજ જંતુઓમાંથી એક છે સાપ, જો કે ત્યાંના લોકોનું મનગમતા ભોજન છે, તેથી કરીને આપણા પાડોશી દેશમાં સાપની ખેતી કરવામાં આવે છે.
સાપની ખેતી થકી લોકો કરે છે લાખોની કમાણી
આપણે જે ગામની વાત કરી રહ્યા છે તે છે ચીનના ઝિસિકિયાઓ નામના એક નાનડડો ગામ, જો કે સાપની ખેતી માટે સમગ્ર વિશ્વમાં ઓળખાયે છે. સાપનું ઉછેર કરીને ત્યાના લોકોએ લાખોની આવક મેળવી રહ્યા છે. સાપની ખેતી આ ગામની આવકનો હવે મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જેના કારણે ઝિસિકિયાઓ ગામ સમગ્ર વિશ્વમાં સ્નેક વિલેજ તરીકે પણ ઓળખાયે છે. આ ગામના લગભગ તમામ ઘરોમાં સાપની ઉછેર કરવામાં આવે છે અને મોટાભાગના લોકોએ તેને પોતાના ઘરમાં રાખે છે.
એક વ્યક્તિ 30 હજાર સાપ સાથે રહે છે
ચીનના ઝિસિકિયાઓ ગામની વસ્તી લગભગ 1 હજાર છે અને અહીં રહેનાર દરેક વ્યક્તિ 30,000 સાપની સંભાળ રાખે છે. આ નંબરથી તમે કલ્પના કરી શકો છો કે અહીં સાપની સંખ્યા કેટલી હશે અને અહીં રહેવું કેટલું મુશ્કેલ હશે. આ ગામમાં દર વર્ષે કરોડો સાપની ખેતી થાય છે. અહીંના બાળકોને જન્મથી જ સાપ સાથે રમવાનું શીખવવામાં આવે છે.
સાપનું ઝેર સોના કરતાં મોંઘું
અહીંના લોકો સાપનું ઝેર, માંસ અને શરીરના અંગો વેચીને ઘણી કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, સાપના ઝેરની કિંમત સોના કરતા પણ વધુ છે, જ્યારે સૌથી ખતરનાક સાપના એક લીટર ઝેર કરોડોમાં વેચાય છે. જણાવી દઈએ કે સાપના ઝેરમાં બાયોએક્ટિવ ગુણધર્મો હોય છે, જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સ, એન્ટિવેનોમ્સ અને અન્ય તબીબી સારવાર માટે થાય છે. સાપની કેટલીક પ્રજાતિઓની ચામડીનો ઉપયોગ ચામડાની વસ્તુઓ બનાવવા માટે થાય છે, તેમાંથી બેગ, શૂઝ અને બેલ્ટ બનાવવામાં આવે છે.
Share your comments