Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પ્રાણીઓની પ્રજનન ક્ષમતામાં વિવિધ સૂક્ષ્મ પોષકતત્વોની ભૂમિકા

પાલતું પ્રાણીઓનાઆહારમાં સૂક્ષ્મ ખનિજોના પુષ્કળ ફાયદા છે અને તેનાથીતેમનીપ્રજનનક્ષમતા સુધરે છે.સૂક્ષ્મ ખનિજો (માઇક્રોમિનરલ્સ)ની અપૂરતી માત્રાનાપરિણામે પ્રાણીઓનીપ્રજનનક્ષમતા અને આરોગ્યમાં અસર જોવા મળે છે.ઝીંક, કોપર, કોબાલ્ટ, આયોડિન, આયર્ન, ક્રોમિયમ, મોલીબડેનમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ સહિતના સૂક્ષ્મ ખનિજોપ્રાણીઓની પ્રજનનક્ષમતામાં મહત્વનોભાગ ભજવે છે.આ સૂક્ષ્મ ખનિજો કેટલાક ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન્સ અને બી-કોમ્પ્લેક્ષ વિટામિન્સ સાથે અસરકારક રીતે કાર્ય કરે છે.શરીરમાંથતી ઘણી જૈવિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકોનો મોટો ફાળો છે અને આ ઉત્સેચકોના ઘટક તરીકે સૂક્ષ્મ ખનિજો હોય છે.

KJ Staff
KJ Staff
animal micronutrients
animal micronutrients

પાલતું પ્રાણીઓનાઆહારમાં સૂક્ષ્મ ખનિજોના પુષ્કળ ફાયદા છે અને તેનાથીતેમનીપ્રજનનક્ષમતા સુધરે છે.સૂક્ષ્મ ખનિજો (માઇક્રોમિનરલ્સ)ની અપૂરતી માત્રાનાપરિણામે પ્રાણીઓનીપ્રજનનક્ષમતા અને આરોગ્યમાં અસર જોવા મળે છે.ઝીંક, કોપર, કોબાલ્ટ, આયોડિન, આયર્ન, ક્રોમિયમ, મોલીબડેનમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ સહિતના સૂક્ષ્મ ખનિજોપ્રાણીઓની પ્રજનનક્ષમતામાં મહત્વનોભાગ ભજવે છે

આ સૂક્ષ્મ ખનિજો કેટલાક ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન્સ અને બી-કોમ્પ્લેક્ષ વિટામિન્સ સાથે અસરકારક રીતે કાર્ય કરે છે.શરીરમાંથતી ઘણી જૈવિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકોનો મોટો ફાળો છે અને આ ઉત્સેચકોના ઘટક તરીકે સૂક્ષ્મ ખનિજો હોય છે.ખોરાકમાંલીધેલાપુરતી માત્રામાંસૂક્ષ્મ ખનિજો અને તેનું પાચનતંત્રમાં શોષણ એમાં, પ્રજનન ક્ષમતામાંતથારોગજન્ય સુક્ષ્મજીવોસામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.સૂક્ષ્મ ખનિજોઅંત:સ્ત્રાવના સંશ્લેષણ માટેઆવશ્યક છેતેની ઉણપસ્ટીરોઈડ હોર્મોનના ઉત્પાદનને અસર કરે છે.શરીરમાં સૂક્ષ્મ ખનિજોની ઉણપ થાય છે ત્યારેશરીરની પ્રતિકાર ક્ષમતા તથા ઉત્સેચકોની કાર્યક્ષમતામાં ફેરફાર થાય છે જેસામાન્ય વૃધ્ધિ અને પ્રજનન ક્ષમતામાંઘટાડો કરે છે.લાંબા ગાળાની સૂક્ષ્મ ખનિજો ની ઉણપ એ ત્વરિત થતી ઉણપ કરતા વધારેસમસ્યા ઉત્પન કરી શકે છે કેમ કે આવાકિસ્સામાંઉણપના લક્ષણો જોવા મળતા નથી.સૂક્ષ્મ ખનિજોની લાંબા ગાળાનીઉણપએપ્રજનન ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે.

પ્રાણીઓનીપ્રજનનક્ષમતામાં વિવિધ સૂક્ષ્મપોષક તત્વોની ભૂમિકાનીચે મુજબ જોવા મળે છે:

ઝીંક:ઝીંકએજાતીય પરિપક્વતા અનેમાદાપ્રાણીઓમાં ગરમીમાં/(વેતરે)લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.ઝીંકએ પશુના વિયાણ બાદ થયેલા પ્રજનન અંગો માં થયેલા ઘસારા ને પહોંચી વળવા અત્યંત આવશ્યક છે.સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના સ્થાપન માટે જરૂરી ગર્ભાશયની દિવાલના કોષોને પણ જાળવે છે.પશુઓમાં ઝીંકની અપૂરતી માત્રાએ ઘણી પ્રજનન સમસ્યાઓ સાથે સંકળાયેલ છે જેમાંગર્ભધારણની માત્રામાં ઘટાડો, ભ્રુણપ્રત્યારોપણની નિષ્ફળતા, બચ્ચાનીવૃધ્ધિમાં ઘટાડો, ગર્ભપાત, ઓછુજન્મવજન જોવા મળે છે.સગર્ભા પ્રાણીઓમાં, ગર્ભના સામાન્ય તંદુરસ્ત વિકાસ અને વૃધ્ધિમાટે ઝીંકની જરૂર હોય છે.નર પશુમાંઝીંકએ જાતીય પરિપક્વતા, પ્રજનનક્ષમતાઅને વીર્યની ગુણવત્તા માટે આવશ્યક છે. તેનીઉણપના લીધે FSH અને LHઅંત:સ્ત્રાવમાંઘટાડોથાય છે જેના લીધે પુખ્તવયના નરમાંતે વીર્ય નલિકાઅનેવૃષણના વિકાસમાંઅસરથાય છે.ઝિંક અને કોપર બંને આડકતરી રીતેઘૂંટણ અને સાંધાની જાળવણી દ્વારાપ્રજનનને અસર કરે છે. જેમકેલંગડા આખલાઓ ગાયને ઓળખવામાં અસમર્થ હોવાથી તેગરમીમાં આવેલ ગાયનેઓળખી શકવામાં તથાપ્રજનન દરમિયાન ઠેકવામાં નિષ્ફળરહે છે.ઝીંકની સામાન્ય દૈનિક જરૂરિયાત ગાયમાં૩૦-૪૦પીપીએમ અને ઘેટાંમા૨૦-૩૩ પીપીએમ છે.

કોપર:કોપરનોશ્વેતકણોનાકાર્યો અને એન્ટિબોડીનાઉત્પાદનમાં ઘણો ફાળો છે.કોપરઘણા ઉત્સેચકોના બંધારણ ઘટકમાંરહેલ છે અનેચયાપચય સંબંધિત પ્રતિક્રિયાઓમાં તેનો ભાગમહત્વનોછે.કોપરનીઉણપ પ્રજનનક્ષમતાને અસર કરે છે જેમાં પશુનું ગરમીમાં સમયસર ન આવવું,વંધ્યત્વ, ગર્ભધારણની માત્રા માં ઘટાડો, ગર્ભ મૃત્યુ તથાનાના બચ્ચાઓમાંચેતાતંત્રની તકલીફ સામેલ છે.ઘાસમાંઅથવાખોરાકમાંજો વધુ પ્રમાણમાં આયર્ન, સલ્ફર અથવા મોલીબડેનમ હોય તો તે કોપરની ઉણપ પેદા કરે છે.કોપરની ઉણપથી સાંઢમાંકામવાસનાઅનેવીર્ય ગુણવત્તામાંઘટાડો થાય છે જેઆગળ જતા સાંઢમાંવંધ્યત્વ લાવે છે. કોપરની ઉણપએઘેટાં અને વાછરડાના મૃત્યુદર સાથે સંકળાયેલ છે.અલગ અલગ જાતીનાપ્રાણીઓ માં કોપરની જરૂરિયાત અલગ અલગ હોય છે અનેતે મુખ્યત્વે આહારમાં રહેલા ખનિજો જેવાકેમોલીબડેનમ, સલ્ફેટ અને આયર્ન(લોહ તત્વ)નાઆંતર-સંબંધ પર આધારિત છે. કોપરની સામાન્ય દૈનિક જરૂરિયાત ગાયમાં૧૦-૧૫ પીપીએમ અને ઘેટાંમા૭-૧૧ પીપીએમ હોયછે.

ક્રોમિયમ:ગાય અને ભેંસજેવાપ્રાણીઓમાં ક્રોમિયમ એઆરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક છે.ક્રોમિયમનું ઉચું પ્રમાણ એ ગર્ભનાવૃધ્ધિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે.ગર્ભાવસ્થા દરમિયાન, ક્રોમિયમ દ્વારા પ્રભાવિત ગર્ભાશયના એન્ડોમેટ્રીયમ (ગર્ભાશયનું એકસ્તર) માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીનો સ્ત્રાવ થાય છે જેગર્ભાવસ્થાને ઓળખવા અને પ્રારંભિક ગર્ભ મૃત્યુને રોકવા માટે મહત્વપૂર્ણ છે.ક્રોમિયમએઅંડાશય પર ઉત્પન થતા ફોલિકલની પરિપક્વતા પર નોંધપાત્ર અસર કરે છે અને બે વિયાણ વચ્ચેનાગાળામાં ઘટાડો કરે છે. નર પ્રાણીઓમાંક્રોમિયમ ની ઉણપથી વીર્યમાંશુક્રાણુંની સંખ્યા અને ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.

મેંગેનીઝ:

મેંગેનીઝએ કેટલાક ઉત્સેચકોની રચનાનો  આવશ્યક ભાગ છેજે શરીરના વિવિધ કાર્યોમાં સામેલ છે જેવા કે ૧. રોગપ્રતિકારક શક્તિ અને ચેતા તંત્રનીક્રિયામાં૨.એન્ટીઓકિસડન્ટ અસર કરતા ઉત્સેચકોનાઉત્પાદનમાં૩.શર્કરા અને ચરબીની ચયાપચયક્રિયામાં. મેંગેનીઝએ કોલેસ્ટરોલ સંશ્લેષણમાં કોફેક્ટર તરીકે અનેસ્ટેરોઇડ અંત:સ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી છે. મેંગેનીઝની ઉણપએ પાલતું પ્રાણીઓના ખોરાકમાં રહેલ કેલ્શિયમ અનેફોસ્ફરસનાપ્રમાણ પર આધાર રાખે છે.આ ઉણપ થી નર અને માદાબંનેમાં વંધ્યત્વ, જન્મજાત અંગોની ખોડખાપણ અને વાછરડાઓમાં નબળો વિકાસ દર જોવામળે છે.તેનાથી માદા પશુમાં ઘણા લક્ષણ જેવાકે ગરમીમાં ન આવવું, ગરમીમાં અનિયમિતતા, ગરમીમાંનહોવા છત્તા તેના લક્ષણ જોવા ન મળવા, અંડાશયમાં સિસ્ટ, અંડકોષ છુટા પડવામાં વાર લાગવી, પ્રસુતિ વખતે બચ્ચાનામૃત્યુ દરમાં વધારો, ગર્ભધારણની માત્રા માં ઘટાડો થવો.મેંગેનીઝની સામાન્ય દૈનિક જરૂરિયાત ગાયમાંઅનેઘેટાંમા ૨૦-૪૦ પીપીએમ જેટલીહોયછે.

મેગ્નેશિયમ:

મેગ્નેશિયમ સામાન્ય રીતે પ્રાણીઓના પ્રજનન પર સીધી અસર કરતું નથી પરંતુ કેલ્શિયમ સાથે વિરોધીસંબંધ જાળવી રાખે છે.કેલ્શિયમ- ફોસ્ફરસ- મેગ્નેશિયમ ના પ્રમાણમાં થતા ફેરફારોપાલતુંપ્રાણીઓમાંપ્રજનન કાર્યક્ષમતામાં ઘટાડોકરી શકે છે.

આયોડિન:

આયોડિન એ થાઇરોઇડ હોર્મોન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ઘટક તરીકે અને ઉછરતા પ્રાણીઓમાં વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી ઉર્જાના ચયાપચયમાં ઉપયોગી થાય છે. જ્યારે પ્રાણીઓને આયોડિનની ઉણપવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવતા પાક અને અન્ય ખાદ્યપેદાશો ખવડાવવામાં આવે છે અથવા ગોઈટ્રોજન યુક્ત ખાદ્યપેદાશો જેમ કે સફેદ ક્લોવર, કાચી સોયાબીન અને રેપસીડ નું ખાણ આપવામાં આવે ત્યારે આયોડિન ચયાપચયને ખલેલ પહોંચે છે.આ પ્રકારના ખાણ-દાણ તથા ઘાસચારા આપવામાં આવતા પશુઓને પુરક રીતે આયોડીનની જરૂરિયાત રહે છે. સગર્ભાવસ્થા દરમિયાન આયોડિનની ઉણપ, પ્રાણીઓમાં ગર્ભપાત અથવા ખોડખાપણ જેવા કે વાળ વિનાના, અંધ કેનબળા બચ્ચા જન્મે છે.આયોડિનની ઉણપના કારણે માદા પ્રાણીઓમાં ઋતુચક્ર ની અનિયમિતતા, ગર્ભધારણ ની માત્ર માં ઘટાડો અને મેલી ના પડવી જેવા લક્ષણો જોવા મળે છે. દુધાળા પ્રાણીઓમાં સામાન્ય દૈનિક આયોડિનની જરૂરિયાત ૦.૬ પીપીએમ હોય છે, કારણ કે દુધાળા પ્રાણીઓમાં દૈનિક આયોડિનની જરૂરિયાત ના ૧૦ટકાઆયોડિન દૂધમાં ઉત્સર્જન થાય છે.

મોલીબ્ડેનમ:

મોલીબ્ડેનમએ કોપર સાથે પરસ્પર સંબંધ આધારિત છે. ગાય-ભેંસ જેવા પ્રાણીઓના શરીરમાં સામાન્ય શોષણ માટે આ ખનીજતત્વનું જમીન અને ઘાસચારા બંનેમાં યોગ્ય સંતુલન આવશ્યક છે. નર પ્રાણીઓમાં, મોલિબ્ડેનમની ઉણપના કારણે કામવાસના અને શુક્રાણુઓનું પ્રમાણ ઘટે છે જે નર પ્રાણીઓમાં વંધ્યત્વનું કારણ બને છે તથા માદા પશુઓમાં તે ગર્ભધારણની માત્ર માં ઘટાડો, પશુ ગરમીમાં ના આવવું અને પશુઓમાં યુવાવસ્થા આવવામાં વિલંબ થવો જેવા લક્ષણો નું કારણ બને છે. પશુઓમાં મોલીબ્ડેનમ ની સામાન્ય દૈનિક જરૂરિયાત ૧-૨ પીપીએમ હોય છે.

લોહતત્વ (આયર્ન):

રક્તકણોમાં રહેલ લોહતત્વ ઓક્સિજનનું પરિવહન પેશીઑ સુધી કરે છે અને ઓક્સિજનનું વહન તથા સંગ્રહ કરતાં પ્રોટીન હિમોગ્લોબિન અને માયોગ્લોબિનના સંશ્લેષણ માટે જરૂરી છે. પશુ આહારમાં લોહતત્વ પૂરતા પ્રમાણમાં હોવાથી પુખ્ત વયનાં પશુઓમાં તેની ઉણપ ભાગ્યેજ જોવા મળે છે. લોહતત્વની ઉણપ પશુઓમાં નબળા પ્રજનન માટે મુખ્યત્વે જવાબદાર છે. તેની પાછળના મુખ્ય પરબળો જેવા કે રક્તક્ષીણતા (પાંડુરોગ), ભૂખ ઓછી થવી, નબળી શારીરિક સ્થિતિ, વારે-વારે ઉથલા મારવું અને ગર્ભપાત થવો. લોહતત્વની સામાન્ય દૈનિક જરૂરિયાત ગાયમાં ૫૦ પીપીએમ, ઘેટાંમાં ૩૦-૫૦ પીપીએમ પ્રતિ દિન છે.

સેલેનિયમ:

સેલેનિયમએ વિટામિન-ઇ (ટોકોફેરોલ) સાથે જોડાઈ એન્ટીઓક્સિડંટ તરીકે અને કોષમાં થતા ઘસારાના સમારકામ અને નિવારણનું કામ કરે છે.  સેલેનિયમ થાઇરોક્સિન અંત:સ્ત્રાવ સાથે સંકળાય પેશી કોષોના ચયાપચયનું નિયમન કરે છે. ગર્ભકાળ દરમિયાન સેલેનિયમ જર (ઓર) મારફત ગર્ભમાં સ્થાનાંતરિત થાય છે. જે વાછરડાના સ્વાસ્થ્ય અને સમૃધ્ધિને સીધી અસર કરે છે. સેલેનિયમની ઉણપ માદાઓમા ગર્ભપાતઅને ગર્ભાશયના ચેપ પ્રસરણમાં વધારો તથા પ્રજનનક્ષમતામાં ઘટાડો કરે છે. સેલેનિયમની ઉણપના કારણે દૂધણી ગાયમાં વિયાણ બાદ ગર્ભાશયમાં સોજા આવવા, જર ના પડવી અને રોગપ્રતિકારકશક્તિમાં ઘટાડો થાય છે. નર પશુઓમાં સેલેનિયમની ઉણપએ  ટેસ્ટોસ્ટેરોન અંત:સ્ત્રાવના અને શુક્રાણુઓના ઉત્પાદન પર અસર કરે છે, જે નર પશુને વંધ્યત્વ તરફ દોરે છે. સેલેનિયમને પશુઆહારમાં આપવાથી દૂધળી ગાયોમાં થતાં આઊના સોજા, અંડાશયનું ગૂમડું, જર ના પડવી અને વિયાણ બાદ ગર્ભાશયનું સકોચવું વગેરેના દરમાં ઘટાડો થાય છે. સમાન્ય પશુઆહારમાં સેલેનિયમનું પ્રમાણ અંદાજિત ૦.૧૦ – ૦.૩૩ પીપીએમ હોય છે, પરંતુ જો સેલેનિયમનું પ્રમાણ ૪૦ પીપીએમ હોય તો તે જોખમી અને ઝેરી બનીશકે છે. પશુઆહારમાં સૂચવેલ વિટામિન-ઇ નું સ્તર વસુકેલ ગાયોમાં ૧૦૦૦ આઇયુ પ્રતિ દિવસ અને દૂધણી ગયોમાં ૫૦૦ આઇયુપ્રતિ દિવસ છે.

કોબાલ્ટ:

કોબાલ્ટએગાયઅને ભેંસવર્ગનાપ્રાણીઓના આહારમાં વિટામિન બી-૧૨નાસંશ્લેષણ તથાસૂક્ષ્મજીવાણુઓ દ્વારા થતારેસા(ફાયબર)ના પાચન માટે જરૂરી છે. ઘાસચારા માંકોબાલ્ટનીમાત્રાએભૌગોલિક સ્થાન અને જમીનની લાક્ષણિકતાઓ અનુસાર મોટા પ્રમાણમાં બદલાય છે. પ્રાણીઓનાઆહારમાંકોબાલ્ટની ઉણપથી ભૂખમરી જવી, વજન ઓછું થવું, સ્નાયુઓઢીલા પડવા, એનિમિયા થવો અને આખરે મૃત્યુ પણથઇશકે છે.પ્રાણીમાં તેની ઉણપથીઅન્યપરિણામ તરીકે વંધ્યત્વઆવવાની સંભાવના પણરહેલી છે. માદા પ્રાણીમાં તેની ઉણપથી ગરમીમાં અનિયમિતતા, ગર્ભધારણની માત્રામાં ઘટાડો થવો તથા વિયાણ બાદ ગર્ભાશયમાં આવતી રૂજ મોડી આવવી જેવી સમસ્યા જોવા મળે છે.કોબાલ્ટની સામાન્ય જરૂરિયાત ગાય અને ભેંસમાં૦.૦૭-૦.૧૧ પીપીએમ, દૂધ આપતી ગાયમાં૦.૧  પીપીએમ અનેઘેટાંમા ૦.૧૦-૦.૨૦ પીપીએમ હોયછે. ૧પીપીએમબરાબર૧ મીલીગ્રામપ્રતિ કિલોગ્રામ થાય છે.

સુક્ષ્મ ખનિજો સારા આરોગ્ય, વિકાસ, ઉત્પાદન, પ્રજનન માટે તથા રોગપ્રતિકારક શક્તિને જાળવવા માટે પણ જરૂરી છે.શરીરમાં થતીઅસંખ્ય શારીરિક અને જૈવિક પ્રક્રિયાઓમાં કે જેમાં ઘણા ઉત્સેચકો અને પ્રોટીન સામેલ છે તેનાકોફેક્ટર તરીકે સુક્ષ્મ ખનિજો રહેલા છે. જયારેસુક્ષ્મ ખનિજોનોપશુ આહારમાં પુરક તત્વ તરીકે ઉપયોગ એ ઘણા પરિબળો પર આધાર રાખે છેજેમાંખોરાકનો સમયગાળો,ખોરાકમાં તેની માત્રા, શરીરમાં તેનું ચયાપચય અને શોષણ, પશુની શારીરિક સ્થિતિ, પર્યાવરણનીપશુ પર અસરવગેરેનો સમાવેશ થાય છે.જ્યારસુક્ષ્મ ખનિજોને આહારમાંઉપયોગમાં લેવામાં આવે ત્યારે આ બધા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આમ કરવાથીપાલતુંપ્રાણીઓમાં સારી રીતે પ્રજનનક્ષમતાજાળવીશકાય છેઅને પશુપાલકોને સરવાળે આર્થિક ફાયદો થાય છે 

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More