Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

Record: આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ થકી 6 કોરડથી પણ વધુ પ્રાણીઓના કરવામાં આવ્યું સંવર્ધન

છેલ્લા 4 વર્ષમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ થકી પ્રાણીઓના સંવર્ધનના 6 કરોથી પણ વધુ કેસ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.આની શરૂઆત વર્ષ 2019-20 માં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રાલય દેશભરમાં આ અભિયાન ચલાવી રહ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
દૂધના ઉત્પાદન વધારવા માટે એઆઈ તકનીકનો ઉપયોગ
દૂધના ઉત્પાદન વધારવા માટે એઆઈ તકનીકનો ઉપયોગ

છેલ્લા 4 વર્ષમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ થકી પ્રાણીઓના સંવર્ધનના 6 કરોથી પણ વધુ કેસ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.આની શરૂઆત વર્ષ 2019-20 માં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રાલય દેશભરમાં આ અભિયાન ચલાવી રહ્યું છે. મંત્રાલય સાથે સંકળાયેલા નિષ્ણાતો મુજબ આ અભિયાન સ્વદેશી જાતિના પ્રાણીઓની જાતિને સુધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન વર્ષ 2025-26 માટે એટલે કે પાંચ વર્ષ માટે ચાલશે. તે કેન્દ્રના રાષ્ટ્રીય ડેરીલ ગોકુલ મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.

દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર 1

પશુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપણો ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે. ભારતમાં દુઘાળા પશુઓની સંખ્યા 30 કરોડથી પણ વધુ છે. પરંતુ તેમાંથી ફક્ત 100 મિલિયન પ્રાણીઓ જ દૂધ આપે છે. સાથે જ દેશમાં પશુદીઠ દૂધ ઉત્પાદન પણ ઓછું છે. તેને સુધારવા માટે એઆઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને સારી વાત એ છે કે તેના સરળ પરિણામો પણ દેખાઈ રહ્યા છે અને તેથી દૂધનું ઉત્પાદન દર વર્ષે વધી રહ્યું છે.

દર વર્ષે આ રીતે AI કેસ વધી રહ્યા છે

એનિમલ એક્સપર્ટ્સનું કહેવું છે કે વર્ષ 2019-20માં જ્યારે AI અભિયાન શરૂ થયું ત્યારે તેની ગતિ ઘણી ધીમી હતી. પરંતુ વધતી જતી જાગૃતિ સાથે પશુપાલકોએ AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પછી, AIની સંખ્યા દર વર્ષે વધવા લાગી. AI ટેક્નોલોજીના કારણે ગર્ભવતી બનેલી ગાયો અને ભેંસોની સંખ્યા વધવા લાગી. આ ઉપરાંત, ઘેટાં અને બકરા જેવા નાના પ્રાણીઓ પણ AI થી ગર્ભિત થવા માંડ્યા, પરંતુ સરકારનું ધ્યાન ગાય અને ભેંસ પર છે. જો આપણે ડેરી અને પશુપાલન મંત્રાલયના અહેવાલના ડેટા પર જઈએ, તો વર્ષ 2019-20માં AI ટેક્નોલોજી દ્વારા ગર્ભધારણ કરાયેલા પ્રાણીઓની સંખ્યા 76.68 લાખ હતી.

મતલબ, પ્રાણીઓને કોઈપણ બળદથી ગર્ભિત કરવાને બદલે, તેઓ AI ટેક્નોલોજીથી ગર્ભિત થયા. બીજા વર્ષે એટલે કે 2020-21માં એક કરોડ, 25 લાખ પશુઓને ગર્ભિત કરવામાં આવ્યા હતા, 2021-22માં એક કરોડ, 80 લાખ પશુઓને ગર્ભિત કરવામાં આવ્યા હતા. જ્યારે 2022-23માં એક કરોડ 23 લાખ પશુઓને ગર્ભિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, વર્ષ 2023-24માં AIનો આ આંકડો પણ છ કરોડને વટાવી ગયો છે.

દૂધનું ઉત્પાદન વધ્યો

ડેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ મુજૂબ દેશમાં દૂધનું ઉત્પાદન દર વર્ષે વધી રહ્યું છે. વર્ષ 2022-23ની વાત કરીએ તો દૂધનું ઉત્પાદન 23 કરોડ ટન સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન અભિયાન હેઠળ ચલાવવામાં આવેલા AI ટેક્નોલોજી અભિયાનનો દૂધ ઉત્પાદનમાં મોટો ફાયદો થયો છે. વર્ષ 2014માં વાર્ષિક દૂધ ઉત્પાદન 146 મિલિયન ટન હતું. જ્યારે 2021-22માં દૂધનું ઉત્પાદન 22 કરોડ મિલિયન ટનના આંકડા પર પહોંચી ગયું હતું. પશુપાલન કરતા ખેડૂતોને પણ તેનો ઘણો ફાયદો મળી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કર્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More