Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુઓનું ઉનાળા દરમિયાન ગરમી(હીટ સ્ટ્રેસ)થી રક્ષણ

હીટ સ્ટ્રેસ તાપમાનને લગતા તમામ ઊંચા તણાવને સૂચવે છે, જે પશુઓમાં થર્મોરેગ્યુલેટરી ફેરફારોને પ્રેરિત કરે છે. અત્યંત ગરમ ભેજવાળી કે ગરમ સૂકી આબોહવા દરમિયાન પરસેવો પાડીને અને હાંફવાથી ગરમીને દૂર કરવાની પશુઓની આ થર્મોરેગ્યુલેટરી ક્ષમતામાં ફેરફાર થાય છે અને ગરમીનો તણાવ પેદા થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઉનાળામાં હીટ સ્ટ્રેટથી પશુઓનું આવી રીતે કરો રક્ષણ
ઉનાળામાં હીટ સ્ટ્રેટથી પશુઓનું આવી રીતે કરો રક્ષણ

ભારતીય ઉપખંડની ઉષ્ણકટિબંધીય આબોહવાને ધ્યાનમાં લેતાં, ભારતમાં ડેરી પ્રાણીઓના સંચાલનમાં ઉનાળાનો તણાવ એક મોટી સમસ્યા છે.

હીટ સ્ટ્રેસ એટલે શું?

હીટ સ્ટ્રેસ તાપમાનને લગતા તમામ ઊંચા તણાવને સૂચવે છે, જે પશુઓમાં થર્મોરેગ્યુલેટરી ફેરફારોને પ્રેરિત કરે છે. અત્યંત ગરમ ભેજવાળી કે ગરમ સૂકી આબોહવા દરમિયાન પરસેવો પાડીને અને હાંફવાથી ગરમીને દૂર કરવાની પશુઓની આ થર્મોરેગ્યુલેટરી ક્ષમતામાં ફેરફાર થાય છે અને ગરમીનો તણાવ પેદા થાય છે. તીવ્ર ગરમીના તણાવને કારણે શરીરના તાપમાનમાં વધારો થઈ શકે છે, ધબકારાનો દર વધી શકે છે, લોહી નું દબાણ વધી શકે છે, ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે અને પાણીનું સેવન વધી શકે છે.

આ પણ વાંચો: દેશમાં ઘાસચારના ઉણપના કારણે દૂધ ઉત્પાદન ઓછા થવાના આરે

જ્યારે પર્યાવરણીય તાપમાન (અપર ક્રિટિકલ ટેમ્પરેચર) (વિદેશી અને ક્રોસબ્રીડ પશુઓ માટે 24°-26° સે. અને ઝેબુ પશુઓ માટે 33° સે. અને ભેંસ માટે 36° સે)થી આગળ વધે છે, ત્યારે શરીર પરસેવો અને હાંફવા (બાષ્પીભવન થાય તેવી ગરમી ગુમાવવાની પદ્ધતિ) દ્વારા શરીરના મુખ્ય તાપમાનને જાળવી શકતું નથી. આ જ્યારે વધતા જતા શરીરના ગરમીના ઉત્પાદન દર સાથે જોડાય છે ત્યારે પ્રાણીમાં એકાએક તાપમાન માં વધારો પ્રેરે છે.

આર્થિક મહત્વ:

ગરમીના તણાવ સાથે સંકળાયેલા તમામ ફેરફારો ઉત્પાદકતામાં ઘટાડો, સંવર્ધન કાર્યક્ષમતામાં ઘટાડો અને આત્યંતિક કિસ્સાઓમાં જાનહાનિ તરફ દોરી જાય છે. ભારતમાં દર વર્ષે ગરમીના તણાવને કારણે દૂધ ઉત્પાદનમાં ભારે નુકસાન થાય છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થાય છે. ગરમીના તણાવને કારણે ઋતુ કાળની અભિવ્યક્તિ, ગર્ભાધાનનો દર વગેરે પર માઠી અસરો પ્રેરી છેવટે પ્રજનન પર હાનિકારક અસરો થાય છે.

સંવેદનશીલ પ્રાણીઓ:

પશુઓની ક્રોસબ્રીડ અને વિદેશી જાતિઓ ગરમીના તણાવ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે.  ભેંસને તેની કાળી ચામડીને કારણે આનું જોખમ વધુ હોય છે, જે વધુ સૌર કિરણો શોષે છે અને શરીરની ગરમી વધારે છે. તદુપરાંત ભેંસોમાં ઓછી પરસેવાની ગ્રંથિઓ (બીજા પશુઓથી માત્ર 1/6 ભાગની)હોવાથી, તેઓ બાષ્પીભવન ધ્વારા ગરમીથી નુકસાન સાથે સમાધાન કરી શકતા નથી.

ગરમીથી થતાં તણાવના ચિહ્નો:

  • ગરમીના તણાવના કિસ્સામાં નીચે મુજબના ચિહ્નો જોવા મળે છે
  • ઝડપી અને નબળા નાળીના ધબકાર
  • ઝડપી પરંતુ છીછરા શ્વાસોચ્છવાસ
  • હૃદયના ધબકારામાં, શ્વસન દર, ગુદામાર્ગનું તાપમાન વગેરેમાં વધારો.
  • મોઢામાંથી વધારે પ્રમાણમાં લાળ પડવી
  • ચક્કર આવવા/બેભાનપણું
  • ત્વચા નિસ્તેજ બની જાય છે અને ઠંડી પણ હોઈ શકે છે
  • હીટ સ્ટ્રોકના કિસ્સામાં, શરીરનું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, કેટલીકવાર તે 106-108° ફેરનહીટ જેટલું ઊંચું હોય છે.

હીટ સ્ટ્રેસનું સંચાલનઃ

હીટ સ્ટ્રેસના સંચાલનમાં નીચેના પરિબળો મહત્ત્વના છે

  • ખાતરી કરો કે પ્રાણીઓને છાયળા હેઠળ રાખવામાં આવે. જો છાંયડા માટે વૃક્ષો ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછી ૯ ફૂટની ઊંચાઈની છત રાખવી જોઈએ. ૨૦ ટકા છિદ્રવાળી એગ્રિ-નેટ પણ ઉપયોગી નિવરે છે.
  • ડાંગરના ભૂસા જેવા પદાર્થોથી છતને ઢાંકીને, છતને સફેદ રંગથી રંગવાથી અથવા છતનું ઇન્સ્યુલેશન પૂરું પાડવાથી પશુને ઠંડું વાતાવરણ પૂરું પાડવામાં મદદ મળશે.
  • છાપરાવાળી દીવાલ અથવા તો ભીના શણના કાપડ/શણની કોથળાનો ઉપયોગ કરીને ગરમ પવન સામે અવરોધો ઊભા કરવા.
  • ઢંકાયેલ શેડમાં ગાય દીઠ ૩ x ૧ ફૂટનું એક વેન્ટિલેટર સુનિશ્ચિત કરો.
  • પ્રાણીના માઇક્રોએન્વાયર્નમેન્ટ્સમાં એક કલાકમાં ઓછામાં ઓછા ત્રણ વખત પાણીનો મિસ્ટિંગ/ફોગિંગ ધ્વારા છંટકાવ તથા પંખાની વ્યવસ્થા સાથે ગરમ શુષ્ક હવામાન સામે રક્ષણ મેડવી શકાય છે.
  • 10-30 મિનિટના અંતરે 1થી 5 મિનિટના સમયગાળા માટે પ્રાણીઓના શરીર પર સીધો જ પાણીનો છંટકાવ/છંટકાવ કરીને હીટ સ્ટ્રેસને નિયંત્રિત કરી શકાય છે. પ્રાણીઓની ચામડીમાંથી બાષ્પીભવન લાવવા માટે પંખા/બ્લોઅરનો ઉપયોગ કરવો જોઈએ. પંખાની જોગવાઈ સાથે આ પદ્ધતિ ગરમ શુષ્ક અને ગરમ ભેજવાળી બંને સ્થિતિમાં કામ કરી શકે છે.
  • ભેંસમાં ગરમીના તાણનો સામનો કરવાની સૌથી અસરકારક રીત એ પાણીના તળાવમાં આડોટવું છે.
  • પ્રાણીઓને ચોવીસ કલાક પૂરતું પીવાનું પાણી સુનિશ્ચિત કરો, જે પર્યાપ્ત છાંયડા હેઠળ આપવું જોઈએ.
  • વહેલી સવાર, સાંજ અને રાત્રે ખોરાક આપવાની પ્રેક્ટિસ અપનાવવી જોઈએ.
  • કાળઝાળ ગરમીથી બચવા માટે વહેલી સવાર અને મોડી સાંજના સમયે જ પશુઓ ને ચરવા છૂટા મૂકવા.
  • ખોરાકની ઘનતા વધારી શકાય છે જેથી સૂકા પદાર્થના ઓછા સેવન પર પણ સમાન પોષક તત્વો પ્રદાન કરી શકાય. ઓછા ફાઇબર અને ઉચ્ચ આથો લાવી શકાય તેવા કાર્બોહાઇડ્રેટ તથા રસવાળા આહારધ્વારા શરીરની ગરમીમાં ઓછો વધારો જોવા મળે છે. ઉચ્ચ ગુણવત્તા નો લીલોચરો પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત ન હોય તો લીલાઘાસનું અથાણું આપવું સલાહભર્યું  છે.
  • ગરમ હવામાનમાં ખનિજતત્વોની વધેલી માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં મિનરલ મિક્સચર આપવું તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. પોટેશિયમયુક્ત ખનિજ મિશ્રણને પ્રાધાન્ય આપવું વધારે મદદરૂપ છે.

ઉપચાર:

પીડિત પશુને તાત્કાલિક પશુચિકિત્સા સહાય પૂરી પાડવી જોઈએ. આ દરમિયાન, પશુને ઠંડી જગ્યાએ ખસેડવું જોઈએ, ઠંડા પાણીથી નવડાવવું જોઈએ અથવા ભીની ચાદરમાં લપેટીને પંખા નીચે રાખવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More