આજકાલ બજારમાં રેડી ટૂ ઈટ એન્ડ રેડી ટુ કુકના કોન્સેપ્ટ ચાલી રહ્યું છે. આ વાત અમે નહીં માર્કેટના એક્સપર્ટ કઈ રહ્યા છે. તેમનું કહેવું છે આ બજારની માંગ છે અને જો આમ થશે તો ઉત્પદાનને સ્થાનિક બજાર પણ મળશે. જણાવી દઈએ કે જ્યારે ઉત્પાદનને સ્થાનિક બજાર મળે છે ત્યારે તમારૂં ઉત્પાદન કોઈ પણ દબાવ વગર આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. આવી જ રીતે જો પોલ્ટ્રી સેક્ટરને વેગ આપવો હોય તો તે પહેલા હાઈટેક કોલ્ડ ચેઈન બનાવવું પડશે. પોલ્ટ્રી ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આજે ફાસ્ટ ફૂડમાં ચિકનનો હિસ્સો વધી ગયો છે.
બજારમાં છે ડ્રેસ્ડ ચિકનની માંગ
માર્કેટના એકસ્પર્ટ મુજબ ફાસ્ટ ફૂડ માટે ડ્રેસ્ડ ચિકન જરૂરી છે. જેના માટે હાઇ-ટેક કોલ્ડ હોવું જોઈએ કેમ કે જો આ નહીં હોય તો માંગ પ્રમાણે ડ્રેસ્ડ ચિકન સપ્લાય કરી શકીશું નહીં. પોલ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયાના ટ્રેઝરર રિકી થાપર જણાવે છે કે પોલ્ટ્રી સેક્ટર આજે કયા તબક્કે છે અને આ સેક્ટરમાં હાઈટેક કોલ્ડ ચેઈનની માંગ કેટલી મોટી છે.તેમણે જણાવ્યુ કે કેએફસી ભારતમાં તેનો વેપાર વધારવા માંગે છે. આ સિવાય મેકડોનાલ્ડ્સ જેવી બીજી પણ ઘણી બધી એવી કંપનિઓ છે જો કે ભારતમાં પોતાનું વેપાર વધારવા માંગે છે. જો આપણે ત્યાં કેએફસી વિશે વાત કરીએ તો તેને પોતાના વેપાર વધારવા માટેફફખઉફક લોકોની જરૂરિયાત મુજબ ચિકન ડ્રેસિંગ કરવાની જરૂર પડશે. આ લોકોને તાજા ચિકન નથી જોઈએ. જેમ કે કેટલાક લોકો તેને દુકાનોમાં કાપીને સીધા ગ્રાહકને વેચે છે. આવુ ચિકન કેએફસી જેવી કંપનિઓના કામનું નથી.
કેએફસીને જોઈએ છે પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ચિકન
કેએફશી જેવી કંપનિઓને પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ચિકન જોઈએ છે. અને આ માટે સૌ પ્રથમ જરૂરી છે કોલ્ડ સ્ટોરેજ આવા કોલ્ડ સ્ટોર્સ જ્યાં ચિકનને માઈનસ 40 ડિગ્રી પર રાખી શકાય. આટલું જ નહીં, જ્યારે ડિમાન્ડ આવે ત્યારે એક સમાન પ્રકારની રેફ્રિજરેટર વાન પણ હોવી જોઈએ. જેથી કોલ્ડ સ્ટોરમાંથી ચિકનને માઈનસ 40 ડીગ્રી તાપમાને રેફ્રિજરેટર વાનમાં સમાન તાપમાને રાખીને પાર્ટી ઓર્ડરને પૂરો કરી શકાય. અત્યારે અમારી પાસે આવા કોલ્ડો સ્ટોર્સ અને રેફ્રિજરેટર વાન ઓછા છે. પરંતુ આવનારા સમયમાં માંગ પ્રમાણે તેમની ઘણી જરૂર પડશે.
ભારતીય પોલ્ટ્રી સેક્ટર હવે કૃષિનો મહત્વપૂર્ણ ભાગ
રિકી થાપર મુજબ હવે ભારતીય પોલ્ટ્રી સેક્ટર કૃષિનો મહત્વનો ભાગ છે અને પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી કરે છે. આપણા દેશમાં ઈંડા અને બ્રોઈલર ચિકન સંબંધિત પોલ્ટ્રી સેક્ટર છથી નવ ટકાના દરે વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે 2022-23માં ભારતમાંથી 64 દેશોમાં 6.65 મેટ્રિક ટન પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. તેની કુલ કિંમત 1100 કરોડ રૂપિયા હતી. હાલમાં, મરઘાં ઉત્પાદનોની પ્રક્રિયામાં ઓછામાં ઓછો 20 થી 30 ટકાનો વધારો કરવાની જરૂર છે.
Share your comments