Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ફરી એક વાર શરૂ થઈ ગધેડીના દૂધની ચર્ચા, ખેડૂતો પાસે કમાણી બમણી કરવાની તક

કૃષિ ક્ષેત્રમાં ડેરી ઉદ્યોગની પોતાની એક અલગ ઓળખ છે. આજકાલ ખેડૂતોએ પશુઓની ઉછેર કરીને તેમના દૂધનું વેચાણ કરીને મોટી કમાણી કરી રહ્યા છે. તેમાં પણ ગુજરાત અને દેશના કેટલાક એવા પણ ખેડૂતો છે જેઓ ગધેડીના દૂધનું વેચાણ કરીને કરોડપતિ ખેડૂતોની શ્રેણીમાં આવી ગયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કૃષિ ક્ષેત્રમાં ડેરી ઉદ્યોગની પોતાની એક અલગ ઓળખ છે. આજકાલ ખેડૂતોએ પશુઓની ઉછેર કરીને તેમના દૂધનું વેચાણ કરીને મોટી કમાણી કરી રહ્યા છે. તેમાં પણ ગુજરાત અને દેશના કેટલાક એવા પણ ખેડૂતો છે જેઓ ગધેડીના દૂધનું વેચાણ કરીને કરોડપતિ ખેડૂતોની શ્રેણીમાં આવી ગયા છે. બીજી બાજુ ગધેડીના દૂધની બજારમાં માંગણી વધવાના કારણે ખેડૂતોને કમાણીની એક વધુ તક મળી ગઈ છે. વાત જાણો એમ છે કે બજારમાં ગધેડીનું દૂધ ફક્ત પીવા માટે નથી પરંતુ કોસ્મેટિક વસ્તુ માટે પણ વેચાઈ રહ્યા છે. મોટી મોટી કંપનીઓએ ગધેડીની ઉછેર કરી રહેલા ખેડૂતો પાસેથી તેનો દૂધ ઉંચા ભાવે ખરીદી રહી છે. તેના સાથે જ એક વીડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યોગગુરૂ બાબા રામદેવે ગધેડીનું દૂધનું સેવન કરતા જોવા મળી રહ્યા છે.

વીડીયોમાં બાબા રામદેવ દ્વારા ગધેડીનું દૂધ પીવાથી લોકોએ તેને સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાવી રહી છે, તેથી બજારમાં તેની માંગણી વધુ વઘી ગઈ છે અને કંપનીઓ પણ ખેડૂતોને વિનંતી કરી રહી છે કે તેઓ ગાય અને ભેંસના સાથે ગધેડીની ઉછેર કરીને તેના દૂધનું પણ વેચાણ કરે. જણાવી દઈએ કે બાબા રામદેવ દ્વારા જાહેરમાં ગધેડીનું દૂધ પીવું કોઈ પહેલી ઘટના નથી. તેથી પહેલા પણ કેટલાક લોકોએ જાહેરમાં ગધેડીના દૂધનું સેવન કરતા વાયરલ થયા હતા. એજ નહીં પૂર્વ કેંદ્રીય મંત્રી અને પશુપાલક મંત્રી મેનકા ગાંધી પણ ગધેડીના દૂધના વખાણ કરી ચૂક્યા છે. તેમને તો એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે ગધેડીના દૂધમાંથી બનાવામાં આવેલ સાબુથી સ્નાન પણ કરે છે.

ધીમે ધીમે ઘટી રહી છે ગધેડાઓની સંખ્યા

બોજ વહન કરનાર તરીકે જાણીતા ગધેડાની સંખ્યા વાહન વ્યવહારના ઉપકરણોના કારણે ધીમે ધીમે ઘટી રહી છે.ગધેડાને લુપ્ત થતા બચાવવા માટે તેમના દૂધનું ઔષધીય રીતે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે બીજી વાત એવું પણ છે કે એક શોધમાં પણ આ વાત જાહેર થઈ છે કે ગધેડીના દૂધમાં કેટલાક પૌષ્ટિક તત્વો છે. તેથી કરીને ભવિષ્યમાં તેના દૂધને ખાદ્ય પર્ધાતમાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. હોર્સ રિસર્ચ સેન્ટર, હિસાર (હરિયાણા) ના ડિરેક્ટર કહે છે કે અમે આ મામલે લાયસન્સ માટે FSSAIને પત્ર લખ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે ગધેડીના દૂધને ખાદ્ય પદાર્થોમાં સામેલ કરવામાં આવે. જો ઉત્પાદનની વાત કરીએ તો એક ગધેડો એક દિવસમાં દોઢ લીટર દૂધ આપે છે.

એફએસએસએઆઈ ની પરવાનગી પછી શું થશે?

FSSAI ની પરવાનગી મળતાં જ અમે દૂધ ક્યાં વાપરી શકાય તે અંગે સંશોધન શરૂ થશે, કારણ કે દૂધ પીવાના શોખીન અને ગાય-ભેંસના દૂધથી એલર્જી ધરાવતા ઘણા લોકો છે. મોટાભાગના લોકો ગાય-ભેંસનું દૂધ સરળતાથી પચાવી શકતા નથી અથવા તેઓ અન્ય સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. જો આપણે ગધેડીના દૂધની વાત કરીએ તો તે ગાય-ભેંસના દૂધ કરતાં વધુ સારું માનવામાં આવે છે. એટલું જ નહીં નાના બાળકો માટે તે માતાના દૂધ જેવું છે. તેમાં ચરબીનું પ્રમાણ માત્ર એક ટકા છે. જ્યારે ગાય-ભેંસ અને માતાના દૂધમાં ચરબીનું પ્રમાણ ત્રણથી છ ટકા જેટલું હોય છે.

ગધેડાની સંખ્યા કેમ ઘટી રહી છે

ઘોડા, ખચ્ચર અને ગધેડા પર સંશોધન કરતી સંસ્થા એનઈઆરસીના ડાયરેક્ટર કહે છે કે બોજ વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ગધેડાઓનું સ્થાન હવે નાના-મોટા વાહનોએ લઈ લીધું છે. આ કારણે લોકોએ કાં તો ગધેડાનું પાલન બંધ કરી દીધું અથવા તો ઘટાડી દીધું. પશુ ગણતરી મુજબ, વર્ષ 2012માં ભારતમાં 3.20 લાખ ગધેડા હતા, જ્યારે 2019માં તેમની સંખ્યા ઘટીને માત્ર 1.20 લાખ રહી ગઈ હતી. અત્યારે તેમની સંખ્યા કેટલી છે, તેણી જાણ કોઈને નથી.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More