દેશમાં ડૅરી વ્યવસાય (Dairy Business) ખૂબ જ પ્રચલિત છે. આ વ્યવસાય ખેડૂતો અને પશુપાલકોને સારી આવક કમાવી આપવા માટે એક ઉત્તમ તક આપે છે. સામાન્ય રીતે માન્યતા એવી છે કે ડૅરીઓ ગાય અથવા ભેંસના દૂધથી ચાલે છે, પણ ગુજરાતમાં એક ખાસ પ્રકારની ડૅરી છે કે જે ગધેડીના દૂધના ઉત્પાદન સાથે જોડાયેલી છે.
અત્રે નોંધનીય છે કે ગધેડીનું દૂધ ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. કદાચ આ માહિતી જાણીને તમને આશ્ચર્ય થશે કે ગધેડીના 1 લીટર દૂધની કિંમત રૂપિયા 7000 સુધી છે અને લોકો હોંશે-હોંશે તે ખરીદે પણ છે. આ માટે ગુજરાતમાં હાલારી નસલનું દૂધ ખૂબ જ લોકપ્રિય છે. આ નસલની ગધેડી સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તે ખાસ કરીને જામનગર અને દ્વારકામાં જોવા મળે છે. આ ઉપરાંત હાલારી પ્રજાતિની ગધેડીના દૂધની ડૅરી પણ ખુલી રહી છે. હકીકતમાં આ ઓલાદની ગધેડીઓનો ઉપયોગ માલ-સામાન વહન કરવા માટે કરવામાં આવે છે, પણ પાછળથી તેનો દૂધ માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. આ નસલની ગધેડીઓનું એક ખાસ સમુદાય ઉછેર કરે છે અને દૂધ કાઢે છે.
Related link
પશુપાલનઃ ભારતીય નસ્લની આ 4 ગાયોથી મળશે 80 લીટર દૂધ, 4 લોકો સાથે મળી દૂધ દોવું પડે છે
હલારી નસલની સંરચના
આ નસલના ગધેડા અને ગધેડીનો રંગ સફેદ હોય છે. તેની કાઠી મજબૂત હોય છે. હરિયાણાના કરનાલ ખાતે આવેલ નેશનલ બ્યૂરો ઑફ એનિમલ જેનેટિક રિસોર્સિસ (ICAR)એ પણ આ અંગે સંશોધન કર્યું છે કે જેમાં આ ખાસ નસલના દૂધના ફાયદાઓ વિશે જણાવાયું છે.
ગધેડીના દૂધના ફાયદા
ગધેડીનું દૂધ આંતરડામાં ચેપ ઓછું કરે છે
માથાના દુખાવામાં રાહત આપે છે
આ દૂધમાં લૅક્ટોઝ ઇનટૉલરેંસ હોય છે
તે ઑસ્ટિયોપોરોસિસ માટે ઉપયોગી છે
તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે
વાળ તથા સુંદરતા માટે તે લાભદાયક છે,. માટે સૌદર્ય પ્રસાધનો તથા ત્વચાને નિખારવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે
Share your comments