
નેશનલ બ્યુરો ઓફ એનિમનલ જિનેટિક રિસોર્સિંસએ મરઘા, ઘેંટા, બકરી, ગાય, ઘોડો અને ડુક્કરની નવી આઠ જાતોને શોધી કાઢ્યા છે અને તેની નોંઘણી પણ કરી દેવામાં આવી છે. આ આઠ જાતોમાં ગુજરાતની અરવલ્લીના મરધાનું પણ સમાવેશ થાય છે. જેને ખાસ કરીને ચિકન અને ઈંડા માટે ઉછેરવામાં આવે છે. ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં મોટાપાચે તેનું ઉછેર કરવામાં આવે છે. તેને બેકયાર્ડ મરધાં હેઠળ અનુસર કરવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં મળી ઘેંટાની માચેરલા ઓલાદ
આંઘ્ર પ્રદેશના ગુંટુર, કૃષ્ણા અને પ્રકાશમ જિલ્લામાથી ઘેટાંની માચેરલા ઓલાદની નોંધણી કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના સાથે-સાથે આ તેલંગાણાના પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. તેનું ઉછેર માંસ માટે કરવામાં આવે છે ઊન માટે નહીં. તે કદમાં મધ્યમ છે. શરીર, ચહેરા અને પગ પર મોટા કાળા અને ભૂરા ફોલ્લીઓ સાથે તેનો રંગ સફેદ છે. જણાવી દઈએ કે પુખ્ત વયે નર ઘેટાંનું વજન સરેરાશ 43 કિલો જેટલું હોય છે.
અંદામાન-નિકોબારમાંથી એક બતકની નોંધણી થઈ
એનબીએજીઆરના રિપોર્ટ અનુસાર, આંદામાનમાંથી પણ એક બતકની નોંધણી કરવામાં આવી છે. આ બતક ખેડૂતો માટે બે રીતે ફાયદાકારક છે. પ્રથમ, તે માંસ માટે ઉછેરવામાં આવે છે, બીજું તે ઘણા ઇંડા પણ આપે છે. એક વર્ષમાં 266 ઈંડા આપવાનું તેનું રેકોર્ડ છે. તેનું વજન 1406 ગ્રામ સુધી છે. આ બતક આંદામાન અને નિકોબાર ટાપુઓના નિમ્બુડેરાથી દિગલીપુર સુધી જોવા મળે છે.
અંદમાનની એક બકરી અને ડુક્કરની પણ નોંધણી
તેની ઓળખ એ છે કે આખું શરીર કાળા પીંછાથી ઢંકાયેલું છે અને ગરદન નીચે સફેદ નિશાન પેટ સુધી લંબાયેલું છે. બકરી વિશે વાત કરીએ તો, આંદામાનની બકરી એક મધ્યમ કદનું પ્રાણી છે, જેને માંસ માટે ઉછેરવામાં આવે છે. આંદામાનના ડુક્કરને મુખ્યત્વે માંસ માટે પાળવામાં આવે છે. આ ભૂંડ મજબૂત અને મધ્યમ કદના હોય છે. રંગ મોટા ભાગે કાળો અને ક્યારેક કાટવાળો બદામી હોય છે. તેઓ ઝડપી દોડવીરો છે. તેમના પુખ્ત શરીરનું સરેરાશ વજન 68 કિગ્રાથી 71 કિગ્રા સુધી હોય છે.
મહારષ્ટ્રના ઘોડાની પણ નોંધણી
ભીમથડી ઘોડો પણ NBAGRની યાદીમાં છે. આ ઘોડો મહારાષ્ટ્રના પુણે, સોલાપુર, સતારા અને અહમદનગર જિલ્લામાં જોવા મળે છે. આ ઘોડાની સરેરાશ ઊંચાઈ લગભગ 130 સેમી અને ઘોડીની ઊંચાઈ 128 સેમી છે. ભીમથડી ઘોડાનો ઉપયોગ મુખ્યત્વે પશુપાલકોના સ્થળાંતર દરમિયાન ઘરનો સામાન વહન કરવા માટે થાય છે.
ઉત્તરાખંડમાંથી ગાયની નવી જાતની નોંધણી
ઉત્તરાખંડમાંથી એક નવી ગાયની નોંધણી કરવામાં આવી છે. તેનું નામ ફ્રિઝવાલ રાખવામાં આવ્યું છે. આ જાતિ સાહિવાલ (37.5) અને હોલ્સ્ટેઇન ફ્રિઝિયન (62.5) ની ક્રોસ છે. આ એક સિન્થેટિક ડેરી પશુ છે, જેને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કેટલ, મેરઠ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ જાતિ દેશના કૃષિ-આબોહવા વિસ્તારો માટે ખૂબ જ ફાયદાકારક છે.જણાવી દઈએ કે NBAGR પ્રાણીઓની નવી જાતિઓની નોંધણી કરવાનું કામ કરે છે.
Share your comments